ઘણી વાર કમજોર હાડકા, મુંઢમાર ઈજા અથવા શરીરમાં કેલ્શિયમની કમી થવા પર સાંધાના દુખાવાની સમસ્યા થાય છે. મોટાભાગના લોકો આ દુખાવાથી રાહત મેળવવા માટે દર્દ નિવારક દવાઓ ખાતા હોય છે. પરંતુ લાંબા સમયે એ દવાઓ કિડની પર ખરાબ પ્રભાવ પાડે છે. માટે તમે સાંધાના દુખાવામાં દર્દ નિવારક તેલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારો દુખાવો દુર થશે સાથે જ કોઈ પણ સાઈડ ઈફેક્ટ પણ નહિ થાય. આજે અમે તમને શરીરની માલીશ કરવા માટે બે પ્રકારના તેલ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
ઘરે જ બનાવો દર્દ નિવારક 2 તેલ : સાંધાના દુખાવાના થવાના ઘણા કારણો હોય શકે છે, પરંતુ જો નિયમિત રૂપથી માલીશ કરવામાં આવે તો તેનાથી આરામ મળી શકે છે. આજે અમે તમને બે એવા જ તેલ વિશે જણાવશું જેને તમે આસાનીથી ઘરે જ બનાવી શકો છો. આ દર્દ નિવારક તેલ બનાવવા માટે વધુ સામગ્રીની પણ જરૂર નહિ પડે. આ દર્દ નિવારક તેલ બનાવવા માટે જે સામગ્રીની જરૂર પડશે એ બધી જ સામગ્રી તમારા રસોડામાં ઉપલબ્ધ હશે. તો ચાલો જાણીએ દર્દ નિવારક તેલ બનાવવાની રીત…
પહેલું તેલ દર્દ નિવારક તેલ : પહેલું તેલ છે તલ અને આદુનું. તલનું તેલ સાંધાના દુખાવાને શાંત કરવામાં ખુબ જ કારગર માનવામાં આવે છે. આ તેલ તાસીરમાં ગરમ હોય છે, જે વાત્તને ઓછો કરે છે અને દુખાવામાં રાહત આપે છે. આ તેલને બનાવવા માટે તમારે જરૂર પડશે, 50 મિલી તલનું તેલ, 4 ગ્રામ આદુ, 2 ગ્રામ કપૂર અને 10 ગ્રામ અડદની દાળ.
બનાવવાની રીત : તલ અને આદુનું દર્દ નિવારક તેલ બનાવવા માટે સૌથી પહેલા તમે અડદની દાળ, આદુ અને કપૂરને સારી રીતે બારીકાઈથી પીસી લો. ત્યાર બાદ આ બધી જ વસ્તુઓને તલના તેલમાં મિક્સ કરી દો. પછી બધી જ સામગ્રીને લગભગ 5 થી 7 મિનીટ સુધી ગરમ કરો અને ગાળી લો. તમે આ તેલને લાંબા સમય સુધી પણ સ્ટોર કરી શકો છો.
બીજું દર્દ નિવારક તેલ : બીજું દર્દ નિવારક તેલ સરસવ અને લસણ માંથી બનાવવાનું છે. શરીરના બધા ભાગોમાં થતા દુખાવાને દુર કરવા માટે સરસવનું તેલ ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ જો તેમાં લસણ મિક્સ કરવામાં આવે, તો તેમાં રહેલા પોષકતત્વો વધી જાય છે અને દુખાવામાં જલ્દી આરામ આપે છે. આ તેલને બનાવવા માટે જરૂરી સામગ્રી છે જેમાં, 100 મિલીલીટર સરસવનું તેલ, 10 થી 12 લસણની કળીઓ, 20 ગ્રામ કપૂર, 1 ચમચી અજમા, 1 ચમચી ફુદીનાનું તેલ, 1 ચમચી નીલગીરીનું તેલ.
આ તેલને બનાવવા માટે સૌથી પહેલા લસણની કળીઓને બારીકાઈથી ખાંડી લો. હવે એક કટોરી અથવા પેનમાં બધી જ સામગ્રીઓને મિક્સ કરી દો. તેને 5 થી 10 મિનીટ સુધી ગેસ પર ધીમી આંચે પકાવો. ત્યાર બાદ તેને ઠંડું થવા માટે મૂકી દો અને ઠંડું થાય ત્યાર બાદ એક કાચની બોટલમાં ગાળીને સ્ટોર કરી લો. હવે તમે આ તેલને દુખાવામાં ઉપયોગમાં લઈ શકો છો. આ તેલથી માલીશ કરવાથી દુખાવો દુર કરવામાં મદદ મળે છે. આ ઘરેલું ઉપાયથી દુખાવાને ઠીક કરી શકાય છે.
તેલનો ઉપયોગ કરવાની રીત : ઘણીવાર મહિલાઓ અને વૃદ્ધોને સાંધાના દુખાવાની સમસ્યા થતી હોય છે તેવામાં જો ઉપર જણાવેલ દર્દ નિવારક તેલનો ઉપયોગ કરવામાં આવે તો તમે દુખાવાથી આરામ મેળવી શકો છો. આ તેલોના ઉપયોગથી તમને ગ્મ્ભીરમાં ગંભીર દુખાવાથી પણ છુટકારો મળી જશે.
તમે આ તેલને સ્ટોર કર્યું હોય તો રોજ આ તેલનો ઉપયોગ કરતા પહેલા હળવું એવું ગરમ કરી લો. હળવું એવું ગરમ કરીને દુખાવા વાળી જગ્યા પર અથવા સાંધાના દુખાવા વાળી જગ્યા પર લગાવો. જો દુખાવાથી જલ્દી છુટકારો મેળવવો હોય તો દિવસમાં 2 વાર આ તેલનો ઉપયોગ કરો. આ બંને તેલથી માલીશ કરવાથી અર્થરાઈટીસમાં પણ આરામ મળે છે.
તમે જો શિયાળામાં અથવા કોઈ પણ મૌસમમાં દુખાવાથી પરેશાન રહેતા હો, તો આ તેલને બનાવી સ્ટોર કરી લો. દુખાવો થવા પર તરત જ માલીશ કરી લો. તેનાથી તમને ખુબ જ આરામ મળશે. પરંતુ જો તમને લાંબા સમયથી દુખાવો હોય, તો આ તેલને દિવસમાં 2 વાર દુખાવા પર માલીશ કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી