મોંઘા કેમિકલ વાળા શેમ્પુથી આપણા વાળને ટૂંક સમય માટે તો સુંદરતા મળી જ જાય છે, પરંતુ લાંબા સમયે તેનાથી વાળને નુકશાન પણ થઈ શકે છે. માટે આજે અમે તમને આ લેખમાં હર્બલ શેમ્પુ બનાવવાની રીત અને તેના ફાયદા વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
ગ્રીન ટી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ગ્રીન ટીનો ઉપયોગ આપણા વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગ્રીન ટીમાં રહેલા ન્યુટ્રીશનથી વાળને મજબૂતી મળી છે અને વાળ લાંબા અને ઘાટા બને છે. સ્કેલ્પની સાથે જોડાયેલી સમસ્યાઓને દુર કરવા માટે ગ્રીન ટીના પંદ ખુબ જ ફાયદાકારક હોય છે.
તમે ઘરે જ આસાનીથી ગ્રીન ટી માંથી શેમ્પુ બનાવી શકો છો. ગ્રીન ટી શેમ્પુ નેચરલ પણ હશે અને તેનો ઉપયોગ તમારા વાળને કેમિકલ્સની ખરાબ અસરથી પણ બચાવે છે. ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડેન્ટ, એમિનો એસિડ, વિટામીનની સારી માત્રા હોય છે જે વાળને ખરતા અટકાવે છે. ગ્રીન ટી માં વિટામીન બી, વિટામીન સી, ઝીંક જેવા તત્વો મળી આવે છે. જેનાથી વાળનો ગ્રોથ થાય છે. આ લેખમાં અમે તમને ગ્રીન ટીથી હર્બલ શેમ્પુ બનાવવાની રીત અને તેની સાથે જોડાયેલા ફાયદા વિશે જણાવશું. માટે આ લેખ અંત સુધી અવશ્ય વાંચો.
ગ્રીન ટી બનાવવાની રીત અને સામગ્રી : ગ્રીન ટી શેમ્પુ બનાવવા માટે ગ્રીન ટીના પાંદ, પિપરમિન્ટ ઓઈલ અને એપ્પલ સાઈડર વિનેગરની જરૂર હોય છે.
શેમ્પુ બનાવવાની રીત : ગ્રીન ટીમાંથી શેમ્પુ બનાવવા માટે તમે ગ્રીન ટીના પાંદને સુકવી લો. જ્યારે તે પાવડર બની જાય તો તેમાં એક ચમચી એપ્પલ સાઈડર વિનેગર મિક્સ કરો. પછી એ મિશ્રણમાં પિપરમિન્ટ ઓઈલના બે ટીપા એડ કરો. તમે ગ્રીન ટી માંથી બનેલા શેમ્પુમાં લીંબુનો રસ, નાળીયેર તેલ અને મધ પણ મિક્સ કરી શકો છો. તો આ રીતે તૈયાર થઈ જશે નેચરન હર્બલ શેમ્પુ.
ગ્રીન ટી શેમ્પુ એપ્લાય કેવી રીતે કરવું : ગ્રીન ટી શેમ્પુને હાથમાં લઈને સ્કેલ્પ પર મસાજ કરો પછી સારી રીતે સાફ પાણીથી વાળને ધોઈ નાખો. આમ તો સામાન્ય શેમ્પુ બજારમાં મળે છે તેનાથી માત્ર સ્કેલ્પ સાફ કરી શકાય છે. પરંતુ આ હર્બલ શેમ્પુના વાળની લંબાઈ પણ વધારે છે.
આ હર્બલ શેમ્પુમાં કેમિકલ્સ પણ નથી નાખવામાં આવ્યા એટલા માટે એ વાળ માટે આ શેમ્પુ સુરક્ષિત છે. આ હર્બલ શેમ્પુના ફાયદાની વાત કરીએ તો વાળને કેમિકલથી બચાવે છે. ગ્રીન ટી થી બનેલા આ હર્બલ શેમ્પુમાં પ્રિઝર્વેટીવ નથી આવતા એટલા માટે ખુલ્લું રાખવામાં આવે તો થોડા જ સમયમાં વાસ આવવા લાગે છે. એટલા માટે આ શેમ્પુને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખવું જોઈએ અને તેને બે થી ત્રણ દિવસ કરતા વધારે ન રાખવું જોઈએ.
વાળમાં કેવી રીતે ફાયદાકારક છે ગ્રીન ટી શેમ્પુ : જે લોકોને વાળ ખરવાની સમસ્યા થાય છે તેના માટે આ હર્બલ ગ્રીન ટી શેમ્પુ ખુબ જ ફાયદાકારક છે. વાળમાં ખોડોની સમસ્યા હોય તો પણ ગ્રીન ટી ખુબ જ મદદગાર સાબિત થાય છે. વાળને પોષણ અને મજબુતી આપવા માટે પણ ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો.
સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન સારું રાખવા માટે પણ ગ્રીન ટી ખુબ જ ફાયદાકારક છે. ગ્રીન ટીથી બનેલા શેમ્પુને વાળ પર લગાવવાથી વાળ હાઈડ્રેટ રહે છે અને ડ્રાયનેસની સમસ્યા નથી થતી. ગ્રીન ટી શેમ્પુને લગાવવાથી વાળની નેચરલ શાઈન કાયમ રહે છે અને વાળ બેજાન હોય એવા પણ નથી લાગતા. વાળમાં ખંજવાળની સમસ્યાને દુર કરવા માટે ગ્રીન ટીના પાંદ ખુબ જ ફાયદાકારક છે.
જો તમને ગ્રીન ટી શેમ્પુમાં રહેલા ઇન્ગ્રીડીએન્ટ્સથી વાળમાં ખંજવાળ કે અન્ય કોઈ સમસ્યા થાય તો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી