મિત્રો આપણે જાણીએ છીએ એમ લીમડો એ અનેક પોષક તત્વોનો ખજાનો ગણવામાં આવે છે. આથી તમારા માંથી મોટાભાગના લોકો લીમડાનું કોઈપણ રીતે સેવન પણ કરતા હશો. અથવા તો તેનો ઉપયોગ કરતા હશો. લીમડાના પાનથી જો સ્નાન કરવામાં આવે તો તમારા શરીરના અનેક બેક્ટેરિયા નાશ પામે છે. આથી જ તમે લીમડાના સાબુનો ઉપયોગ કરતા હશો. આજે અમે તમને આ લેખમાં લીમડાનો સાબુ ઘરે જ બનાવતા શીખવીશું. જે એકદમ કુદરતી છે અને તમારે વધુ મહેનત કરવાની પણ જરૂર નથી.
માર્કેટના કેટલાય પ્રકારના અલગ અલગ પ્રકારના સાબુ મળે છે. કોઈ બ્રાન્ડ દાવો કરે છે કે, તેમનો સાબુ ત્વચાને કોમળ બનાવે છે, તો કોઈ કીટાણુઓ દૂર કરવાની વાત કરે છે. એ જ પ્રકારે કોઇની સુગંધ શરીરને ખુશબુદાર બનાવે છે. તો કોઈમાં મહેક હોતી જ નથી. જોકે, એ વાત નકારી ન શકાય કે, આ બધામાં કેમિકલ્સ હોય છે. તે કોઈને સુટ કરે છે તો કોઈને નહીં. એવામાં જો ઘરે જ એવો સાબુ તૈયાર કરવામાં આવે, જે માત્ર શરીરને જ સાફ ન કરે પરંતુ, ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. તેને તમે જાતે બનાવશો તો, સહજતાથી તેમાં નખાતી સામગ્રીનો પૂરેપૂરો કંટ્રોલ પણ તમારા હાથમાં જ હશે અને તમને કેમિકલ્સની ટેન્શન લેવાની જરૂરિયાત નહીં પડે. એવો જ એક સાબુ છે લીમડાનો, જેને તમે સરળતાથી ઘરે જ બનાવી શકો છો. કેવી રીતે? ચાલો જાણીએ આગળ..
લીમડાના ગુણ:- લીમડો એ અનેક રોગોનો ઈલાજ છે. તેના ગુણો તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. તમારા શરીરમાં રહેલ ખરાબ તત્વોને બહાર કાઢે છે. લીમડો એ અનેક રોગોના ઈલાજ રૂપે દવાના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લીમડો કડવો ભલે હોય પણ તેના ગુણો અપાર છે. સૌથી પહેલા તમને લીમડાના ગુણો વિશે જણાવી છીએ, જેના વિશે લગભગ મોટા ભાગના લોકો જાણે જ છે.
આ મેડિસિન પ્લાન્ટનું સાઇંટિફિક નામ Azadirachta indica છે. હજારો વર્ષોથી તેનો ઉપયોગ રોગોના ઉપચારમાં કરવામાં આવે છે. આ ઝાડ એંટીઓક્સિડેંટ અને એંટીસેપ્ટિક ગુણોથી ભરપૂર છે. તે ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવાની સાથે ઘણા પ્રકારની સ્કીન પ્રોબ્લેમ્સને પણ દૂર કરે છે. લીમડાના ગુણોની જો લિસ્ટ બનાવવા બેસીએ તો, લગભગ શબ્દ પણ ઓછા પડે.સાબુ બનાવવાની સામગ્રી:- લીમડાના થોડા પાન, પાણી, ગ્લિસરીનનો સાબુ, વિટામિન ઇ કેપ્સુલ, પેપર કપ અથવા નાની વાટકી, તમારી પાસે જો કોઈ ખાસ પ્રકારનો સંચો હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય છે.
બનાવવાની રીત:- લીમડાના પાનને સરખી રીતે પાણીથી ધોઈ લેવા. તેને મિક્સરમાં નાખો અને બે ટેબલસ્પૂન પાણી મિક્સ કરો. પાંદડા બ્લેન્ડ કરો અને તૈયાર પેસ્ટને એક વાટકીમાં રાખી લો. હવે એક ગ્લિસરીન સાબુ લઈ તેના નાના ટુકડા કાપી લો. એક પેનમાં તેને ઉકળવા મૂકી દો. પાણી જ્યારે ગરમ થઈ જાય તો તેમાં ખાલી વાટકો રાખી લેવો. જ્યારે વાટકો ગરમ થઈ જાય તો તેમાં ગ્લિસરીન સાબુના ટુકડા રાખવા અને તેને ઓગળવા દેવા. આમ આપવો છેલ્લો આકાર:- ઓગળેલા સાબુમાં લીમડાના પાનની પેસ્ટ મિક્સ કરો. તેને થોડીવાર બોઈલર સેટિંગમાં જ ગરમ થવા દો. વિટામિન ઇ કેપ્સુલ મિક્સ કરો. આ સામગ્રીને વાટકી કે સંચામાં નાખીને ઠંડી થવા દો. ચાકૂની મદદથી તેને કાઢો અને બસ આ સાબુ ઉપયોગ માટે તૈયાર છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી