ડાયાબિટીસમાં દવાઓ ન ખાવી હોય તો રોજ કરો આ કામ, જીવો ત્યાં સુધી વગર દવાએ બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં… જાણો ડાયાબિટીસ રોકવાનો બેજોડ ઈલાજ…

જયારે આપણા શરીરમાં શુગરનું પ્રમાણ વધે ત્યારે અનેક મુશ્કેલી થતી હોય છે. અને બ્લડ શુગર ઘટાડવા માટે તમે અનેક ઉપાયો કરતા હોય છે. તેમજ ડાયાબીટીસ ને ઘટાડવા માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાયો જણાવીશું જેનાથી તમારું બ્લડ શુગર લેવલ નોર્મલ થઇ શકે. 

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેના પર કાબૂ મેળવવા માટે દર્દીએ પોતાની ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે. દુનિયા આખીમાં ડાયાબિટીસની સમસ્યાથી કરોડો લોકો જજૂમી રહ્યા છે. આ બીમારીમાં વ્યક્તિના શરીરમાં ઇન્સુલિનનો સરખી રીતે ઉપયોગ થઈ શકતો નથી જેના કારણે બ્લડ શુગર વધી જાય છે. માટે ડાયાબિટીસના દર્દીઓને દરેક સમયે પોતાના શુગરને કંટ્રોલમાં રાખવાની જરૂરિયાત રહે છે.ખાણીપીણી અને લાઇફસ્ટાઇલમાં નાની અમથી બેદરકારીથી તે વધી જાય છે. પરિસ્થિતી ગંભીર હોય તો આ સ્થિતિ માણસ માટે જીવલેણ થઈ શકે છે. માટે જ ડાયાબિટીસના દર્દીઓને ખાસ કરીને દરેક સમયે પોતાના બ્લડ શુગર પર નજર રાખવી જોઈએ. 

સામાન્ય રીતે 140 mg/dl થી ઓછા બ્લડ શુગરનું સ્તર સામાન્ય ગણવામાં આવે છે. જો તે 200 mg/dl થી ઉપર છે તો તેનો મતલબ કે તમારું શુગર વધેલું છે. પરંતુ જો તે 300 mg/dl થી ઉપર જાય તો ખૂબ જ ખતરનાક થઈ શકે છે. એવામાં તરત જ તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

આ રીતે કાબુમાં રાખો બ્લડ શુગર:- ડાયાબિટીસના દર્દીએ પોતાનું શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માટે દરરોજની ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ કન્ડિશનમાં તમારે ખાંડ અને તેનાથી બનેલા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ. જોકે, માત્ર ખાંડ જ નહીં પરંતુ એવા ઘણા ખાદ્ય પદાર્થો છે જે શરીરમાં બ્લડ શુગરના સ્તરને વધારે છે. માટે જ તમને હાઇ કેલોરી, સેચ્યુરેટેડ ફૈટ, ટ્રાન્સ ફૈટ યુક્ત ફૂડ્સનું પણ ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ.ડાયાબિટીસના દર્દીઓ માટે ખાણીપીણી પર ધ્યાન આપવાની સાથે ફિઝિકલી એક્ટિવ પણ રહેવું જોઈએ. માટે દરરોજ એકસરસાઈઝ કરવી. જો તમે એકસરસાઈઝ ન કરી શકતા હોય તો થોડા સમય માટે સવાર-સાંજ વોક જરૂરથી કરવું જોઈએ. તમે જેટલું એક્ટિવ રહેશો તમારું બ્લડ શુગર એટલું જ કંટ્રોલમાં રહેશે. તમારા ડોક્ટરની સલાહ પર થોડી હલકી-ફૂલકી એકસરસાઈઝ પણ પોતાના રૂટિનમાં સમાવિષ્ટ કરી શકાય છે. 

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે ખાણીપીણીનો મહત્વનો ભાગ હોય છે. આ સ્થિતિમાં તમારે વધુમાં વધુ હેલ્થી ફાઈબર વાળા ફૂડ્સ અને ફળ-શાકભાજીનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરના જણાવેલા ડાયેટનું કડકાઇથી પાલન કરવું જોઈએ.

આ બીમારીમાં સમયસર ભોજન લેવું પણ જરૂરી છે. ભોજન સ્કીપ કરવાથી તમારું બ્લડ શુગર વધી શકે છે. ખાલી પેટ રહેવાથી તમને અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. માટે સમયે-સમયે કઇંક ને કઇંક ખાતું રહેવું જોઈએ. જો તમને ડાયાબિટીસ હોય તો તમારે કોલ્ડડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ. તેના બદલે લીંબુ પાણી, નારિયેળ પાણી અને શાકભાજીના જ્યુસ જેવા હેલ્થી ડ્રિંક પી શકાય છે. તેનાથી તમે હાઈડ્રેટેડ રહો છો અને તમારું બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.ફળોનું જ્યુસ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે વધારે હાનિકારક થઈ શકે છે. ફળોના જ્યુસમાં પણ ઘણી માત્રામાં શર્કરા હોય છે જે બ્લડ શુગરને ઝડપથી વધારે છે. આલ્કોહોલનું સેવન પણ ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે. તે બ્લડ શુગર વધારે છે. તે ખાંડ અને કાર્બ્સથી ભરપૂર હોય છે.

આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને બીયર અને વાઇનનું સેવન ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીસની દવા લઈ રહેલા દર્દીને ડોક્ટર ખાસ કરીને હેવી ડ્રિંક્સથી દૂર રહેવાની સલાહ આપે છે. આમ આ પ્રકારે કાળજી રાખવાથીત મેં ડાયાબીટીસ ને કંટ્રોલ કરી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment