થયો મોટો ખુલાસો: આખરે પીએમ મોદીનું આવું ધારદાર ભાષણ કોણ લખે છે? જાણીને હોંશ ઉડી જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની દમદાર અને રસપ્રદ સ્પીચને લઈને ખુબ જ જાણીતા છે. “મન કી બાત” હોય કે પછી કોઈ બીજો કાર્યક્રમ પીએમ મોદી પોતાનું ભાષણ અચૂક આપે છે. બીજેપીની રેલી અને ચુંટણીની જનસભાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ભીડ ઉમટી પડતી હોય છે. પોતાની સ્પીચમાં નરેન્દ્ર મોદી જે રીતે શબ્દોનો ઉપયોગ કરે છે અને પોતાના અનોખા અંદાજમાં વિપક્ષ પર વ્યંગ કરતા જવાબ આપે છે. તેનાથી મનમાં એવા સવાલ ઉઠે છે કે, આખરે કોણ પ્રધાનમંત્રીનું  આ ભાષણ લખે છે ? શું પીએમ મોદી ખુદ તેને લખે છે અથવા કોઈ બીજું તેને તૈયાર કરે છે ? ભાષણ લખનાર ટીમ કોણ છે ? તેને કેટલા રૂપિયા મળે છે ? તો આજે આ બધા જ સવાલોનો ફોડ અમે તમારી સમક્ષ રજુ કરશું.

સુચના અધિકાર કાનુન (RTI) હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલય(PMO) પાસેથી તેના વિશે જાણકારી માંગવામાં આવી છે. તો ચાલો જાણીએ કે પીએમ મોદીની સ્પીચને લઈને પ્રધાનમંત્રી કાર્યાલયએ શું જવાન આપ્યો.

પીએમ મોદી ખુદ જ કરે છે ફાઈનલ એડીટિંગ : ખરેખર તો અંગ્રેજી વેબસાઈટ “ઇન્ડિયા ટુડે” અનુસાર, પીએમ મોદીના ભાષણો વિશેની જાણકારી માટે પીએમઓ(PMO) માં આરટીઆઈ હેઠળ અરજી દાખલ કરી હતી. તેના જવાબમાં પીએમઓ એ જણાવ્યું કે, પ્રધાનમંત્રી પોતાના ભાષણોને અંતિમ રૂપ ખુદ જ આપે છે. જે પ્રકારની ઇવેન્ટ હોય છે, તે અનુસાર જ પીએમ મોદીને અલગ અલગ વ્યક્તિઓ, અધિકારીઓ, વિભાગો, સંગઠનો વગેરેની જાણકારીઓ આપવામાં આવે છે. આ જાણકારીઓના આધારે અંતિમ રૂપે ભાષણ પીએમ મોદી ખુદ જ તૈયાર કરે છે.

PMO એ આ સવાલો જવાન ન આપ્યો : PMO ને એ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું પ્રધાનમંત્રીનું ભાષણ લખવા માટે કોઈ ટીમ છે ? જો હા, તો તેમાં કેટલા મેમ્બર હોય છે ? તેને કેટલું પેમેન્ટ આપવામાં આવે છે ? જો કે PMO એ આ સવાલોના જવાબ નથી આપ્યા.

મોદીએ 2014 ની ચુંટણીમાં બીજેપીને આપવી પ્રચંડ જીત : નરેન્દ્ર મોદીએ 2014 ની ચુંટણીમાં બીજેપીને પ્રચંડ જીત અપાવી હતી. બીજેપીએ મોદીને આગળ રાખીને લોકસભાની ચુંટણી લડી હતી. પ્રચાર દરમિયાન પીએમ મોદીએ ધૂંવાધાર સભાઓ કરી હતી. તેની આક્રમક શૈલીથી કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો હતો. બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાના મોં માં એક જ નામ હતું “મોદી.”

વાતોથી શ્રોતાને જોડવામાં માહિર : પીએમ મોદીની સૌથી મોટી અને અસાધારણ વાત તેની ભાષણ કરવાની કળા છે અને તે પોતાની આ કળાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાનું જાણે છે. વિકાસ અને અન્ય મુદ્દાઓ પર તે જેટલી સ્પષ્ટતા અને પ્રભાવી રીતે પોતાની વાત રાખે છે કે, કોઈ પણ તૈયારી વગર તેનું ભાષણ લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. દેશના અન્ય નેતાઓની જેમ લખેલું ભાષણ નથી વાંચતા. તેની વિશેષતા છે કે તેઓ પોતાની બોલવાની શૈલીથી કોઈ પણ પ્રકારના શ્રોતા સાથે પોતાનો સંબંધ જોડી દે છે.

આ પૂર્વ પ્રધાનમંત્રી પણ ખુદ જ લખતા હતા પોતાનું ભાષણ : તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી લઈને પીએમ મોદી સુધીના ભાષણ માટે અલગ અલગ સોર્સથી જાણકારી એકત્ર કરવાનું ચલણ છે. પ્રધાનમંત્રીઓની સ્પીચ માટે પાર્ટી, મંત્રીઓ, વિષય, જાણકારો, પ્રધાનમંત્રીની પોતાની ટીમ જાણકારી એકત્ર કરે છે અને પછી તેને અંતિમ રૂપ આપવામાં આવે છે. જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી બાજપેય જેવા કુશળ પ્રવક્તા પોતાનું ભાષણ ખુદ જ તૈયાર કરતા હતા. 

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment