મિત્રો આપણે આમ જોઈએ તો અનેક બીમારીઓ વચ્ચે ઘેરાયેલા છીએ. પણ જો તમે યોગ્ય રીતે પોતાની કાળજી રાખો તો અમુક રોગો સામે તમે સરળતાથી એક રક્ષા કવચ મેળવી શકો છો. આ માટે ખાસ જરૂરી છે કે તમે અમુક ખાદ્ય પદાર્થનું સેવન પોતાની ડાયેટમાં જરૂર સામેલ કરો. તેનાથી તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે.
ખજૂર : દુધની સાથે ખજૂરને ખાવાથી બવાસીર, દુર્બળતાની ફરીયાદ દૂર થઈ શકે છે. શરીરમા રક્ત સંચારની પ્રક્રીયામા પણ સુધાર થઈ શકે છે. ખજુર ખાવાના ઘણા ફાયદાઓ છે. આમા વિટામીન, આયરન, કેલ્શીયમ, ઝીંક અને મૈગ્નીશીયમ ભરપુર માત્રામા મળી આવે છે. દુધ અને ખજુરમા કેલ્શીયમ ભરપુર માત્રામા હોવાથી આ મિશ્રણનુ સેવન કરવાથી દાંત અને હાડકા મજબુત થાય છે. જો તમારું શરીર દુબળુ પાતળુ છે તો દરરોજ આ મિશ્રણનુ સેવન અવશ્ય કરો. આનાથી તમારા શરીરની કમજોરી દુર થઈને શક્તિ મળે છે. દરરોજ ખજૂર ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધે છે. આથી જો તમારા શરીરમાં લોહીની કમી હોય તો ખજૂર જરૂર ખાવો જોઈએ.
અંજીર : અંજીરમા ભરપુર માત્રામા ઝીંક, સલ્ફર અને ક્લોરીન હોય છે. તાજા અંજીરમા વિટામીન એ વધારે પ્રમાણમા મળી આવે છે. તાજા અંજીરની તુલનામાં સુકા અંજીરમા શર્કરા અન ક્ષાર ત્રણ ગણો વધારે મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. એવું નથી કે આનું સેવન માત્ર પુરુષો જ કરી શકે છે પણ તેનું સેવન દરેક લોકો કરી શકે છે. અંજીરનુ સેવન કરવાથી તમે ધણી બીમારીઓથી બચી શકો છો. તમારે સુતા પહેલા અંજીરને ઉકાળીને સેવન કરવું જોઈએ.
મગફળી અથવા સિંગદાણા : તમે શેકેલી કે તળેલી મગફળી ખુબ ખાતા હશો પણ ક્યારેય બાફેલી મગફળી ખાધી છે. જો નથી ખાધી તો જરૂર ખાવ. એ લોકોએ આનુ સેવન અવશ્ય કરે જે વજન ઓછુ કરવાના પ્રયત્નોમા લાગેલા છે. બાફીને ખાવાથી આમા રહેલા પોષક તત્વોના ફાયદા લગભગ 4 ગણા વધી જાય છે.
સૂકવેલી દ્રાક્ષ : સાધારણ દ્રાક્ષ અને સૂકવેલી દ્રાક્ષમાં એટલો ફર્ક છે કે આ બીજ વાળી હોય છે અને નાની દ્રાક્ષથી વધારે ગુણકારી હોય છે. આયુર્વેદમા સુકી દ્રાક્ષને ગળા સંબધીત રોગો માટે શ્રેષ્ઠ ઔષધી માનાવામા આવી છે. આ શરીરની ઈમ્યુનીટી વધારીને શરીરને સંક્રાત્મક બીમારીઓથી બચાવવામા મદદ કરે છે. તેમાં ભરપુર માત્રામા કેલ્શીયમની સાથે ફાઈબર, ફાઈટો ન્યુટ્રીયંટ્સ તેમજ એંન્ટી ઓક્સીડંન્ટ જેવા કે વિટામીન સી તેમજ સેલેનીયમ જેવા પોષક તત્વો હોય છે. આ બધા તત્વો શરીરના બહેતર કામકાજ માટે જરૂરી છે.
કેળા : કેળાનુ સેવન તમારા શરીર માટે ખુબ ફાયદાકારાક રહે છે. ચિકિત્સક પણ કેળાના સેવનની સલાહ આપે છે. તેને ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને તમને ભુખ નથી લાગતી. રાતના સમયમાં કેળાને બાફીને ખાવાથી તમારા શરીરમા થોડા દિવસોમા ફેરફાર નો અનુભવ થાય છે. જો તમને રાત્રે નીંદ ન આવાની સમસ્યા છે તો કેળા ખાવાથી તમને ફાયદો મળશે.
આ સિવાય કેળામાં કેલ્શીયમ ભરપુર માત્રા હોય છે જે શરીરને તાકાત આપે છે. આમ તમે અહી આપેલ ૫ વસ્તુઓનું સેવન કરીને તમારા શરીરને શક્તિ પ્રદાન કરી શકો છો. તેનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી