આજકાલ ઘણા લોકો પગના તળિયામાં થતા દુખાવાથી પરેશાન રહેતા હોય છે. એવામાં તે લોકોને ચાલવામાં અને એક જગ્યાએ ઉભું રહેવામાં મુશ્કેલીઓ અનુભવાતી હોય છે. આજના આ લેખમાં અમે દુખાવાના કારણ અને તેને દુર કરવાના એવા સચોટ ઉપાય જણાવશું જેને અપનાવ્યા બાદ પગના તળીયાનો દુઃખાવો ગાયબ થઇ જશે.
પગના તળિયામાં દુઃખાવો થવાના કારણો:- પ્લાન્ટર ફેસ્કીટીસ પગ સંબંધિત એક બીમારી છે. જેમાં દર્દીના પગના તળિયાના ટીસ્યુઝમાં સોજો આવે છે જેના કારણે પગના તળિયામાં દુઃખાવો થઇ શકે છે. વધારે ચાલવાથી પણ ક્યારેક પગના તળિયામાં દુઃખાવો થવા લાગતો હોય છે. વધારે વજન ઉપાડવાથી ઘણી વખત પગના તળિયામાં સોજો આવી જતો હોય છે. જેના કારણે પગના તળિયામાં દુઃખાવો થઇ શકે છે. ઘણા લોકોને ક્યારેક પગમાં ફેકચર થયું હોય તો તે ફેકચરના કારણે પણ ઘણી વખત પગના તળિયામાં દુઃખાવો થઇ શકે છે.બોટલ મસાજ:- પગના તળીયાના દુખાવામાં રાહત મેળવવા માટે બોટલ મસાજ સૌથી સરળ ઉપાય છે. બોટલ મસાજથી પગના તળીયાનો દુઃખાવો અને તણાવ બંને દુર થશે. બોટલ મસાજ માટે સૌથી પહેલા એક પ્લાસ્ટીકની બોટલમાં પાણી ભરી તેને ફ્રીજરમાં જામવા માટે રાખી દેવી. બોટલની અંદરનું પાણી જામી જાય ત્યાર બાદ બોટલને બહાર કાઢવી. હવે બોટલની ઉપર જામેલા એક્સ્ટ્રા પાણીને નીકળવા દેવું. ત્યાર બાદ ખુરશી અથવા સોફા પર બેસી જવું.
હવે તે બોટલ પગના તળિયાની નીચે દબાવવી. ત્યાર બાદ પગના તળિયાની મદદથી બોટલને આગળ પાછળ કરતા રહેવું. આ મસાજ તમે 10 મિનીટ સુધી કરી શકો છો.બોટલ મસાજ કરવાથી પગના તળિયામાં બ્લડ સર્ક્યુલેશન બરાબર થશે અને માંસપેશીઓની મસાજ પણ જઈ જશે જેના કારણે દુખાવામાં રાહત થશે.કારેલાના પાંદ:- કારેલાના પાંદ પણ પગના તળિયાના દુખાવાને દુર કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. તેના માટે કારેલાના થોડા પાંદ લેવા. તેને સ્વસ્છ પાણીથી ધોઈ લેવા. ત્યાર બાદ તેને પીસીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટ પગના તળિયામાં લગાવીને રાખી મુકવી. તમે પેસ્ટમાં મીઠું અને પાણી ઉમેરીને પણ પેસ્ટ બનાવી શકો છો. તેનાથી દુખાવામાં પણ રાહત થશે.
હળદર:- હળદરનો ઉપયોગ કરી તમે પગના તળિયામાં થતા દુખાવાથી છુટકારો મેળવી શકો છો. જો તમને પગના તળિયામાં દુઃખાવો રહેતો હોય તો તમે હળદરવાળા દૂધનું સેવન કરી શકો છો. આ ઉપરાંત તમે હળદરની પેસ્ટ પણ લગાવી શકો છો. તેના માટે હળદરને નારીયેળના તેલમાં મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટ પગના તળિયામાં લગાવી લેવી. અને ત્યાર બાદ તેના ઉપર કપડું બાંધી દેવું. તમે નારિયેળના તેલની જગ્યાએ સરસોના તેલનો ઉપયોગ પણ કરી શકો છો.હળદરમાં એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણો રહેલા હોય છે જે ઇન્ફેકશન ફેલાવતું અટકાવે છે અને દુઃખાવો પણ દુર કરે છે.એરંડાનું તેલ:- એરંડાના તેલમાં દુખાવાને દુર કરવાના ગુણો રહેલા હોય છે. તેથી તે તમારા પગના તળિયાના દુખાવાને પણ દુર કરવામાં મદદ કરે છે. તેના માટે સૌ પ્રથમ એરંડાના તેલને થોડું ગરમ કરવું. ત્યાર બાદ તેલ પગના તળિયામાં લગાવવું. તેલ લગાવ્યા બાદ તેના પર પટ્ટી બાંધી લેવી.તેનાથી તમને આરામ મળશે.
ગ્રીન ટી:- પગના તળિયાના દુખાવામાં ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. ગ્રીન ટીનું સેવન કરવાથી શરીરની નસોમાં થતા દુખાવામાં રાહત મળે છે. તેના માટે તમે ગ્રીન ટીનું દિવસ દરમિયાન એક થી બે વખત સેવન કરી શકો છો. જો આ સરળ ઉપાય અપનાવ્યા બાદ પણ તમારા પગના તળિયાના દુખાવામાં રાહત ન મળે તો તમારે ડોક્ટર પાસે અવશ્ય જવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી