આજકાલ લોકોની જીવનશૈલી બેઢંગ થઇ ગઈ છે. જેનાથી અનેક બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. તેમાની એક બીમારી છે હાઈ બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશર ભલે નાની સમસ્યા લાગતી હોય પરંતુ હાર્ટ અટેક અને હ્રદય સબંધી બીમારીઓનું મુખ્ય અને પ્રમુખ કારણ હાઈ બ્લડ પ્રેશર છે. તેથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવવું ખુબ જ જરૂરી છે.
સાચા અને યોગ્ય ખોરાકની મદદથી તમે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવી શકો છો. અમુક શાકભાજી અને ફળના રસમાં એવા પોષક તત્વો રહેલા હોય છે જે આપણને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામે લડવાની તાકાત આપે છે. તો આજે અમે તમને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવતા શાકભાજી અને ફળના 5 જ્યુસ વિશે માહિતી આપશું.બીટનું જ્યુસ:- બીટમાં નાઈટ્રેટ નામનું પોષક તત્વ ભરપુર માત્રામાં રહેલું હોય છે. નાઈટ્રેટ રક્ત વાહીકાઓને આરામ આપે છે અને તેની સાથે બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો લાવે છે. જેના કારણે હદયે વધારે મહેનત કરવી પડતી નથી. જેથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ બીટનું જ્યુસ પીવું જોઈએ. તેનાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રહેશે.
ટમેટાનું જ્યુસ:- ભોજનને સ્વાદિષ્ટ અને આકર્ષક બનાવવા માટે ટમેટાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ તે જ ટમેટા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ખુબ જ મદદ કરે છે. ટમેટાનું જ્યુસ હ્રદયને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત ટમેટાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે પણ ખુબ જ અસરકારક સાબિત થાય છે.પાલકનું જ્યુસ:-પાલકમાં રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં ખુબ જ ફાયદાકારક છે.પાલક ભરપુર માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે. હ્રદયને સ્વસ્થ રાખવા માટે પોટેશિયમ ખુબ જ જરૂરી છે. પોટેશિયમ રક્ત વાહિકાઓ અને ધમનીઓમાં તણાવ ઘટાડે છે. પાલકનું જ્યુસ પીવાથી રક્ત પ્રવાહ સારો રહે છે. જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. પાલકના જ્યુસમાં લ્યુટીન નામનું તત્વ રહેલું છે, લ્યુટીન હૃદયની ધમનીઓની દીવારને જાડી અને મોટી થતા અટકાવે છે. તેમજ પાલકનું જ્યુસ હૃદય સબંધી બીમારીઓથી પણ બચાવે છે.
ગાજરનું જ્યુસ:- ગાજરમાં પણ ભરપુર માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે. તેથી તે બ્લડ પ્રેશરના રોગીઓ માટે ગાજરનું જ્યુસ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ગાજરનું જ્યુસ પીવું જોઈએ.તરબુચનું જ્યુસ:- તરબૂચ જેટલું સ્વાદિષ્ટ ફળ છે તેટલું જ સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. ઉનાળામાં તરબૂચનું જ્યુસ શરીરને હાઈડ્રેટ રાખે છે. તેની સાથે સાથે તરબૂચ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત તરબૂચ વજન ઘટાડવા માટે ખુબ જ મદદ કરે છે.
હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો કોઈ પણ જ્યુસનું સેવન કરે છે તો તેમણે ક્યારેય ભૂલથી પણ મીઠું નાખવું જોઈએ નહિ. પરંતુ જો હાઈ બ્લડ પ્રેશર 130/90 mmhg થી વધારે થઇ જાય તો તે સ્થિતિમાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ કોફી, આલ્કોહોલ અને કોઈ પણ મીઠા અને ઠંડા પીણાથી બચવું જોઈએ. કારણ કે આ આ વસ્તુઓ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધારી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી