બીપી ઘટી જાય તો તરત જ ખાઈ લો તમારા ઘરમાં રહેલી આ વસ્તુ, મોંઘી દવાઓ કરતા પણ વધુ ઝડપથી આવી જશે કંટ્રોલમાં…

મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે, ઘણા લોકોને અચાનક જ લો બીપી થઈ જતું હોય છે. જેને કારણે તેને ચક્કર આવવા, અથવા તો હાથ-પગમાં ધુજારીનો અનુભવ થાય છે. પરંતુ લો બીપીને તમે તરત જ નોર્મલ કરી શકો છો. માત્ર થોડા ઘરેલું ઉપાયો અજમાવીને તમને લો બીપીને ફરીથી નોર્મલ કરી શકો છો.

બ્લડ પ્રેશરની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે લોકો હાઈ બ્લડ પ્રેશર વિશે તો ઘણું જાણતા હોય છે. તેમજ લોકોને આજકાલ હાઈ બ્લડ પ્રેશરની બીમારી વધુ જોવા મળી છે. પરંતુ લો બ્લડ પ્રેશર વિશે લોકો ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, દુનિયામાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો લો બીપીની બીમારીથી પીડાતા હોય છે.

તમને જણાવી દઈએ કે, લો બીપીમાં ચક્કર આવવા, આંખ સામે અંધારું છવાઈ જવું, હાથ-પગ ઠંડા પડી જવા તેમજ ખુબ જ પરસેવો આવવો, જેવી સમસ્યાઓ ગમે ત્યારે અને કોઈ પણને થઈ શકે છે. જો અચાનક જ તમારું બ્લડ પ્રેશર લો થઈ જાય તો તો શું કરવું જોઈએ ? આ વિશે આજે આપણે વાત કરીશું. ચાલો તો આ વિશે વધુ વિસ્તારથી જાણી લઈએ.

લીંબુનું પાણી : જો તમારું બીપી અચાનક જ નીચે જઈ રહ્યું છે તો એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નાખીને તેને પીય લો. આ સિવાય તમે ઈચ્છો તો તેમાં થોડું મીઠું અને ખાંડ પણ નાખી શકો છો. તેનાથી તમને તરત જ રાહત મળે છે.

સિંધાલુણ મીઠું : આ વિશે વધુ વાત કરીએ તો જ્યારે તમારું લો બીપી થાય છે ત્યારે સફેદ મીઠું અને ખાંડની જગ્યાએ સિંધાલુણ મીઠું અને મધનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં રહેલ તત્વો તમને લો બીપીમાં તરત જ આરામ આપે છે અને તમારું લો બીપી તરત જ નોર્મલ થઈ જશે.

ગળપણ : જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે તો હંમેશા પોતાની પાસે કોઈને કોઈ સ્વીટ અથવા ગળપણ વાળી ખાદ્ય વસ્તુઓ સાથે રાખો. જેમ કે ચોકલેટ, ગોળ, સાકર, ખાંડ, પીપર વગેરે. જ્યારે પણ તમે એવું અનુભવો છો કે, તમારું બીપી લો થઈ રહ્યું છે તો તરત જ કંઈક ગળ્યું ખાઈ લો.

કોફી : લો બીપીના દર્દી માટે કોફી પણ ખુબ જ અસરકારક સાબિત થાય છે. આથી લો બીપી થાય ત્યારે કોફી પી લો. તેનાથી તમારું બ્લડ પ્રેશર તરત જ નોર્મલ થઈ જશે અને તમને આરામ મળશે.

આયરન યુક્ત ફૂડ્સ : જે લોકોને લો બીપીની સમસ્યા છે, તેમણે પોતાના ભોજનમાં એ વસ્તુઓની માત્રા વધારવી જોઈએ જે રક્તચાપના સંતુલનને બનાવી રાખવામાં મદદ કરે છે. જેમ કે આયરનથી ભરપુર ખાદ્ય પદાર્થ, કેળા, મખના, પૈપયા, વગેરેને ડાયટમાં સામેલ કરી શકાય છે.

તુલસીના પાન : તુલસીમાં એન્ટી ઓક્સીડેન્ટ ઉચ્ચ માત્રામાં રહેલ છે. જેના કારણે તે લો બ્લડ પ્રેશર વાળા લોકો માટે ખુબ  ફાયદાકારક છે. દરરોજ સવારે 5 તુલસીના પાનનું સેવન કરો. જો અચાનક જ બીપી ઘટી જાય તો પણ તુલસીના પાનનું સેવન ખુબ જ અસરકારક માનવામાં આવે છે.

આમ તમે તમારા શરીરમાં લો બીપીની સમસ્યાથી પીડાવ છો તો તેને ઘરે બેઠા તરત જ નોર્મલ કરી શકો છો. તેમજ થોડું તમારા રોજિંદા ડાયટમાં ધ્યાન આપવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment