💆🏼 ઝડપથી વાળ વધારવાની ટીપ્સ:💆🏼
કોણ નથી ઈચ્છતું કે તેના વાળ કાળા, લાંબા અને મુલાયમ ન હોય. વાળ વ્યક્તિની સુંદરતા પર ચાર ચાંદ લગાવે છે. પરંતુ આપણી જીવનશૈલી અને ફાસ્ટફૂડના અતિરેક સેવનથી વાળને નુંકશાન થતું હોય છે. સામાન્ય રીતે એક મહિનામાં વાળની લંબાઈ લગભગ ૧.૨૫ સેમી વધતી હોય છે.
💆🏼પરંતુ વાળની જરૂરી સંભાળ લઇ થોડી વાળ માટે મહેનત કરવામાં આવે તો સામાન્ય અપેક્ષાથી વધારે લાંબા વાળ થઇ શકે છે. તેમજ સ્વસ્થતા જળવાઈ રહે છે. વાળની વ્યવસ્થિત સાળ સંભાળ ન લેવામાં આવે તો તેનો ગ્રોથ અટકી જાય છે.
💆🏼 પર્યાવરણ અને અત્યારના મિલાવટી ખાનપાનના કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. વાળ ઓળતી વખતે ૨ થી ૩ વાળ ખરે તો બરાબર છે. પરંતુ એક સાથે વધારે માત્રામાં વાળા ખરવા લાગે તો તે ગંભીર સમસ્યા કહેવાય.
Image Source :
💆🏼૧] કેવો ખોરાક લેવો જોઈએ:💆🏼
એક્સપર્ટ દ્વારા કહેવાય છે કે વાળને સ્વસ્થ રાખવા માટે સૌથી વધારે જરૂરી છે ખોરાક. તમે જે ખાઓ તેનાથી તમારા વાળને પોષણ મળી રહે તે ખુબ જ જરૂરી છે.
વિટામીન ,ઝીંક, સલ્ફર, વાળા પોષકતત્વો ભોજન તથા રેશા વાળું ભોજન તમારા આહારમાં સમાવેશ કરો. આ ઉપરાંત લગભગ ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું પણ અનિવાર્ય છે.
Image Source :
💆🏼૨] વાળ વધારવા માટે શું કરવું:💆🏼
💆🏼 વાળાના સારા ગ્રોથ માટે અઠવાડિયામાં એક વાર ગરમ તેલથી વાળાના મૂળમાંથી મસાજ અવશ્ય કરવી. આવી રીતે મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે જે વાળ વધારવા તેમજ વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.
💆🏼 દિવસમાં ૨ થી ૩ વખત વાળ ઓળવા. વાળાને ઓળવામાં ન આવે તો વાળ પર તેની વિપરીત અસર પડે છે, વાળ ખારવા લાગે છે તેમજ હેઅર ગ્રોથ અટકી જાય છે.
💆🏼તડકામાં જતી વખતે તમારી ત્વચાની જેમ વાળને પણ તડકાથી બચાવો.
💆🏼 તમારા આહારમાં વિટામીન એ. બી. અને ઈ. થી ભરપુર પોષકતત્વો સામેલ કરો.
💆🏼પુરતી ઊંઘ લો. તે સારા સ્વાસ્થ્યની નિશાની છે. જો તમે ખુદ સ્વસ્થ રહેશો તો હેઅર ગ્રોથ સારો થશે.
💆🏼અઠવાડિયામાં એક વાર વાળમાં હેઅર માસ્કનો પ્રયોગ કરો. તેનાથી વાળને જરૂરી પોષક તત્વો મળી રહેશે. તે વાળ વધારવા માટે જરૂરી છે.
Image Source :
💆🏼 ૩] વાળ વધારવા માટે કઈ વસ્તુ ન કરવી જોઈએ.💆🏼
💆🏼 વાળમાં રોજ શેમ્પુ ન કરો. અઠવાડિયામાં બે વખત વાળ ધોવા જોઈએ. વધારે શેમ્પુના ઉપયોગી વાળ સુકા થઇ જાય છે.
💆🏼 ક્લોરીન તેમજ મીઠા વાળા પાણીથી વાળને બચાવો. સ્વીમીંગ કરતી વખતે કેપ જરૂર પહેરો. પાણી પણ વાળને ડ્રાય કરે છે જેનાથી વાળ ડેમેજની સમસ્યા વધે છે.
💆🏼 વાળનું ટ્રીમીંગ વાળ માટે સ્વાસ્થ્ય વર્ધક છે. પરંતુ તેનાથી વાળ વધે છે તે ખોટું છે. માટે જરૂરરિયાતથી વધારે વાળમાં ટ્રીમીંગ ન કરવું. તેનાથી માત્ર બે મોઢા વાળા વાળ ખત્મ થાય છે.
💆🏼 ભીના વાળ હોય ત્યારે વાળ ઓળવાનું ટાળવું. તેનાથી વાળના મૂળમાં ખેંચાવ આવે અને હેઅર ફોલિકલ પણ નબળું પડે છે. જે હેઅર ગ્રોથ પર અસર કરે છે.
💆🏼તણાવ ક્યારેય ન લેવું. તણાવમાં રહેવાથી તમારા વાળ ક્યારેય પણ નહિ વધે માટે જીંદગીમાં માનસિક તણાવથી દુર રહેવું.
💆🏼 ૪] હેઅર માસ્ક 💆🏼
મિત્રો હેઅર માસ્ક તમે ઘરે પણ બનાવી શકો છો તેની રીતો નીચે પ્રમાણે છે.
💆🏼મેથી – મેથીના દાણા આખી રાત સુધી પાણીમાં પલાળી સવારે તેની પેસ્ટ બનાવી લો તે પેસ્ટ વાળમાં મહેંદીની જેમ લગાવો.
💆🏼 કેળા – કેળાને ક્રશ કરી વાળમાં માસ્કની જેમ લગાવી શકો છો. આ સરળ અને સાદું માસ્ક તમારા વાળ પર જાદુઈ અદ્દભુત અસર કરે છે.
💆🏼 મીઠો લીમડો – મીઠા લીમડાને પહેલા પીસી લો. ચટણી જેવો પીસી લો. વાળની સ્વસ્થતા માટે ખુબ જ ફાયદાકારક છે.
જો તમારી પાસે ઘરે પેક કરવાનો સમય ન હોય તો બજારમાં ઘણા પ્રકારના રેડીમેડ હર્બલ હેઅર પેક તથા માસ્ક મળે છે. તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.
આ ઉપરાંત બીજા તેલ કરતા એરંડિયાનું અને સરસવનું તેલ વાળ વધારવા માટે ખુબ જ સારું નીવડે છે. તેમજ વાળને લાંબા કરવા માટે એરંડિયાના તેલ, આંબળાનો પાવડર અને ઈંડું મિક્સ કરી એક પેસ્ટ બનાવી તેને વાળ ધોતા પહેલા લગાવો.
ગરમ પાણીથી વાળ ન હોવા તેનાથી વાળ નબળા પડે છે તેમજ ડ્રાય થઇ જાય છે. દુધીનો રસ વાળ માટે ખુબ જ અસરકારક છે. સારા વાળ માટે દુધીનો રસ વાળમાં ૩૦ મિનીટ સુધી લગાવી રાખો.
આ રીતે વાળની સંભાળ લઇ તમે તમારા વાળ વધારી શકો છો તેમજ તેનું સ્વાસ્થ્ય સારું બનાવી શકો છો વાળને સાફ રાખો ભરપુર માત્રામાં પાણી પીવો તડકા, ધૂળ તથા પ્રદુષણથી વાળને બચાવો તેમજ ઉપર આપેલ ઘરેલું ઉપચાર અપનાવો અને વાળને લાંબા અને સુંદર બનાવો. Image Source :
-
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google