મિત્રો તમે રસોઈ બનાવવામાં તો હિંગનો ઉપયોગ કરતા જ હશો. હિંગ ભારતીય રસોઈમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. હિંગ માત્ર તેની સુગંધથી જ ઓળખવામાં નથી આવતી, પરંતુ તે ભોજનના સ્વાદને પણ વધારે છે. તેમજ તે પાચન શક્તિ વધારવાનું કામ પણ કરે છે. આથી જ હિંગનું સેવન શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
હિંગની અંદર એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-વાયરલ જેવા ગુણ રહેલા છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે અને શરીરને બીમારીથી પણ બચાવે છે. જો તમને ભોજનમાં હિંગનો સ્વાદ પસંદ નથી તો તમે ચપટી જેટલી હિંગ પાણીમાં મિક્સ કરીને પણ પીય શકો છો, તેનાથી શરીરને ખુબ જ ફાયદો થશે. વજન ઓછો કરવા માટે પણ હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે એક ચપટી જેટલી હિંગ પાણીમાં નાખીને દરરોજ સેવન કરો છો તો તમને ઘણો ફાયદો થશે.હિંગનું પાણી બનાવવાની રીત : હિંગનું પાણી બનાવવા માટે તમારે પહેલા એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે. તેમાં ½ ચમચી જેટલો હિંગનો પાવડર મિક્સ કરવાનો છે. દરરોજ સવારે ખાલી પેટ તેને પીવાનું છે. તેનાથી તમારા શરીરમાં જલ્દી ફેરફાર જોવા મળશે.
હિંગનું પાણી પીવાથી થતા ફાયદાઓ : હિંગનું પાણી તમને ઘણી રીતે ફાયદો કરે છે. તે પાચન શક્તિમાં સુધારો લાવે છે. તેમજ અપચો અને બદહજમીને પણ દૂર કરે છે. આ સિવાય હિંગના પાણીના બીજા ઘણા ફાયદાઓ છે જે નીચે મુજબ છે.માથાનો દુઃખાવો : જેમ કે આપણે અગાઉ વાત કરી કે હિંગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળે છે, જે માથાના દુઃખાવામાં ઘણી રાહત આપે છે. માથાની રક્ત વાહિનીઓમાં સોજાને ઓછો કરે છે, આમ એક ગ્લાસ હિંગનું પાણી પીવાથી માથાનો દુઃખાવો દૂર થઈ જાય છે.
ઠંડી : મિત્રો હિંગની અંદર ઘણા તત્વો રહેલા છે, જે શરીર માટે ખુબ જ સારા છે. આથી જ જો તમે શિયાળામાં હિંગના પાણીનું સેવન કરો છો તો તમને શ્વસન સંબંધી સમસ્યા નથી થતી અને શરદીથી પણ તમે દૂર રહો છો.વજન : હિંગનું પાણી શરીરમાં મેટાબોલિઝ્મને વધારે છે જેના કારણે શરીરમાં વધુ ફેટ જમા નથી થતું. અને તમારું વજન ઘટે છે. તેમજ તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે અને હૃદય રોગોથી બચાવે છે.
પાચન : આ વાત તો તમે જાણો જ છો કે હિંગ પાચન સંબંધી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરમાંથી બધા હાનિકારક વિષાક્ત પદાર્થ બહાર કાઢે છે, જેના કારણે અપચા જેવી સમસ્યા નથી થતી. તેમજ તે પેટના પીએચ સ્તરને પણ સામાન્ય રાખવામાં સહાયક થાય છે.અસ્થામા : હિંગની અંદર એન્ટી-વાયરલ અને એન્ટી-બાયોટીક જેવા ગુણ રહેલા છે. જે અસ્થમા, બ્રોન્કાઈટીસ, કોરી ઉધરસ વગેરેમાં રાહત આપે છે. તે છાતીની જકડન અને કફને દુર કરવામાં પણ મદદ કરે છે. શ્વાસની સમસ્યાથી રાહત મેળવવા માટે હિંગ, સુંઠ, અને થોડું મધને નવશેકા ગરમ પાણીમાં મિક્સ કરીને સેવન કરવું.
કેન્સર : હિંગમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે, જે શરીરની મુક્ત કોશિકાઓને મુક્ત કણોથી બચાવે છે અને કેન્સરથી સુરક્ષા મળે છે. આમ દરરોજ હિંગના પાણીનું સેવન ફાયદાકારક છે.માસિક ધર્મમાં થતો દુઃખાવો : માસિક દરમિયાન પીઠ અને પેટના નીચેના ભાગમાં જે દુઃખાવો થાય છે તેનાથી છુટકારો મેળવવા માટે હિંગ સૌથી સારો ઉપચાર છે. તે બ્લડ થીનરના રૂપમાં કામ કરે છે અને શરીરમાં રક્તના પ્રવાહને વધારે છે. તેનાથી માસિક દરમિયાન થતા દુઃખાવામાં રાહત મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી