આ ત્રણ પ્રકારના પાંદડા ડાયાબિટીસ અને હાઈપર ટેન્શન માટે છે રામબાણ ઈલાજ, આ રીતે કરો તેનું સેવન…

ડાયાબિટીસ અને હાયપર ટેન્શન એક એવી સમસ્યા છે જે શરીરમાં અનેક રોગોને જન્મ આપે છે. તેમાં ખાસ કરીને ડાયાબિટીસ થવાની સંભાવના વધુ રહે છે. પરંતુ જો આયુર્વેદની એક નાનકડી રેસિપી અપનાવવામાં આવે તો તમે આ બંને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકો છો. તો ચાલો જાણીએ કે હાઇપર ટેન્શન અને ડાયાબિટીસને નિયંત્રિત કરવાના ઘરેલુ ઉપાયો.

આજે ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ડાયાબિટીસ અને હાઇપર ટેન્શનના લાખો-કરોડો દર્દીઓ છે. પરંતુ જો તમે ભારતમાં છો તો તમે ખુબ જ ભાગ્યશાળી છો. કારણ કે ભારતમાં કેટલાક આયુર્વેદિક ઉપાયો છે જે તમને આ બીમારીથી રાહત આપવા માટે કાર્યરત છે.આયુર્વેદ લગભગ કેટલીક સદીયોઓથી બીમારીનો ઉપચાર કરવા માટે જાણીતું છે. તેવામાં જો તમને ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની સમસ્યા છે તો તેના માટે તમારે ફક્ત થોડા વૃક્ષો અને છોડના પાંદડાનું ખાલી પેટે સેવન કરવું પડશે. તેનું સેવન કરવાથી તમને આ બંને સમસ્યાથી તો રાહત મળશે, સાથે જ તમે અન્ય કેટલીક સમસ્યાથી પણ બચી જશો. તો ચાલો જાણીએ કે ક્યાં પાંદડાઓ છે કે જે આપણી ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની સમસ્યાને ઓછી કરી શકે છે.

તુલસીના પાંદ : તુલસીના છોડને હિંદુ ધર્મમાં પૂજવામાં આવે છે. આયુર્વેદનાં કહ્યા પ્રમાણે તુલસી સૌથી ગુણકારી ઔષધિઓમાંથી એક છે. તુલસીને જડીબુટ્ટીઓની રાણી પણ કહેવામાં આવે છે. તુલસીમાં એવા કેટલાક ગુણો હોય છે જે આપણને હૃદયરોગની સમસ્યાથી દૂર રાખે છે. અને જો તમને ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની સમસ્યા છે તો તમારે તુલસીના પાંદનું દરરોજ જરૂરથી સેવન કરવું જોઈએ.તમને જણાવી દઈએ કે, તુલસીની અંદર વધારે માત્રામાં મરકરી અને આયરન હોય છે, અને તે ત્યારે જ રિલિઝ થાય છે કે, જ્યારે આપણે તુલસીને ચાવીએ છીએ. તુલસીનો આ ગુણ તમારા દાંત માટે નુકશાનકારી સાબિત થઈ શકે છે. પરંતુ આ સ્થિતિ ત્યારે જ ઉત્પન થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ તુલસીનું વધારે માત્રામાં સેવન કરે. આવી સ્થિતિમાં જો તમે તુલસીના પાંદનું સેવન કરવું હોય તો તમારે પાંદને મીક્ષ્યરમાં પાણીની સાથે પહેલા મિક્સ કરો અને પછી જ તેનું સેવન કરવું.

મીઠો લીમડો : મીઠા લીમડાનાં છોડને પણ કેટલાક લોકો ઘરમાં જ વાવે છે. મીઠા  લીમડાનો ઉપયોગ લોકો શાકભાજીના વઘાર કરવા માટે મોટાભાગે કરે છે, જેથી વાનગીનો સ્વાદ અને સુગંધ બંને વધે. સાથે જ મીઠા લીમડાની અંદર કેટલાક એવા ગુણો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ અસરકારક થઈ શકે છે.જે વ્યક્તિને ડાયાબિટીસ થઈ ગયું છે તેના માટે મીઠા લીમડાનાં પાંદ ખુબ જ ફાયદાકારક છે. જો તેનું દરરોજ સેવન કરવામાં આવે તો ઇન્સ્યુલિનનું ઉત્પાદન થાય છે. આ સિવાય આ પાંદ તમારા બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે.

લીમડાનાં પાંદ : લીમડાનાં દાતણનો ઉપયોગ તો તમે જરૂરથી તમારા દાંતને સાફ કરવા માટે કર્યો જ હશે. આ સિવાય એવું બતાવવામાં આવ્યું છે કે, લીમડાના પાંદનું સેવન કરવાથી જે લોકોને ખીલની સમસ્યા છે તે દૂર થાય છે. પરંતુ શું તમને ખબર છે કે લીમડાના પાંદથી ડાયાબિટીસની સમસ્યાને પણ નિયંત્રણમાં લાવી શકાય છે. જો તમને ડાયાબિટીસ છે તો તમે લીમડાના પાંદનું સેવન કરો. લીમડાના પાંદનું સેવન કરવાથી તમારું બ્લડ શુગર લેવલ ઓછું થાય છે. પરંતુ તમે ધ્યાનમાં રાખજો કે લીમડાના પાંદનું વધારે માત્રામાં સેવન કરવાથી ડાયાબિટીસ ઘટી પણ થઈ જાય છે, જે તમારા માટે સમસ્યા પણ ઊભી કરી શકે છે. માટે તેનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ.આવી સ્થિતિમાં તમારે ડાયાબિટીસની દવાની માત્રા ઘટાડવી પડશે. તેથી જ્યારે પણ તમે લીમડાના પાંદનું સેવન કરો છો ત્યારે નિયમિત રીતે તમારે તમારી તપાસ કરવી પડશે. આ સિવાય લીમડાના પાંદમાં એન્ટિહિસ્ટેમાઈન પણ હોય છે જે રક્તવાહિકાને પાતળું કરી શકે છે. તેના આ ગુણને લીધે જ તે હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં લાવી શકે છે. જો તમને લીમડાના પાંદનું સેવન કરવાથી કોઈ પણ સમસ્યા આવી રહી છે તો તમે લીમડાની કેપ્સુલનું પણ સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment