આ સ્ટોકે એક વર્ષમાં 5 લાખના કરી દીધા 25 લાખ, રોકાણકારોને મળ્યું 410% નું વળતર. જાણો હજુ કેટલા વધશે…

મિત્રો આપણે જોઈએ છીએ કે હમણાં શેરબજાર સતત નવી ઉંચાઈઓ પર છે. જેના કારણે રોકાણકારોને જબરદસ્ત લાભ મળી રહ્યો છે. તો આજે અમે તમને એક સ્ટોક વિશે જણાવશું. જેણે છેલ્લા એક વર્ષમાં રોકાણકારો 410% નું વળતર આપ્યું છે. તો ચાલો જાણીએ એ કંપની વિશે અને શું હજુ પણ રોકાણ કરવા માટે તે સારો વિકલ્પ છે ? ચાલો જાણીએ તેના વિશે વધુ માહિતી…

મિત્રો છેલ્લા એક વર્ષમાં હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન (HGS) ના સ્ટોકે ઉંચી ઉડાન ભરી છે. આ કંપનીનો શેર જૂન 2020 માં 666 રૂપિયા હતો, જે જૂન 2021 માં વધીને 3,397.6 રૂપિયા થયો. આ રીતે આ કંપનીના સ્ટોક પર રોકાણકારોને લગભગ 410% નું વળતર મળ્યું છે.

હિન્દુજા ગ્લોબલ સોલ્યુશનના શેરમાં રોકાણનું વળતર એટલું સારું છે કે, જેમણે પણ એક વર્ષ પહેલા તેમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તેમને હાલ 25.5 લાખ રૂપિયા મળશે. આ સમયગાળા દરમિયાન, સમગ્ર સેન્સેક્સનો ગ્રોથ માત્ર 42% રહ્યો છે.

હવે જો આપણે વાત કરીએ કે, હિન્દુજા ગ્લોબલ સોલ્યુશનનો સ્ટોક હાલમાં રોકાણ કરવા માટે સારો વિકલ્પ છે કે નહીં. તો તમને જણાવી દઈએ કે, ગુરુવાર, 12 ઓગસ્ટ 2021 ના ​​રોજ, વેપારમાં આ કંપનીનો શેર  સતત બીજા સત્રમાં 5% અપર સર્કિટમાં રહ્યો છે. કંપનીનો સ્ટોક છેલ્લા 200 દિવસથી 5 દિવસ સુધી ગ્રીન ઝોનમાં છે.

જૂન 2021 માં હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સને પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 117.02 કરોડ રૂપિયાનો નફો થયો. જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીનો નફો માત્ર 47.94 કરોડ રૂપિયા હતો. જૂન 2020 સુધીમાં કંપનીની ઓપરેટિંગ આવક પણ 25% વધીને 1,550.52 કરોડ રૂપિયા થઈ ગયા છે.

હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સનો શેર અગાઉના દિવસે રૂપિયા 3,235.85 બંધ રહ્યો હતો અને ગુરુવારે, તે શેર 5% ના વધારા સાથે  રૂપિયા.3,397.60 પર ખુલ્યો. તેના કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન(M-Cap) જબરદસ્ત વધ્યું છે અને તે 7,094 કરોડ રૂપિયા છે.

માર્કેટમોજો(Marketmojo) ના હિસાબે, હિન્દુજા ગ્લોબલ સોલ્યુશનની બેલેન્સ શીટ છેલ્લા ચાર ક્વાર્ટરથી નફામાં છે. આવી સ્થિતિમાં, કંપની હજી પણ ઝડપી ગતિએ છે અને તેના શેર પણ સતત તેજીની શ્રેણીમાં છે. એટલે તેમાં જો રોકાણ કરવું હોય તો કરી પણ શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment