પોસ્ટ ઓફિસ હાલ પૈસાનું રોકાણ કરવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. પોસ્ટ ઓફિસ તરફથી ઘણી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા તમે સરળતાથી થોડા જ વર્ષોમાં પોતાના પૈસા બેગણા કરી શકો છો. જો તમે પણ પૈસા ડબલ કરવાની કોઈ સ્કીમની શોધ કરી રહ્યા છો, તો આજે અમે તમને એવી 8 યોજનાઓ વિશે જણાવશું, જેમાં તમારા પૈસા જલ્દી જ બેગણા થઈ જશે.
આ 8 સ્કીમની લીસ્ટમાં પોસ્ટ ઓફિસ ટાઈમ ડીપોઝીટ, પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ, પોસ્ટ ઓફિસ રીકરીંગ ડીપોઝીટ, પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ, પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવીડેંટ ફંડ, પોસ્ટ ઓફિસ સિનીયર સીટીજન્સ સેવિંગ્સ સ્કીમ, પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ ખાતું અને પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સામેલ છે. ચાલો તો તમને જણાવી દઈએ કે, આ સ્કીમમાં તમને બેગણા પૈસા કરવામાં કેટલા વર્ષનો સમય લાગશે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડીપોઝીટ : પૈસા ડબલ કરવા માટે પોસ્ટ ઓફિસની ટાઈમ ડીપોઝીટ બેસ્ટ સ્કીમ છે. તેમાં 1 થી 3 વર્ષ સુધીના ટાઈમ ડીપોઝીટ પર 5.5% વ્યાજ દરનો ફાયદો મળે છે. તેમાં રોકાણ કરવા પર તમારા પૈસા લગભગ 13 વર્ષમાં બેગણા થઈ જશે. જ્યારે 5 વર્ષના ટાઈમમાં ડીપોઝીટ પર 6.7% વ્યાજ મળે છે. તેમાં પૈસા લગભગ 10.75 વર્ષમાં બેગણા થાય છે.
પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ : પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં પૈસા ડબલ થવામાં લગભગ 18 વર્ષનો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે, આ સ્કીમમાં સૌથી વધુ સમય લાગે છે કારણ કે તેમાં વ્યાજનો દર ઓછો છે. ગ્રાહકોને આ સમય તમે 4% ના દરે વ્યાજ મળે છે.
પોસ્ટ ઓફિસ રીકરીંગ ડીપોઝીટ : પોસ્ટ ઓફિસ રીકરીંગ ડીપોઝીટમાં પૈસા લગભગ 12.41 વર્ષમાં ડબલ થાય છે. તેમાં તમારે 5.8% વ્યાજ દરનો ફાયદો મળે છે.
પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ : પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમમાં પૈસા લગભગ 10.91 વર્ષમાં બેગણા થાય છે. તેમાં તમને 6.6% ના દરે વ્યાજ મળે છે.
પોસ્ટ ઓફિસ સિનીયર સીટીજન્સ સેવિંગ્સ સ્કીમ : પોસ્ટ ઓફિસની સિનીયર સીટીજન સેવિંગ સ્કીમમાં લગભગ 9.73 વર્ષમાં બેગણા થાય છે. તેમાં તમને 7.4% ના દરે વ્યાજનો ફાયદો મળે છે.
પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવીડેંટ ફંડ : પોસ્ટ ઓફિસમાં પબ્લિક પ્રોવીડેંટ ફંડમાં 15 વર્ષના રોકાણ પર 7.1% ના વ્યાજ દરે પૈસા મળે છે. અહીં પૈસા ડબલ થવામાં લગભગ 10.14 વર્ષ લાગે છે.
પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ ખાતું : પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ ખાતું સ્કીમમાં સૌથી વધુ 7.6% વ્યાજ મળે છે. બાળકીઓ માટે આ સ્કીમમાં પૈસા ડબલ થવામાં લગભગ 9.47 વર્ષ લાગે છે.
પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ : પોસ્ટ ઓફિસના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8% વ્યાજ મળે છે. 5 વર્ષની બચત યોજનામાં રોકાણ કરવા પર લગભગ 10.59 વર્ષમાં પૈસા ડબલ થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી