💪 માત્ર દસ જ દિવસમાં લોહીની કમીને કરો દુર… 💪
💪 આજે અમે એક એવો ઘરેલું નુસ્ખો લઈને આવ્યા છીએ જે માત્ર 10 દિવસમાં તમારા શરીરમાં ઘટતા લોહીને વધારશે. પરંતુ તેના પહેલા જાણી લઈએ કે શા માટે આપણા શરીરમાં થાય છે લોહીની ઉણપ.
💪 જ્યારે આપણા શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઓછી હોય ત્યારે જ આપણા શરીરમાં લોહીની માત્રા ઓછી હોય છે. જેને આપણે એનેમિયા કહીએ છીએ. આર્યનની કમી હોય તો શરીરમાં હિમોગ્લોબીન નથી બનતું એટલે માટે આપણા ફેફસાને હવા નથી મળતી. જોં આપણા ફેફસાને હવા મળે તો જ શરીરમાં લોહી બનવા લાગે છે. પરંતુ જો આ ક્રિયા પૂર્ણ રીતે ન થતી હોય તો આપણા શરીરમાં લોહીની કમી રહે છે. જેને આપણે એનેમિયા બોલીએ છીએ.💪 હવે તે જાણીએ કે આ બધી સિસ્ટમ ખરાબ થવાનું કારણ શું છે, શરીરમાં શા માટે લોહીની ઉણપ સર્જાય છે? સૌથી પહેલા તો શરીરમાં જો પોષક તત્વોની કમી હોય તો એનેમીયાનો પ્રોબ્લેમ થઇ શકે છે. તેના સિવાય આયરનની કમીના કારણે વિટામીન B 12ની કમીના કારણે, ફોલિક એસિડની કમીના કારણે, સ્મોકિંગ આ બધા તે કારણો જવાબદાર છે જેનાથી આપણા શરીરમાં લોહીબનતું અટકી શકે છે. જેના કારણે આપણે ઘણા બધા પ્રોબ્લેમસનો સામનો કરવો પડે છે. લોહીની શરીરમાં ઉણપ હોય તો તેની નિશાની શું શું હોય છે તે પણ જાણી લઈએ.
💪 જો તમને જલ્દીથી કોઈ કામમાં થાકી જતા હોવ, ત્વચા ફિક્કી પાડવા લાગે, આંખો ફરતા કાળા કુંડાળા પડવા, છાતીમાં અને માથામાં દુઃખાવો થવો, તળિયા અને હથેળી ઠંડી પડી જવી, શરીરમાં તાપમાનની કમી થવી, ચક્કર અને ઉલ્ટી થવી, ગભરાહટ થવી, પીરીયડ્સ દરમિયાન વધારે દુઃખાવો થવો, શ્વાસ ચડી જવો, ધબકારા તેજ થવા, પગ હલાવવાની આદત, વાળ ખરી જવા. આ બધા એવા લક્ષણો છે જે દર્શાવે કે કે તમારા શરીરમાં લોહીની ઉણપ છે. પરંતુ ઉપર જણાવેલા લક્ષણો જો વારંવાર અસર કરતા હોય તો ચોક્કસ તમારા શરીરમાં લોહીની ઉણપ હોય છે.
💪 હવે આપણે જાણી લઈએ એ તેનું નિદાન શું શું છે. કંઈ કંઈ વસ્તુના ઉપયોગથી આપણે આપણા શરીરમાં ઘટતા લોહીની માત્રા પૂરી કરી શકીએ.
💪 સૌથી પહેલા છે દાડમ. એક દાડમ આપણને પૂરી 100 બીમારી સામે લડવાની તાકાત આપે છે. દાડમ આપણને આયરન, કેલ્શિયમ, સોડીયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામીનથી ભરપુર હોય છે. દાડમ શરીરમાં લોહીની ઉણપને ખુબ જ જલ્દી પૂરું કરે છે. એટલે કે ખુબ જ જલ્દી તે આપણા શરીરમાં લોહી બનાવે છે.
💪 બીટ. બીટ આપણા શરીરમાં બ્લડ વધારવા માટે એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે અને છે પણ બીટનું જ્યુસ લગાતાર રોજ પીવામાં આવે તો આપણું બ્લડ એકદમ સાફ રહે છે અને બ્લડની માત્રા પણ નથી ઘટવા દેતું. બીટમાં આયરનના તત્વો અધિક માત્રામાં હોય છે. જેનાથી નવું બ્લડ જલ્દી બનવા લાગે છે.
💪 કેળા. કેળા રહેલું પ્રોટીન, આયરન, ખનીજ શરીરમાં લોહીને વધારવામાં મદદગાર હોય છે.
💪 ગાજર. જો રોજ ગાજરનું જ્યુસ પીવામાં આવે અથવા ગાજર ખાવામાં આવે તો પણ શરીરમાં લોહીની ઉણપને ઘટાડી શકાય છે એટલા માટે ગાજરનું સેવન જરૂર કરવું જોઈએ.
💪 જામફળ. પાકી ગયેલું જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનની કમીને દુર કરે છે અને શરીરમાં હિમોગ્લોબીનની કમી નહીં હોય તો તમારા શરીરમાં લોહી આવશ્યક માત્રામાં જરૂર બનશે.
💪 સફરજન. જો એનેમીયાથી પરેશાન છો તો સફરજન જરૂર ખાવું જોઈએ. સફરજન ખાવાથી પણ હિમોગ્લોબીનની માત્ર વધે છે જેનાથી તમારા શરીરમાં બ્લડ સંતુલિત રહે છે.
💪 દ્રાક્ષ. દ્રાક્ષમાં વિટામીન, પોટેશિયમ, કેલ્શિયમ અને આયરન ભરપુર માત્રામાં હોય છે. દ્રાક્ષમાં વધારે આયરન હોવાથી તે શરીરમાં હિમોગ્લોબીન વધારવા માટે સહાયરૂપ થાય છે. દ્રાક્ષ આપણી ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે.
💪 સંતરા. સંતરા વિટામીન સી સિવાયના ફોસ્ફરસ, કેલ્શિયમ અને પ્રોટીનનું ખુબ જ સારું સ્ત્રોત છે. સંતરા ખાવાથી શરીરમાં ન માત્ર લોહી વધે પરંતુ લોહીને સાફ પણ રાખે છે.
💪 ટમેટા. ટમેટા માત્ર શાકભાજી જ નથી પરંતુ એક પોષ્ટિક અને ગુણકારી ફળ છે. ટમેટામાં ભરપુર માત્રામાં કેલ્શિયમ ફોસ્ફરસ વિટામીન સી હોય છે. ટમેટાનું સૂપ પીવાથી અથવા કાચું ખાવાથી પણ શરીરમાં લોહીની માત્રા વધે.
💪 તેના સિવાય છે લીલાશાકભાજી અને સલાડ. આયરન વધારવા માટે પાલક, મેથી, કોથમીર, ફુદીનો, કોબી, ફ્લાવર, કાકડી આ બધી જ વસ્તુ ખુબ જ ખાવી જોઈએ. શરીરમાં હિમોગ્લોબીન વધારવા માટે વધારેમાં વધારે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. પાલકના પાંદમાં સૌથી વધારે માત્રામાં આયરન મળી આવે છે. જેના કારણે તમારું શરીર સ્વસ્થ રહેશે.
💪 ગોળ. ગોળ એક પ્રાકૃતિક ખનીજ છે જે આયરનનો સ્ત્રોત માનવામાં આવે છે. તે વિટામીનથી ભરપુર હોય છે અને શરીરમાં હિમોગ્લોબીન વધારવા માટે મદદ કરે છે. લગાતાર ગોળ ખાવાથી પેટની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે.
💪 આયરન અને વિટામીન B 12 ની કમીને પૂર્ણ કરવા માટે દૂધનું સેવન પણ કરી શકો છો. જો મિત્રો તમારા ડાયટપ્લાનમાં આ બધી વસ્તુ માંથી એક જ વસ્તુનો સમાવેશ કરો તો તમને જોવા મળેશે કે તમારા શરીરમાં બ્લડની ઉણપ માત્રને માત્ર 10 જ દિવસમાં ગાયબ થઇ જશે.
ઉપર જે તમને ટાઈટલ ફોટોમાં જે બે ઔષધી દેખાય છે તે એક બીટનું જ્યુસ છે અને બીજું સફરજનનું જ્યુસ છે આ બંને લોહી વધારવામાં સૌથી આગળ છે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very helpful