આજનું દુષિત પર્યાવરણ, અનિયમિત ભોજન અને તણાવગ્રસ્ત જિંદગી આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. અને શરીરમાં કેટલાય પ્રકારની બીમારીઓ થાય છે. પરંતુ આ બીમારીઓ સામે લડવા માટે આપણું રસોઈ ઘર જ પૂરતું છે. આપણા રસોડામાં બનાવવામાં આવતા વિવિધ લીલા શાકભાજી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવા શાક માં એક તુરીયા છે જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તુરીયા ઔષધીય ગુણોથી ભરપૂર હોવાથી તેનું સેવાન કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. અને અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.
તુરીયાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી મોટાભાગની સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. તુરીયા ઠંડાં, મધુર, કફ તથા વાયુ કરનાર, પિત્તનો નાશ કરનાર અને અગ્નિને પ્રદીપ્ત કરનાર છે. તુરીયા શ્વાસ, તાવ, ઉધરસ અને કૃમિ જેવી સમસ્યાઓને દૂર કરે છે. તુરીયાનું અથાણું પણ ખૂબ જ સરસ લાગે છે. તુરીયા ની વિવિધ વાનગીઓમાં તેનું શાક બનાવાય, સૂપ બનાવાય અને તેના સૂકા પાંદડા નો પાવડર બનાવીને ખાઈ શકાય છે.તુરીયા ના ફાયદા:- ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારની વિશેષ કાળજી લેવાની હોય છે તેથી તેઓ તુરીયાનું સેવન કરવાથી તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. તુરીયામાં એન્ટી ડાયાબિટીક ગુણો હોવાથી તે બ્લડમાં શુગરના સ્તરને ઘટાડવાનું કામ કરે છે.
કેન્સર જેવી જીવલેણ બીમારીને હંમેશા માટે દૂર કરવા ઈચ્છતા હોવ તો અઠવાડિયામાં એકવાર તુરીયાનું સેવન અવશ્ય કરવું જોઈએ. કારણ કે તુરીયામાં કેન્સર વિરોધી ગુણ હોવાથી તે કેન્સરના કોષોને રોકવામાં મદદ કરે છે. તેના સેવન થી કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે. તુરીયામાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તુરીયામાં કેલેરીનું પ્રમાણ ઓછું હોવાથી તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેથી જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો તુરીયા નું સેવન અવશ્ય કરવું જોઈએ.તુરીયામાં જસતનું પ્રમાણ વધારે હોય છે. જો તેના જ્યુસનું સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. અને શરીરના બેક્ટેરિયા તથા વાયરસને દૂર કરવા અને તેની સામે લડવામાં આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે. તુરીયા ના સેવનથી ત્વચા પણ સ્વસ્થ રહે છે. કબજિયાતની સમસ્યામાં તુરીયાનું સેવન લાભદાયક છે તુરીયામાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો આપે છે.
તૂરિયાંના વેલાનાં મૂળ ગાયના દૂધમાં અથવા ઠંડા પાણીમાં ઘસીને રોજ સવારમાં ત્રણ દિવસ સુધી પીવાથી પથરી મટે છે. તૂરિયાંના વેલાના મૂળને ગાયના માખણમાં અથવા એરંડિયામાં ઘસીને બે-ત્રણ વાર ચોપડવાથી ગરમીને લીધે બગલ કે જાંઘના ખાંચામાં પડતી ચાંદીઓ દૂર કરવા માટે અસરકારક છે.તુરીયા વાયડા હોય છે અને તે કફ કરે છે જો ચોમાસામાં તુરીયાના વધુ પડતા સેવનથી વાયુ દોષ થતા વાર નથી લાગતી. આ પચવામાં ભારે હોય છે તેથી બીમાર વ્યક્તિઓ માટે તુરીયાનું શાક સારું નથી મનાતું. બીમાર ન હોય તેવા માણસો માટે પણ તુરીયાના શાકમાં સારી એવી માત્રામાં લસણ અને તેલવાળું શાક બનાવીને સેવન કરવાથી લાભદાયક મનાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી