જેવી રીતે આપણે આપણા શરીરની સ્વચ્છતા રાખીએ છીએ તેવી રીતે ઘરની સ્વચ્છતા પણ રાખવી અત્યંત જરૂરી છે, કહેવાય છે ને કે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”. એટલે કે ભગવાન પણ ત્યાં જ વાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય. આમ તો ઘરનો ખૂણેખૂણો સાફ કરવો ઘણું કઠિન છે અને મોટાભાગની મહિલાઓની ફરિયાદ રહે છે કે ઘરમાં ગમે તેટલી સાફ-સફાઈ કરીએ તોપણ ઘર વ્યવસ્થિત અને સ્વચ્છ નથી લાગતું, અને સફાઈ કરવામાં સમય પણ વધારે જાય છે. તો આ પ્રશ્નના સમાધાન રૂપે અમે ખૂબ જ સરળ અને ઝડપી ટીપ્સ લઈને આવ્યા છીએ. તો જીવન જરૂરી અને ઉપયોગી આ માહિતીને અંત સુધી વાંચતા રહો.ઘર ઉપયોગી ટીપ્સ:- આપણે શો કેસમાં જે પિત્તળ ની વસ્તુઓ મૂકીએ છીએ તે કાળી પડી જાય છે અને તેને સાફ કરવા માટે તમે વાસણ પર ખાવાનો ગોળ લગાવી દો. ત્યાર બાદ વાસણ ઘસવાનો પાવડર લગાવો અને કોરા કપડાથી લુછવું. આમ કરવાથી વાસણોમાં ચમક આવી જશે અને છ મહિના સુધી તેને ઘસવાની જરૂર નહીં પડે. આમાં પાણીનો ઉપયોગ ન કરવો. કાચના વાસણોને ચા બનાવ્યા બાદ વધેલા કૂચાના પાણીથી સાફ કરવાથી ચમકી ઉઠશે.
જો કપડા પર ફ્રુટના ડાઘ પડ્યા હોય તેને દૂર કરવા માટે પાણીમાં મીઠું નાખીને બોળવા. ત્યારબાદ ડાઘ પર મીઠું નાખીને કપડાને બરાબર ઘસવું. ત્યારબાદ તેની પર ગરમ પાણીની ધાર કરવી. આવી રીતે કોઈ પણ ફ્રુટનો ડાઘ દૂર થઈ જશે.જો કપડા પર ચિંગમ ચોંટી હોય તો તેને ઉખાડવા માટે કપડાને ઊંધું કરીને તેની પર ઇસ્ત્રી કરવાથી તુરંત જ ચિંગમ નીકળી જશે. કપડા પર બોલપેન કે સહીના ડાઘા દૂર કરવા માટે કપડાને દૂધ થી મસળવા. ઈસ્ત્રી પર કાટ ન જામે તેથી હળવી ગરમ હોય ત્યારે તેની પર ઓલીવ ઓઇલ લગાવી દેવું. દિવાલમાં ખીલ્લી નાખતા પહેલા તે જગ્યા પર ગરમ પાણીનું પોતુ ફેરવવું. તેનાથી દિવાલનું પ્લાસ્ટર ઉખડે નહીં.
એલ્યુમિનિયમના વાસણો જેવા કે તપેલા, ડોલ, ડબલા વગેરેમાં કાણું પડી ગયું હોય તો ચિંગમ ચાવીને લગાવી દેવાથી કાણું પુરાઈ જશે. અગરબત્તી ની રાખ થી ચાંદીના વાસણો સાફ કરવાથી એકદમ ચકચકિત થઈ જાય છે. જો પાનના ડાઘા પડ્યા હોય તો બટાકો કે ડુંગળીનો રસ ડાઘ વાળી જગ્યા પર ઘસવું. ત્યારબાદ સાબુ વડે ધોઈ નાખો.બે થી ત્રણ વાર આમ કરવાથી ડાઘો નીકળી જશે. મરચાના પાવડરના ડબ્બામાં હિંગના ગાંગડા મૂકવાથી મરચું આખું વર્ષ સારું રહે છે, અને બગડતું નથી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી