મિત્રો આપણે ત્યાં અનેક ઔષધી અનેક રોગોના ઈલાજના રૂપે કામ કરે છે. તેમજ આયુર્વેદમાં દેશી દવાઓના સેવનથી થતા લાભ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. આ ઔષધી એમ કહી શકાય કે તે પ્રાકૃતિક રૂપે રોગોનો ઈલાજ કરે છે અને શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આથી તેના ઉપયોગ, ગુણધર્મ, તેમજ લાભ વિશે જરૂર જાણી લેવું જોઈએ. આજે અમે તમને આ લેખમાં જેઠીમધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
અન્ય ભાષાઓમાં જેઠીમધના નામોનો અલગ અલગ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે, જેમાં સંસ્કૃતમાં મધુયષ્ટિ, યષ્ટિમધુ, જલ્યાષ્ઠિ, સ્થળયષ્ટિ વગેરે, હિન્દી ભાષામાં મૂળી, મીઠી લાકડી, જેઠીમધ, ગુજરાતી ભાષામાં જેઠીમધ, મરાઠી ભાષામાં જ્યેષ્ઠીમદ, બંગાળી ભાષામાં જેઠીમધુ બાંબે ભાષામાં તેને જ્યેષ્ઠી મધુ, અંગ્રેજીમાં તેના Liquorice, અરબી ભાષામાં તેને અસ્લુંસુસ અને લેટિન ભાષા તેને Glycyrrhiza glabra.જેઠીમધની ઓળખ : જેઠીમધ ગુપ્ત ઔષધ હોય છે. તેના મૂળ લાંબા અને ગોળાકાર હોય છે. તેના પાન નાના અને ગોળાકાર હોય છે. તેમાં ટૂંકી અને ઝીણી શીંગો આવે છે. તેના ફૂલ લાલ રંગના હોય છે. તેના મૂળનો ઉપયોગ દવામાં કરવામાં આવે છે. તેના મૂળ પીળા રંગના અને ખાટા હોય છે. તેનો સ્વાદ મીઠો, થોડો તૂરો અને કડવો હોય છે. તેની સુગંધ સારી નથી હોતી. જેઠીમધ બે પ્રકારના હોય છે. એક પાણીમાં થાય છે અને બીજા જમીન પર થાય છે.
ગુણદોષ અને પ્રભાવ : જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે. તે કેલ્શિયમ, ગ્લીસરાઈઝિક એસિડ, એન્ટી ઓક્સીડેન્ટ, પ્રોટીન અને ચરબી જેવા ગુણોનો ખજાનો છે. તેનો ઉપયોગ નેત્ર રોગ, મુખનો રોગ, ગળાના રોગ, ઉદરના રોગ, શ્વાસની તકલીફ, હૃદય રોગ માટે અનેક વર્ષોથી થતો આવ્યો છે. તે કફ, વાયુ, અને પિત્ત એમ ત્રણેય દોષને શાંત કરીને બીમારીનો ઈલાજ કરે છે.જેઠીમધ 5 થી 6 ફૂટ ઊંચા છોડ આપણે ત્યાં પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં ખેતી કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે આ જેઠીમધ મધુર અને કડવું, શીતળ, રુચિકર, પચવામાં ભારે, બળવર્ધક, વીર્યવર્ધક, રસાયણ તથા વર્ણ અને સ્વરને સુધારનાર છે. તે વાયુ અને પિત્ત દોષ, રક્તસ્ત્રાવ, ઘા, ઊલટી, ચામડીના રોગો, સુકી ઉધરસ, અને પ્રદર રોગોનો નાશ કરે છે. મહર્ષિ સુશ્રુતાએ તેને માનવ જીવનની મુખ્ય ઔષધી તરીકે જણાવી છે. તેને મનુષ્યની જીવન શક્તિને સારી રાખવામાં અને વધારો કરવામાં જેઠીમધ ઉપયોગી છે. પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ અને રોમમાં પણ આ છોડનો ઉપયોગ ખુબ જ પ્રાચીન સમયથી મહત્વપૂર્ણ દવા તરીકે થતો આવ્યો હતો. આ અન્ય દવાઓ સાથે જોડાઈ લોહીના વિકાસને દુર કરવાના કામમાં વપરાય છે.
જો કે આ વનસ્પતિ પેશાવર, ચિનાવ નદીના પૂર્વીય ભાગ અને વર્મામાં પણ ઉદ્દભવે છે. તેના મૂળ અહિયાં ખાસ કરીને એશિયા, માઇનોર, તુર્કી,અને સાઈબીરિયાથી આવે છે. આ પ્લાન્ટના વિશે શોધતા લોકોએ કહ્યું છે કે, આ છોડના વિશેની માહિતીમાં જેમ જેમ વધારો થશે તેમ તેમ વનસ્પતિશાસ્ત્રના ઔષધી ક્ષેત્રે વધુને વધુ મહત્વપૂર્ણ સ્થાન મળશે. આધુનિક ઔષધી ક્ષેત્રમાં આ છોડનો ઉપયોગ પેશાબની નળીને લગતી બીમારીઓ દુર કરવામાં થાય છે. તો ચાલો જાણીએ તેના ઉપયગ વિશે.યુરોપમાં મધ્યકાળમાં આ વનસ્પતિનો ખુબ જ ઉપયોગ કરવામાં આવતો હતો. આ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે આજે પણ આ વનસ્પતિ ચિકિત્સા જગતમાં પોતાની મહત્વતા તે જ રીતે સુરક્ષિત રાખી રહી છે.
બળતરા : શરીરના કોઈ પણ ભાગમાં બળતરા થતી હોય તો શતાવરી, જેઠીમધ અને સાકરનું સમભાગે બનાવેલું ચૂર્ણ એક એક ચમચી જેટલું સવારે અને બપોરે અને રાત્રે લેવું. ઉપર એક કપ દૂધ પીવું. છાતીમાં, હોજરીમાં, આંખોમાં, મળમાર્ગમાં, યોનીમાં, મૂત્રમાર્ગમાં બળતરા થતી હોય,પગના તળિયે બળતરા થતી હોય તો આ ઉપચાર ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.ગળાના રોગ : જેઠીમધનું સેવન કરવાથી ગળા સંબંધિત રોગો જેમ કે ગાળાની ખરાશ, ઉધરસથી છુટકારો મળે છે. અવાજ : જો અવાજ બેસી ગયો હોય તો જેઠીમધના મૂળને થોડા સમય માટે ચૂસવાથી કફ શાંત થાય છે અને અવાજ ચમકતો થાય છે.
શ્વસન રોગો : જેઠીમધનો ઉકાળો બનાવીને પીવાથી શ્વાસ નળીઓ સાફ થઇ જાય છે, અને તેને લગતા રોગો પણ દુર થાય છે. ક્ષારીય તત્વો દુર કરવા : દુખાવો દુર કરવા અને પેટની અંદર ક્ષારીય તત્વો ભેગા થવાથી બીમારી થવાના લક્ષણો ઉત્પન્ન થાય છે તેને દુર કરવા માટે જેઠીમધ સારી રીતે કામ કરે છે.
મોઢાંમાં પડેલા ચાંદા : જેઠીમધના મૂળને મોઢામાં રાખીને ચૂસવાથી મોઢામાં પડેલા ચાંદા દુર થાય છે. ઔષધિઓ : જેથીમધ માંથી તૈયાર કરવામાં આવેલી દવાઓ એક મૃદુ વિરેચક પદાર્થની જેમ લોકપ્રિય છે. તેનું શરબત, મીઠી ટીકડી અને લાંબી બતિના રૂપમાં ઉધરસ અને ગળાની તકલીફો દુર કરવામાં ઉપયોગ થાય છે.
સાપનું ઝેર : મહર્ષિ ચરક અને સુશ્રુત મુજબ તેના મૂળ અન્ય વનસ્પતિ સાથે ભળી જાય છે અને તેનો ઉપયોગ સાપના ઝેરને દુર કરવા માટે કરવામાં આવે છે.આંખોની લાલાશ : જેઠીમધને પાણીમાં પલાળી તેમાં રૂ નો ટુકડો ભીનો કરી આંખો પર બાંધવાથી આંખોની લાલાશ દુર થાય છે.હેડકી : જેઠીમધના ચૂર્ણને મધ સાથે ચાટવાથી હેડકી બંદ થાય છે.
ઉલ્ટી : જેઠીમધના ઉકાળામાં ૩ ગ્રામ રાઈનું ચૂર્ણ નાખીને પીવાથી ઉલ્ટી થાય છે. અને ઉલ્ટીથી ઝેર, ઉધરસ અને અપચોમાં પણ લાભ થાય છે.
પિત્ત પ્રદર : 10 ગ્રામ જેઠીમધને પીસીને 40 ગ્રામ ખાંડ સાથે મિક્સ કરીને ચોખાના દ્રાવણ સાથે ખાવાથી પિત્ત પ્રદરમાં રાહત મળે છે. કડવાહટ :- કડવી અને તુરી ઔષધિઓ જેમ કે સનાય, એલવા, એનિમિયા, ક્લોરાઈડ, વગેરે વસ્તુઓ ને ખાવાથી મોઢામાં દુર્ગંધ પેદા થાય છે તેમજ મોં માં કડવાહટને દુર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉરક્ષત : જેઠીમધ અને ગંગરનની જડની છાલનો ઉકાળો બનાવીને તેમાં પીપરીમૂળ અને વંશલોચનનું ચૂર્ણ નાખીને ખાવાથી ક્ષય અને ઉરક્ષતમાં લાભ થાય છે.ઉધરસ : આ વનસ્પતિ ઉધરસ, છાતીની તકલીફ માટે એક મહત્વની ઔષધી છે. આ વનસ્પતિ હજારો વર્ષો પહેલાથી ચિકિત્સા શાસ્ત્રમાં એક લોકપ્રિય ઔષધી રહી છે. ઉધરસ થવા પર તેની જડ ચૂસવાથી આશ્ચર્યજનક ફાયદા થાય છે. અપસ્માર :- બટેટાના ગર્ભમાં જેઠીમધ મિક્સ કરીને ખાવાથી અપસ્મારમાં લાભ થાય છે.
ત્રિદોષ : આદુ અને તુલસીના રસમાં જેઠીમધ મિક્સ કરીને તેમાં મધ નાખીને ખાવાથી ત્રિદોષમાં લાભ થાય છે. હૃદય રોગ :- જેઠીમધ અને કુટકીના સમાન ભાગમાં ચૂર્ણ કરીને ગરમા પાણીની સાથે લેવાથી હૃદય રોગમાં લાભ થાય છે.
શારીરિક સંબંધો : જેઠીમધની અંદર કામોત્તેજક ગુણ પણ રહેલા છે. જે તમારી કામની ઉત્તેજનાને વધારે છે. જેઠીમધને અડધી ચમચી અથવા તેનાથી ઓછી માત્રામાં દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધ સાથે મિક્સ કરીને પીવાથી શીઘ્રપતન, વીર્યની નબળાઈ, માનસિક નબળાઈ, ચીડચીડાપન, વીર્યમાં શુક્રાણુની કમી, સ્વપ્નદોષ, જેવી સમસ્યાઓમાં ખુબ જ લાભ આપે છે. આયુર્વેદ અનુસાર તેની જડનું ચૂર્ણની માત્રા 3 થી 6 ગ્રામ સુધી બતાવવામાં આવી છે. એટલે કે નાની અડધી ચમચી થી એક ચમચી તમે લઈ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી