મિત્રો તમે જાણો છો કે કેન્સર એક એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી. આથી તમારે કેન્સરથી બચવા માટે પોતાના ખોરાકમાં જ ધ્યાન રાખવું પડે છે. જો તમે થોડી પણ બેદરકારી કરશો તો આ કેન્સરનું જોખમ વધી શકે છે. આજે અમે તમને એવા 5 ફૂડ્સ વિશે જણાવીશું જે તમને આવી ગંભીર બીમારી પ્રત્યે સાવધાન રહેવાનું કહે છે.
રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 2019 માં 8.37 લાખ લોકોનું મૃત્યુ કેન્સરથી થયું હતું. 2019 માં દેશમાં 16 લાખથી વધુ લોકો કેન્સરના ત્રીજા સ્ટેપમાં હતા. વર્ષ 2020 માં કોરોનાને કારણે આ સમસ્યામાં વધુ વધારો થયો.ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના નિષ્ણાંતો કહે છે કે, દર વર્ષે 18 વર્ષથી ઓછી ઉંમરના 60 હજાર બાળકો કેન્સરનો શિકાર બને છે. છેલ્લા 6 મહિનામાં તેમની સારવારમાં 50 % સુધીનો ઘટાડો થયો છે. કારણ હતું કોરોનાની બીક, આ હતી કેન્સરના કેસ વિશેની વાત, હવે જાણો કે તેને કેવી રીતે ટાળવું.
ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના કેન્સર નિષ્ણાંત કહે છે, આપણા ખોટા આહારથી પણ કેન્સરનું જોખમ વધી જાય છે. ખોરાકમાં અમુક પ્રકારની ચીજોને દુર કરીને તમે ભય ઘટાડી શકો છો. વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. કેન્સર ડે ની શ્રેણીમાં કેન્સરનું જોખમ વધારતી 5 એવી વસ્તુ વિશે જાણીએ.પ્રોસેસિંગ માંસ : માંસની પ્રક્રિયા દ્વારા તેને લાંબા સમય સુધી ખાવા લાયક બનાવવામાં આવે છે. તેના માટે માંસમાં ઘણા સ્વાદ અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે કોલોન કેન્સરનું જોખમ વધારે થાય છે. નિષ્ણાંતો કહે છે કે, જો તમે ખોરાકમાં આવું ખાવાનું ઓછું કરો છો, તો કેન્સરનું જોખમ ઘટે છે. આં સિવાય વધારે મીઠા વાળા ખોરાક ખાવાથી પણ કેન્સર થવાની શક્યતા રહે છે. એટલા માટે વધારે મીઠા વાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
મેંદો : આ એવી વસ્તુ છે જે ઘરમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકોને ખબર હશે કે તેને તૈયાર કરવામાં ફૂગને નાશ કરનાર ફંગીસાઈડ અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહિ મેંદાને સફેદ રાખવા માટે ક્લોરિન ઓક્સાઈડ મિક્સ કરવામાં આવે છે. આ તમામ કેમિકલ કેન્સરનું જોખમ વધારે છે. આ એક ખતરનાક કેમિકલ છે. જે આપણા શરીરમાં પ્રવેશતા આપણા સ્વાદુપિંડની અંદર રહેલા બીટા સેલ્સનો નાશ કરે છે, સ્વાદિષ્ટ અને ઝડપથી મળી જતી વસ્તુઓ જીભનો સ્વાદ તો જાળવે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોય છે. કારણ કે આ વસ્તુઓમાં મેંદાનો લોટનો ઉપયોગ કરવામાં આવે છે. મેંદાના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય તો ખરાબ થાય જ છે સાથે શરીર પણ સ્થૂળ થઇ જાય છે.કોલ્ડડ્રીંક્સ : તેમાં વધારે પ્રમાણમાં શુગર હોય છે તેથી વજન વધવાની સાથે શરીરમાં સોજો પણ આવે છે. તે ઉપરાંત તેમાં ઘણા પ્રકારના કેમિકલ અને આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે જે કેન્સરનું જોખમ વધારે છે.
હાઈડ્રોજીનેટેડ તેલ : વનસ્પતિ તેલમાં સામાન્ય રીતે હાઈડ્રોજીનેટેડ તેલ મિક્સ કરવામાં આવે છે. તેનું કેન્સરની સાથે ડાયરેક્ટ કનેક્શન છે. તેમાં ટ્રાન્સ- ફેકટ્સની માત્રા વધારે હોય છે. તે ચરબી વધારે છે અને બીમારી સામે લડવાની ક્ષમતા ઘટાડે છે. ઘણા સંશોધનમાં સાબિત થયું છે કે ચરબીથી કેન્સરનું જોખમ વધે છે.માઈક્રોવેવ પોપકોર્ન : આ એવા પોપકોર્ન હોય છે જે કેમિકલ વાળા પેકેટમાં આવે છે. તેને માઈક્રોવેવમાં તૈયાર કરવામાં આવે છે. તેને જે બેગમાં રાખવામાં આવે છે તેમાં પર્ફ્લોરો ઓક્ટેનાયક એસિડ હોય છે. જે લિવર, કિડની અને ટેસ્ટીસના કેન્સરનું જોખમ વધારે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર આ કેમિકલ મહિલાઓની ફર્ટીલીટી પર ખરાબ અસર પહોંચાડે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી