મિત્રો આપણે જાણીએ છીએ તેમ હાલ જામફળ બજારમાં જોવા મળે છે. તેના સેવનથી તમારા શરીરને અનેક ફાયદાઓ મળે છે. પણ આજે આપણે વાત કરીશું જામફળના બીજ થી થતા કેટલાક ફાયદાઓ વિશે જાણીશું. ઔષધી રૂપે પણ જામફળના બીજ ખુબ જ ઉપયોગી છે. તેના સેવનથી તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. શરીરની અનેક બીમારીઓ સામે પણ જામફળના બીજ ખુબ જ ફાયદાકારક છે.
જામફળ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે, તેના ફાયદા પણ તેટલા જ હોય છે. શિયાળામાં તડકામાં બેસીને જામફળનું સેવન કરવાનું પોતાની અલગ જ મજા હોય છે. જામફળમાં ઘણા પોષકતત્વો જોવા મળે છે જે સ્વાસ્થ્ય અને ત્વચા માટે લાભદાયી હોય છે. જામફળના ફળમાં મુલાયમ અને રસદાર નાના-નાના બીજ હોય છે. મોટા ભાગના લોકોને જામફળના બીજ ખાવા પસંદ હોતા નથી. માટે તેઓ તેને કાઢીને ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, માત્ર જામફળ જ નહીં પરંતુ તેના બીજ પણ ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે. હા, જામફળના બીજ ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે.જામફળના બીજામાં પ્રોટીન, વિટામિન, ફાઈબર, પોટેશિયમ અને મિનરલ્સ જેવા ઘણા પોષકતત્વો જોવા મળે છે. જામફળની સાથે સાથે તેના બીજનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. જામફળના બીજ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં પણ ફાયદાકારક હોય છે. તો ચાલો વિસ્તારથી જાણીએ જામફળના બીજના ફાયદાઓ વિષે-
જામફળના બીજના ફાયદા:-
1) પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે:- પાચન તંત્રને મજબુત બનાવવા માટે પણ જામફળના બીજ ખુબ જ ઉપયોગી છે. જામફળના બીજનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. વાસ્તવમાં, તેના બીજમાં ઘણી માત્રામાં ફાઈબર રહેલ હોય છે, જે પાચનક્રિયામાં સુધારો કરે છે. જામફળના બીજનું સેવન કરવાથી મળ ત્યાગમાં સરળતા થાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેની સાથે જ જામફળના બીજને સીધા જ ગળી જવાથી એસિડિટીની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.2) વજન ઘટાડવામાં મદદરૂપ:- જો તમેં વજન ઓછુ કરવા માંગતા હો તો તમે જામફળના બીજનું સેવન કરી શકો છો. જામફળના બીજનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. જામફળમાં કોલેસ્ટ્રોલની માત્રા જરા પણ હોતી નથી. તેના બીજમાં ફાઈબરની માત્રા ખૂબ વધારે હોય છે. જામફળના બીજનું સેવન કરવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેડ ઘટે છે અને વજન ઘટાડવામાં સરળતા રહે છે. તેમાં રહેલ વિટામિન અને મિનરલ્સથી પેટ ભરાયેલું લાગે છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો, જામફળના બીજનું સેવન જરૂરથી કરવું જોઈએ.
3) બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે:- બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે જામફળના બીજ ખાઈ શકાય છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓને જામફળના બીજનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તવમાં, જામફળના બીજામાં પોટેશિયમ રહેલું હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. જામફળના બીજ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને હાઇ બીપીની સમસ્યામાં પણ રાહત મળે છે.4) ડાયાબિટીસમાં ફાયદાકારક:- ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળના બીજનું સેવન ફાયદાકારક હોય છે. તેમાં ડાયેટરી પ્રોટીન વધારે માત્રામાં જોવા મળે છે. જે શુગર અને શુગર કમ્પાઉન્ડને તોડવામાં મદદ કરે છે. તે મીઠા ખાદ્ય પદાર્થોને સરળતાથી પચાવે છે. જામફળના બીજ શરીરમાં ઇન્સુલિન લેવલને ઘટાડે છે. જેનાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે.
જામફળના બીજનું સેવન કેવી રીતે કરવું:- તમે જામફળનું ફળ ખાતા સમયે તેના બીજને ચાવીને ખાઈ શકો છો. તે સિવાય, તમે આ બીજને પીસીને જામફળના જ્યુસ કે સ્મૂદીના રૂપમાં સેવન કરી શકો છો. તેની સાથે જ તમે આઇસ્ક્રીમ કે ફ્રૂટ સલાડ બનાવતા સમયે પણ તેનો ઉપયોગ કરી શકો છો. આમ તમે જામફળના બીજનું સેવન કરીને તમારું સ્વાસ્થ્ય સારું રાખી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી