શિયાળામાં મફતના ભાવે મળતી આ એક વસ્તુનું સેવન મટાડી દેશે બ્લડ પ્રેશર, એસીડીટી, એનીમિયા, હૃદય સહિત શરદી-ઉધરસની સમસ્યામાં…

શિયાળાની ઋતુ ઘણા બધા મોસમી શાકભાજી લઈને આવે છે. શિયાળાની ઋતુમાં લીલી શાકભાજી અને દરેક પ્રકારની ભાજી ખાવા મળે છે, તેમાં શિયાળામાં મળતી એક શાકભાજી છે મૂળો. મૂળાને આપણે સલાડ, શાકભાજી, અથાણું અને પરાઠાના રૂપમાં ખાઈ શકીએ છીએ. મૂળો ઘણા બધા લોકોને પસંદ હોતો નથી અને તે એટલા માટે લોકો વધુ ખાતા નથી કારણ કે તેના ઓડકાર ખાવાથી ખૂબ જ ખરાબ સ્મેલ આવે છે. 

મૂળાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. કારણ કે મૂળામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન સી સિવાય આયર્ન પણ ખૂબ જ માત્રામાં જોવા મળે છે. મૂળામાં જોવા મળતા તત્વો ઘણી બીમારીઓથી આપણને બચાવવામાં મદદગાર સાબિત થઇ શકે છે. શિયાળાની ઋતુમાં મૂળાનું સેવન શરીરને હાઈડ્રેટ રાખે છે. તો આવો અમે તમને મૂળાના ફાયદા વિશે જણાવીએ.

શિયાળામાં મૂળા ખાવાના ફાયદા : 1) બ્લડપ્રેશર : ઘણી બધી શોધમાં જાણવા મળ્યું છે કે મૂળા આપણી બ્લડપ્રેશરની સમસ્યાને ઓછી કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. મૂળા આપણા શરીરને પોટેશિયમ પ્રદાન કરે છે, જેનાથી બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરી શકાય છે.

2) હૃદય : શિયાળામાં મૂળાનું સેવન આપણા હૃદય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. મૂળામાં એન્ટિ-ઓક્સીડેન્ટ અને એન્ટિ-એનથાઇમ જોવા મળે છે જે આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમ મૂળાનું સેવન કરવાથી હૃદયથી જોડાયેલી દરેક સમસ્યાઓને દૂર કરી શકાય છે.

3) રોગ પ્રતિકારક શક્તિ : શિયાળામાં આપણી રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઈ જાય છે અને તેવી પરિસ્થિતિમાં આપણે મૂળાનું સેવન કરીએ તો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મૂળામાં વીટામીન એ, સી, બી 6, પોટેશિયમ અને અન્ય મિનરલ્સ તત્વો જોવા મળે છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે.

4) શરદી ખાસી : શિયાળાની ઋતુમાં શરદી અને ખાંસી લગભગ આપણને ખુબ જ હેરાન કરે છે. ગમે તેવી પરિસ્થિતિમાં જો તમે મૂળાનું સેવન કરો છો તો તમને શરદી અને ખાંસીમાં ખૂબ જ સુધારો જોવા મળે છે. તેનાથી બચવા માટે તમે મૂળાને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. મૂળામાં એન્ટી કંજેસ્ટીવ ગુણ જોવા મળે છે જે ખાંસી ઓછી કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે.

5) એસીડીટી : જો તમે એસિડિટીથી પરેશાન છો તો તમે કાચા મૂળાનું સેવન કરી શકો છો. કાચા મૂળામાં ફાઈબરની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે એસિડિટીથી છુટકારો મેળવવા માટે મદદરૂપ સાબિત થાય છે.

6) એનિમિયા : જો તમે એનિમિયાની બીમારીથી પરેશાન છો તો તમે મૂળાનાં પાનને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. લોહીની ઊણપને દૂર કરવા માટે તમે મૂળાના પાનનો રસ કાઢીને તેનું સેવન કરી શકો છો તેનાથી તમારા શરીરમાં લોહી વધશે.

7) હાયડ્રેટ : મૂળો આપણા શરીરને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે. મૂળામાં પ્રાકૃતિક રૂપથી પાણી વધારે જોવા મળે છે જેના કારણે મૂળા આપણા શરીરને હાયડ્રેટ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment