નુટ્રીશન એક્સપર્ટ અનુસાર શિયાળામાં સ્વસ્થ રીતે વજન ઓછું કરવામાં અમુક ખાદ્ય પદાર્થ તમારી ખૂબ જ મદદ કરી શકે છે. તેને તમારા આહારમાં જરૂરથી સામેલ કરવા જોઇએ.
વાતાવરણની અસર હંમેશા આપણા શરીર ઉપર ખૂબ જ જલ્દી પડી જાય છે. તેમજ બદલાતા વાતાવરણની સાથે જ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. ગરમી બાદ શિયાળાની ઋતુમાં આપણે આપણા શરીરને બહારથી સુરક્ષિત રાખવાનો વિચારીએ છીએ, જેથી આપણે બીમાર ન પડીએ, પરંતુ વિશેષજ્ઞ ઋતુમાં બદલાવની સાથે સાથે પોતાના આંતરિક સ્વાસ્થયની દેખભાળ રાખવાનુ પણ ખુબ જ જરૂરી માને છે.
ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે, આપણા ડાયટમાં બદલાવ કરીને આપણા આંતરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ સલાહ એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં વજન ઘટાડવા માટે કંઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.
1 ) વજન ઓછું કરવા માટે જામફળ : જામફળ શિયાળામાં સૌથી વધુ મળતા ફળો માંથી એક છે. વિશેષજ્ઞ ઠંડીના દિવસોમાં વજન ઓછું કરવાની સલાહ આપે છે. તેથી તમારે જામફળને પોતાના આહારમાં સામેલ કરવું જોઈએ. જામફળ ખાવાથી શરીરમાં દરરોજ 12 ટકા ફાઈબરની ઉણપને પૂરી કરી શકાય છે. તે આપણા પાચનતંત્રને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. તમને જણાવી દઈએ કે યોગ્ય મેટાબોલિઝમ માટે સારું પાચન ખૂબ જ જરૂરી છે. પાચન સારું રહે તો વજન ઓછું કરવામાં સમય લાગશે નહીં.
2 ) તજનું સેવન : આ મસાલો ચમત્કારિક સ્વરૂપથી તીવ્રતાથી એક અથવા બે પાઉન્ડ વજન ઓછું કરી શકે છે. તજની તાસીર ગરમ હોય છે. અને શિયાળામાં તે શરીરને ગરમી આપવાનું કામ કરે છે. પ્રાકૃતિક રૂપથી મેટાબોલિઝમને સુધારવા માટે તજ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જનરલ ઓફ સાયન્સ એન્ડ વિટામિનોલોજી માં આપેલ એક સ્ટડી અનુસાર તજમાં સિનસામાલ્ડીહાઇડની ઉપસ્થિતિ ફેટી વિસરલ ટીશયુંના ચયાપચયને ઉત્તેજિત કરે છે, જેનાથી મેદસ્વિતા ખૂબ જ તીવ્રતાથી ઓછી થઈ જાય છે.
3 ) ગાજરનું સેવન : વિશેષજ્ઞ શિયાળામાં વજન ઓછું કરવાની સલાહ આપે છે, અને જે વજન ઓછું કરી રહ્યા છે તેમને ગાજર ખાવાની પણ સલાહ આપે છે. ગાજર ફાઈબરથી ભરપૂર હોય છે અને તેને પચવામાં પણ વધુ સમય લાગે છે, જેનાથી આપણું પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. જેનાથી તમે સંપૂર્ણ રીતે ભરેલું મહેસૂસ કરશો તો તમે સ્વાભાવિક રૂપથી વધુ ખાવાથી દૂર રહેશો અને તેમાં સૌથી સારી વાત એ છે કે ગાજરમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે તેથી તમે ઈચ્છો તો તેને કાચું પણ ખાઈ શકો છો. અથવા તમે તેને સ્મુધી, સલાડ અને સૂપમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. સ્વસ્થ રીતે વજન ઓછું કરવા માટે ગાજરના જ્યુસનું સેવન પણ ફાયદાકારક છે. તેના સેવનથી આપણા શરીરને પર્યાપ્ત માત્રામાં પોષકતત્વો મળે છે.
4 ) લીલા પાનવાળી શાકભાજી : જો તમે ઈચ્છો છો કે આ શિયાળાની ઋતુમાં પોતાનુ વજન ઓછું કરવાનો ગોલ હાસિલ કરો, તો પછી તમારે લીલા પાનવાળી શાકભાજી જેમ કે પાલકને પોતાના આહારમાં સામેલ કરવી જોઈએ તે વજન ઘટાડવાની પ્રક્રિયા અને તીવ્ર કરીને અમુક કિલો સુધી વજન ઓછું કરવું આસાન બનાવી શકે છે.
શરીરમાં જમા થયેલી ચરબીથી છુટકારો મેળવવા માટે તમારે એક કપ પાલકને પોતાના આહારમાં સામેલ કરવી જોઈએ. વિશેષજ્ઞ જણાવે છે કે, પાલક અઘુલનશીલ ફાઈબરથી ભરપૂર છે. તે એક એવું મુખ્ય તત્વ છે જે તમારું વજન ઓછું કરવામાં મદદ કરે છે.
5 ) મેથીના દાણા : શિયાળામાં મેથીના દાણા સ્વસ્થ રીતે વજન ઓછું કરવાનો એક સારો ઉપાય છે. તે ડાયાબિટીસના લેવલને યોગ્ય કરે છે અને તેની સાથે જ ઇન્સ્યુલિન ફ્લોને વધારો આપવા માટે ખુબ જ પ્રભાવી છે. તેના બીજ મેટાબોલિઝમને બુસ્ટ કરવામાં પણ આપણી મદદ કરે છે. તમને જણાવી દઈએ કે મેથીના બીજમાં ગૈલેકટોમેનન જોવા મળે છે. જે આપણને વધુ ભૂખ લાગે તેને રોકવામાં કારગર સાબિત થાય છે.
તો તમે શિયાળાની ઋતુમાં વજન ઓછું કરવાની યોજના બનાવી છે તો નુટ્રીશનએ જણાવેલા શિયાળાના ખોરાકને તમારા ડાયટનો હિસ્સો જરૂરથી બનાવો. તેનાથી તમે સ્વસ્થ રહેશો અને સ્વસ્થ રીતે વજન પણ ઓછું કરી શકશો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી