દરેક વ્યક્તિને મગની દાળ ખાવાનું પસંદ છે, દરેકના ઘરોમાં મગની દાળની કેટલીક વાનગીઓ બનાવવામાં આવે છે. જેમ કે મગની દાળનો હલવો, લાડુ, પકોડા, કોરી શાકભાજી અને દાળ તો ફિક્સ જ છે આપણી વાનગીઓમાં. મગની દાળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં ઘણી માત્રામાં પોષ્ટિક તત્વ હોય છે. તેથી જ મગની દાળને દાળોની રાણી પણ કહેવામાં આવે છે. મગની દાળ આપણને સ્વસ્થ તો રાખે છે પણ તેની સાથે જ આપણા શરીરને કેટલીક રીતે ઇમ્યુન પણ કરે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફોસ્ફરસ હોય છે.
મગની દાળ પીવાથી તો ફાયદો થાય જ છે, પરંતુ મગની દાળનું પાણી પીવાથી પણ અનેક લાભો થાય છે. તેને પીવાથી એનેમિયા તો દૂર થાય છે જ સાથે જ વજન પણ ઓછુ થાય છે. જો તમે રોજ મગની દાળનું પાણી પીવો છો, તો તેનું પાણી તમારા શરીરમાં રહેલી અશુદ્ધિઓ બહાર કાઢીને તમને કેટલીક બીમારીઓથી બચાવી શકે છે. આવો જાણીએ કે મગની દાળનું પાણી પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.મગની દાળના પાણીમાં હોય છે આ ગુણ :
મગની દાળ શરીરને ઇમ્યુન રાખવાની સાથે જ શરીરમાં રહેલ હેવી મેટલ્સ જેવા કે પારાને સીસાને બહાર કાઢે છે. તેમાં વધારે માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ હોય છે. વધારે માત્રામાં વિટામિન-સી, કબ્ર્સ અને પ્રોટીનની સાથે ડાયટરી ફાઈબર પણ હોય છે. તેનું ગ્લાયસેરિક ઈન્ડેક્સ પણ ઘણું ઓછું હોય છે. દાળની સાથે ઘી મેળવવાથી સ્વાદ તો વધે જ છે, પરંતુ સાથે જ પૌષ્ટિકતા પણ મળે છે. મગની દાળનું પાણી શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે અને લૂ અને ઉમસથી થતી બેચેનીનો અંત કરીને એનર્જીને જારી રાખે છે. તેને ફ્રિજમાં રાખવાથી પણ તેની પૌષ્ટિકતાનો અંત થતો નથી.
વજન :
જો તમને વજન ઘટાડવા માટેની સમસ્યા છે અને વેટલોસની સમસ્યાથી ચિંતામાં છો, તો મગની દાળનું પાણી તમારી બધી ચિંતાઓનો હલ છે. આ તમારી કેલેરીને તો ઓછી કરે જ છે અને સાથે જ વધારે સમય સુધી તમને ભૂખ પણ નહિ લાગે. મગની દાળનું પાણી પીવાથી તમે એનર્જી તો ફીલ થશે જ પરંતુ સાથે જ આસાનીથી વજન પણ ઓછું કરી શકો છો. આ માટે તમારે રોજ સવાર-સાંજ એક-એક વાટકો મગની દાળનું પાણી પીવું પડશે.દાળ પચવામાં :
કેટલીક વાર એવું થાય છે કે, શરીરમાંથી વધારે પ્રમાણમાં પરસેવો નીકળવાના કારણે ઇમ્યુન નબળી પડી જાય છે, તો આવામાં મગની દાળનું પાણી પીવાથી શરીરમાં એનર્જી આવે છે. તમે જોયું જ હશે કે કેટલાક દર્દીઓને ડોક્ટર મગની દાળનું પાણી પિવાની સલાહ આપે છે કારણ કે, આ દાળ હળવી હોય છે, એટલા માટે સહેલાઈથી પચી જાય છે. આ શરીર અને મસ્તિષ્ક માટે વધારે લાભકારી છે. આ દાળ પચવામાં હળવી હોવાના કારણે ગેસની પ્રોબ્લેમ નથી થતો.
બાળકો માટે : મગની દાળમાં કેટલાક મિનરલ્સ હોય છે જે ઉપર મુજબ બતાવવામાં આવ્યા જ છે. મગની દાળનું પાણી નાના બાળકો માટે વધારે સ્વાસ્થ્યવર્ધક હોય છે. દાળનું પાણી સહેલાઈથી પચી જાય છે અને તેને પીવાથી બાળકોનું ઇમ્યુન પાવર તો વધે જ છે સાથે જ રોગ પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે.દસ્ત : જો તમને દસ્ત અથવા તો ડાયેરિયાની સમસ્યા થઈ ગઈ છે તો તમે એક વાટકો મગની દાળનું પાણી પીય લો. તે ફક્ત તમારામાં પાણીની ખામીની તો પૂરતી કરશે પણ સાથે જ મગની દાળનું પાણી પીવાથી દસ્તની સમસ્યા પણ ઓછી થઈ જશે.
આ રીતે બનાવો મગની દાળનું પાણી :
જો તમે તમારા જમવામાં દાળ બનાવો છો તો દાળમાં મીઠું અને હળદર ઉમેરીને તેને કુકરમાં બાફી લો, પછી કુકરને ખોલો આ દાળ માંથી થોડી દાળને પાણીની સાથે જ બહાર કાઢો, જો બાળકો માટે કાઢી રહ્યા છો તો, દાળને પૂરી રીતે પીસી લો. મૈસ કરેલી દાળમાં નાની ચમચી માખણને મેળવો, પછી આ દાળને બાળકોને પીવડાવો. અને મોટા પોતાના હિસાબથી મીઠું મેળવીને પીય શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી