કિશમિશનું સેવન કરવા વિશે તો તમે ખુબ જ સાંભળ્યું હશે, પરંતુ શું તમે કાળી કિશમિશ વિશે પણ સાંભળ્યું છે ? જો તેના વિશે વધુ ન જાણતા હો તો આજે આ લેખમાં અમે તમને કાળી કિશમિશના સેવનથી થતા ફાયદા વિશે જણાવશું. કાળી કિશમિશ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું સેવન તમે દૂધ સાથે પણ કરી શકો છો. હળવા નારંગી રંગમાં દેખાતી કિશમિશ લીલી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે, જ્યારે કાળી કિશમિશ કાળી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. તેથી તમને તે સહેલાઈથી કરિયાણા વાળાની દુકાન માંથી મળી જશે. હવે જાણીએ તેનાથી થતા ફાયદાઓ વિશે.
રોગ પ્રતિરોધક ક્ષમતા : તમને સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ કાળી કિશમિશનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવી શકાય છે. ખરેખર, કાળી કિશમિશમાં વિટામિન સીની માત્રા હોય છે જે એન્ટીઓક્સિડેન્ટના રૂપમાં કામ કરીને રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એટલા માટે જો તમે પણ તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત રાખવા માંગો છો, તો આજથી જ કાળી કિશમિશનું સેવન કરવાનું શરૂ કરી શકો છો. હાડકા : હાડકાને મજબૂત રાખવા માટે કિશમિશમાં અનેક ગુણ હોય છે અને કાળી કિશમિશનું સેવન તમને લાભકારી થઈ શકે છે. ઓસ્ટીઓપોરોસીસ જેવી બીમારીથી બચવા માટે વધારે ફાયદાકારક થઈ શકે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશનની અનુસાર કાળી કિશમિશમાં મેગ્નેશિયમની માત્રા હોય છે જે હાડકાંને નબળા થતાં અટકાવી શકે છે. અને ત્યાં જ દૂધ સાથે તેનું સેવન કરવાથી સકારાત્મક રૂપથી તમને લાભ થઈ શકે છે.
બ્લડ પ્રેશર :
બ્લડ પ્રેશર વધવાને કારણે ઘણીવાર સ્ટ્રોકનું જોખમ પણ ઘણી હદ સુધી વધી જાય છે, પરંતુ તેને અવગણવા માટે તમે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવી શકો છો. બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે આપણાં શરીરને પૂર્તિ માત્રામાં પોટેશિયમ મળવું જોઈએ. ત્યાં જ યુનાઈટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર કિશમિશમાં પોટેશિયમની પૂર્તિ માત્રા હોય છે, જેથી કાળી કિશમિશનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને સામાન્ય બનાવી રાખવામાં મદદ મળે છે. એટલા માટે જો તમારા ઘરમાં કોઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત છે, તો તમે તેને કાળી કિશમિશનું સેવન કરાવી શકો છો.વાળ :
કેટલાક પ્રકારના પૌષ્ટિક તત્વો અને ખાસ કરીને વિટામિન બી ની ખામીના કારણે વાળને લગતી કેટલીક સમસ્યાઓ જોવા મળે છે. વાળ ઉતારવાથી લઈને વાળમાં ખોડો થવો અને તેના કારણે વાળ નબળા થઈ જવા તેની પાછળ વિટામિન અને મિનરલ્સની સૌથી મોટી ખામી હોય શકે છે. જ્યારે કાળી દ્રાક્ષનું સેવન કરવા વાળા લોકો આ સમસ્યાથી બચેલા રહે છે. એક રિસર્ચની અનુસાર, વાળને ઉતરતા અટકાવવા માટે તમારા શરીરમાં આયરન અને વિટામિન સી ની પણ પૂર્તિ માત્રા હોવી જોઈએ જે કાળી કિશમિશમાં હાજર હોય છે. એટલા માટે કાળી કિશમિશ અને દૂધનું નિયમિત રૂપથી કરવામાં આવતું સેવન તમારા વાળને લગતી કેટલીક સમસ્યાઓથી બચાવીને રાખે છે.
કોલેસ્ટ્રોલ :
કોલેસ્ટ્રોલના લેવલમાં જો અસંતુલન થઈ જાય તો તેને કેટલાક પ્રકારના હૃદય રોગોનો સામનો કરવો પડે છે પરંતુ તેનાથી બચી રહેવા માટે તમારે તમારા ખાન-પાનમાં વિશેષ ધ્યાન આપવું પડશે. કેટલાક રિસર્ચ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કાળી દ્રાક્ષમાં ઔષધિય ગુણો હાજર હોય છે જેનું સેવન કરવાના કારણે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરી શકાય છે. એટલું જ નહિ પણ, લોહીમાં હાજર ફેટને પણ ઓછું કરવા માટેનું કાર્ય કરે છે. એટલા માટે કોલેસ્ટ્રોલના લેવલને જાળવી રાખવા માટે તમે પણ કાળી કિશમિશનું સેવન કરી શકો છો.સ્કીન : આપણી રોજની દિનચર્યામાં એવો કોઈને કોઈ ખાદ્ય પદાર્થ ખાવામાં જરૂરથી વાપરવામાં આવે છે જે આપણી ત્વચા માટે લાભકારી હોય છે. કાળી કિશમિશમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ અને બેક્ટેરિયલ ચેપથી બચાવવા માટેનો ગુણ હોય છે. એંટીઓક્સિડેંટ ત્વચાને સુંદર બનાવવાનું કામ કરે છે અને ત્યાં જ બેક્ટેરિયલ ચેપથી બચાવવા માટેનો ગુણ આપણી ત્વચાને કેટલાક ઇન્ફેકશનથી બચાવી રાખવા માટે કવચ જેવું કામ કરે છે. આ કારણે ત્વચા સંબંધી કેટલીક બીમારીથી બચી રહેવા માટે નિયમિત રૂપથી કાળી કિશમિશની સાથે દૂધનું સેવન કરી શકો છો.
લોહીની ખામી :
લોહીની ખામીને એનેમિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ બીમારી લગભગ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે. શરીરમાં જો લોહીની ખામી વધારે થઈ જાય તો તે કેટલાક પ્રકારના રોગોનું કારણ બની શકે છે. ત્યાં જ કિશમિશમાં આયરનની પૂર્તિ માત્રા હોય છે. આયરન એક એવો મિનરલ છે જે શરીરમાં લોહી બનાવવા માટે શક્રીય રૂપથી કામ કરે છે. એટલા માટે કાળી કિશમિશને આયરનના સ્ત્રોત ખાદ્ય પદાર્થના રૂપમાં વાપરવાથી લોહીની ખામીથી બચીને રહી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Yes very useful