મિત્રો આપણે ત્યાં અનેક વૃક્ષોનું મહત્વ આદિકાળથી ચાલ્યું આવે છે. આથી જ આપણે વૃક્ષોને દેવતાની જેમ પૂજીએ છીએ. તેમજ વૃક્ષોમાં પણ અનેક દેવતાઓનો વાસ રહેલો છે. આથી જ આ વૃક્ષોમાં વડ, પીપળો જેવા વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને વડના વૃક્ષના દુધના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું. જે તમે એક વખત જાણી લો અને તેને અજમાવ્યા પછી શું ફાયદા થયા તેના વિશે અમને જરૂરથી જણાવજો.
વડ એક એવું વિરાટ વૃક્ષ છે કે જેની જેમ ઉંમર વધતી જાય છે એટલું જ એ તાકાતવર બને છે. હિંદુ ધર્મ અનુસાર આ એ વૃક્ષ છે જે મહાપ્રલય આવે ત્યારે પણ બચી જાય છે. આથી જ તેની શક્તિનો અંદાજ કરવો ખુબ જ મુશ્કેલ છે. આથી જ તેની શક્તિ સામે તેના ગુણોનો પણ કોઈ જવાબ નથી. તેના ગુણ વિશે જાણીને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો. વડનું વૃક્ષ કેવું હોય છે, તેના ગુણધર્મો ક્યાં છે, તેના ફાયદા શું છે, તેના વિશે આજે આ લેખમાં જણાવશું અને વડના વૃક્ષના દુધના કેટલાક ફાયદાઓ વિશે પણ જણાવશું, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.વડના વૃક્ષના દુધના ફાયદા અને તેના ગુણધર્મો : વડના વૃક્ષનું દૂધ ઠંડી પ્રકૃતિનું હોય છે એટલે તે શરીરની વધારાની ગરમીને શોષી લે છે. વીર્યના દોષોને દુર કરીને વીર્યમાં શુક્રાણુની સંખ્યામાં વધારો કરે છે. તેમાં કેલ્શિયમની સારી એવી માત્રા હોય છે આથી જ તે હાડકાઓને મજબુત કરવાનું કામ કરે છે. ચહેરા પરના ખીલને દુર કરીને ચહેરાની ક્રાંતિ વધારે છે. શરીરને સુડોળ અને બળશાળી બનાવે છે.
આમ વડના દુધનો ઉપયોગ કરનારની આયુષ પણ વડ જેમ વધે છે. વડના વૃક્ષના દુધમાં એન્ટી બાયોટીક ગુણ વિપુલ પ્રમાણ છે આ કારણે શરીરને ક્યારેય રોગ ગ્રસ્ત નથી થવા દેતું. તે લોહીને સાફ કરનાર છે. આ કારણે જ તે માનસિક રોગો પર સારો એવો પ્રભાવ આપે છે. મગજને શાંત કરે છે, અને વિવેક બુદ્ધિને મજબુત બનાવે છે. વડના વૃક્ષનું દૂધ વાત, પિત્ત અને કફ ત્રણેય દોષોને દુર કરવામાં મદદ કરે છે. તેનાથી તમારા શરીરમાં વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન કોઈ પણ સમસ્યા નથી થતી. વડના દુધમાં સ્તંભન શક્તિ વધુ રહેલી છે. આ કારણે તેનો ઉપયોગ શીઘ્રપતન, સ્વપ્નદોષ, સ્ત્રીઓની પ્રદર સમસ્યા અને સ્ત્રીઓની ગર્ભાશયની કોઈ પણ સમસ્યા જેવી સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે.વડના દુધનો ઉપયોગ કેવી રીતે કરશો : વડના દુધનો ઉપયોગ ક્યારેય પણ એકલા ન કરવો જોઈએ. તેને હંમેશા કોઈને કોઈ ઔષધી અથવા ખાધ પદાર્થ સાથે મિક્સ કરીને કરવો જોઈએ. જો કે વડના દુધનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. પરંતુ વડનું તાજુ દૂધ પીવાના ઘણા આશ્ચર્યચકિત ફાયદાઓ છે. આથી વડનું હંમેશા તાજું દૂધ ઉપયોગમાં લેવું જોઈએ. આ માટે તમે પહેલા પાંચ પતાસા લો, જો તમારી પાસે પતાસા નથી તો તમે તેની જગાએ તેટલા પ્રમાણમાં મિશ્રી કે ખાંડ લઇ શકો છો.
ત્યાર પછી વડના વૃક્ષના ફળની ઉપરની અણીથી તોડો. તેને તોડવાની સાથે જ ત્યાંથી દૂધ નીકળવા લાગશે. તે દુધના પાંચ ટીપા પતાસા પર નાખી દો. જો તમે મિશ્રી કે ખાંડ લીધી છે તો લગભગ 20 ગ્રામ ખાંડમાં 25 ટીપા વડના દુધના નાખો. આ પ્રયોગને તમે દરરોજ કરતા રહો. તો તમારી શીઘ્રપતન, સ્વપ્નદોષ, ગર્ભાશયની નબળાઈ, સફેદ પાણીની સમસ્યા જેવી સમસ્યાઓ 20 થી 30 દિવસમાં દૂર થઈ જશે.વડના દુધને ઉપયોગ કરવાના કેટલાક નિયમો : વડના વૃક્ષનું દૂધનું સેવન હંમેશા સવારે સૂર્ય ઉગ્યા પહેલા જ કરો. વડનું દૂધ ક્યારેય પણ કોઈ લોખંડની કોઈ વસ્તુ કે વાસણને ન અડવું જોઈએ. વડનું દૂધ હંમેશા શરીર પ્રમાણે જ ઉપયોગ કરવું જોઈએ. વધારે ઉપયોગ કરવાથી તમારા વીર્યને અંદરથી જ જામવી દેશે. વડનું દૂધ ક્યારેય પણ લાંબા સમય સુધી ઉપયોગ ન કરો. જ્યારે તમારી સમસ્યા દુર થઈ જાય એટલે તેનું સેવન બંધ કરી દો. વડના દુધનો પ્રયોગ કરતી વખતે ક્યારેય પણ લસ્સી, ઈંડું, માંસ, ગરમ પડતી વસ્તુઓનું સાથે સેવન ન કરો.
જ્યારે પણ વડનું દૂધ પીવો ત્યારે તેની બે કલાક સુધી કશું પણ ખાવું કે પીવું નહિ. માત્ર ગાયનું દૂધ પીય શકો છો તે પણ અડધી કલાક પછી. જો તમને કબજિયાત કે પેટને લગતી કોઈ સમસ્યા છે તો વડના વૃક્ષનું દુધનો પ્રયોગ ન કરવો જોઈએ. જો તમે વડના દુધનો પ્રયોગ સાંજે પણ કરવા માંગો છો તો સૂર્ય આથમે પછી તેને પીય શકો છો. વડનું દૂધ એ શરીરમાં નવી ઉર્જા અને શક્તિ આપે છે આથી તેના પ્રયોગ દરમિયાન ઘી, દૂધ પૌષ્ટિક વસ્તુઓનું સેવન વધુ કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી