મિત્રો આજે આપણે જાણીએ છીએ કે મોટાભાગની શાકભાજીમાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે આપણને આગળ જતા ઘણી બીમારી થઈ શકે છે. પણ જો તમે ઘરે જ અમુક શાકભાજી ઉગાડો છો તો તે શુદ્ધ પણ હશે અને સ્વચ્છ પણ હશે. આથી જ અમે તમને આજે ઘરે કુંડામાં જ કારેલા કંઈ રીતે ઉગાવી શકાય તેના વિશે જણાવશું.
આજના સમયમાં બજારમાં એક નહિ પરંતુ ઘણા પ્રકારના કારેલા સરળ રીતે મળી જાય છે. પરંતુ કેટલાક લોકો કારેલા ખરીદતી વખતે આ વાત ભૂલી જાય છે કે, આજના સમયમાં ફ્રેશ અને કેમિકલ મુક્ત કારેલા મળવા ખુબ જ મુશ્કેલ છે. આજના સમયમાં લગભગ દરેક લીલા શાકભાજી કેમિકલ યુક્ત હોય છે. એટલા માટે મોટાભાગના લોકો પોતાના નાના ગાર્ડનમાં અલગ-અલગ પ્રકારના લીલા શાકભાજી ઉગાડે છે. ઘરે કોઈ પણ શાકભાજી ઉગાવાનો અર્થ છે કેમિકલ મુક્ત લીલી શાકભાજી. અમારા આ લેખની મદદથી તમે સરળ રીતે ફ્રેશ અને તાજા કારેલા ઘરે ઉગાડી શકો છો. ચાલો તો જાણીએ એની માટે તમારે શું શું સામગ્રીની જરૂરત પડશે.જરૂરી સામગ્રી : કારેલાના બીજ, ઉગાડવા માટે કુંડા, તેમજ જરૂરિયાત અને કુંડા અનુસાર માટી અને જરૂરી ખાતર.
બીજની પસંદગી : ટમેટાં, લીંબુ, ભીંડી વગેરે પણ ઘણા લીલા શાકભાજી છે જેણે તમે ઘરે એક નાના કુંડામાં ઉગાડી શકો છો. જો બીજ સારું હોય તો જ ઉપજ સારી આવે. પરંતુ બીજ સારું ન હોય તો તમે ગમે એટલી મહેનત કરી લો પરંતુ જો શાકભાજીની ઉપજ સારી ન આવે. એટલે કોઈ પણ પાક ઉગાડતા પહેલા સારા બીજની પસંદગી કરવી જરૂરી છે. કારેલાના બીજ ખરીદવા માટે તમે કોઈ પણ બીજ ભંડારમાંથી લાવી શકો છો. બીજ ભંડારમાં એકથી એક પ્રકારના સારી ગુણવત્તા વાળા બીજ સરળ રીતે મળી શકે છે, જે ફળ પણ સારું આપે છે. તમે ઓછામાં ઓછું એક પેકેટ બીજ તો જરૂર ખરીદી લો.કુંડાને તૈયાર કરો : બીજની પસંદગી કર્યા પછી સમય છે કુંડાની તૈયારી કરવાની. તમે કારેલનો છોડ વાવવા માટે માટીથી તૈયાર કુંડાની પસંદગી કરો. તેનાથી પાકને પોષક તત્વ સરળ રીતે મળી જાય છે. હવે કુંડામાં માટી નાખવી. માટી નાખ્યા પછી માટીને એકથી બે વખત સારી રીતે ખેડવાથી માટીમાં રહેલ નમી સરળ રીતે નીકળી જશે. તેને થોડા કલાક માટે તાપમાં જરૂર રાખો. તાપમાં રાખવાથી માટીમાં રહેલ ખરાબ તત્વ સરળ રીતે મરી જાય છે.
ખાતરની પસંદગી સારી રીતે કરો : કારેલના છોડને વાવવા માટે સૌથી જરૂરી વસ્તુમાં એ છે તમે ખાતરની પસંદગી ક્યાંથી કરો છો અને કેવી રીતે કરો છો. જો તમે કેમિકલ મુક્ત કારેલા વાવવા માંગો છો, તો તમે રાસાયણિક ખાતર નહિ પ્રાકૃતિક ખાતર તરફ ધ્યાન આપવું જોઈએ. જો આ ખાતર ન પણ મળી રહે તો રસોડામાં રહેલ ફળ અને શાકભાજીનો પણ ઉપયોગ ખાતરના સ્વરૂપે કરી શકો છો. તમે જૈવિક ખાતરને સારી રીતે મિક્સ કરી લો.બીજ વાવો : માટી તૈયાર કરી અને માટીમાં ખાતર મિક્સ કર્યા પછી હવે વારી છે બીજ વાવવાની. કારેલાના બીજને કુંડામાં લગભગ 3 થી 4 ઇંચ ઊંડું વાવવું જોઈએ. બીજ વધારે ઉપર વાવી દેવાથી છોડ વધારે મજબૂત નથી થતાં અને પાક સારો નથી થતો. બીજ વાવ્યા પછી જરૂર પ્રમાણે પાણી પણ નાખવું તમે ક્યારે પણ ન ભૂલો. લગભગ એકથી બે જગ પાણી જરૂર નાખવું.
વધારાનું ઘાસના ઉગે એનું ધ્યાન રાખો : કેટલીક વખત છોડ વાવ્યા પછી વધારે પ્રમાણમાં ઘાસ પણ ઊગી જાય છે. એવામાં તમે સમય-સમયે એને કાઢતું રહેવું. લગભગ એક મહિના સુધી કુંડામાં એકથી બે મોટી-મોટી લાકડીને મૂકી દો. એનાથી કારેલાની વેલ તેના સહારે ઊભી રહેશે. એનાથી છોડમાં થવા વાળા ફળ પણ નીચેની બાજુ અથવા જમીન પર નહિ જાય. આ લાકડીમાં તમે દોરો પણ બાંધી શકો છો. લગભગ બે થી ત્રણ મહિનાની અંદર છોડમાંથી કારેલા ઉગવા લાગે છે, જેને તમે તોડીને ભરેલા કારેલા અથવા ભજીયા બનાવી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી