ઘણી બધી ખાદ્ય વસ્તુઓ આપણને સામાન્ય લાગતી હોય છે પરંતુ તે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થતી હોય છે. તો આજે આં લેખમાં અમે તમારી સમક્ષ એક એવી જ વસ્તુ વિશે જણાવશું જેના સ્વાસ્થ્ય લાભથી મોટાભાગના લોકો અજાણ હોય છે. પરંતુ તેનું સેવન જો દૂધ સાથે કરવામાં આવે તો તેનાથી ખુબ જ ફાયદાઓ થાય છે. તો ચાલો જાણીએ કંઈ છે એ વસ્તુ અને તેના ફાયદાઓ.
જેને મિત્રો આજે અમે તમને જણાવીશું ગુંદરના ફાયદાઓ. એવું કહેવામાં આવે છે કે, પુરુષો માટે બાવળનો ગુંદર ખુબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવાથી પૌરુષત્વ વધે છે. તેમજ તમને જણાવી દઈએ કે બાવળનો ગુંદર ઉનાળામાં એકત્રિત કરવામાં આવે છે. બાવળના થડને કોઈ પણ જગ્યાએથી કાપવામાં આવે તેમાંથી એક સફેદ રંગનો ચીકણો પદાર્થ નીકળે છે. તેને જ ગુંદર કહેવામાં આવે છે. તે માર્કેટમાં કોઈ પણ કરિયાણાની દુકાનેથી ખુબ જ સરળતાથી મળી રહે છે.
સામાન્ય માત્રામાં ગુંદરનું સેવન 5 થી 10 gram સુધી કરવું જોઈએ. બાવળના ગુંદરનો ઉપયોગ કરવાથી છાતી નરમ અને મુલાયમ થઈ જાય છે. તે અમા-શયને શક્તિશાળી બનાવે છે અને આંતરડાને મજબુત કરે છે. તે છાતીના દુઃખાવાને ઓછો કરે છે અને ગળાની ખરાશને પણ સારી કરે છે. તેનો પ્રયોગ ફેફસા માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. તેનાથી શરીરમાં ધાતુની પુષ્ટિ થાય છે. તેમજ તેનાથી વીર્ય વધે છે.
તેના નાના નાના ટુકડા ઘી, ખોયા અને ખાંડની સાથે પીસીને ખાવાથી શરીર શક્તિશાળી બને છે. તેના ઉપયોગથી શરીરમાં તાજગી ભરેલી રહે છે. ઉનાળામાં તેનો ઉપયોગ તમે લુ થી બચવા માટે કરી શકો છો.
બાવળના ગુંદરના ફાયદાઓ : 1) ઉધરસમાં બાવળનો ગુંદર મોઢામાં નાખીને ચૂસવાથી ઉધરસ ઠીક થઈ જાય છે. 2) વિવાહિત જીવનમાં બાવળના ગુંદરને ઘીમાં સારી રીતે પીસીને તેનું કોઈ પણ પકવાન બનાવીને તેનું સેવન કરવાથી મનુષ્યને વિવાહિત જીવનમાં પરમ આનંદ મળે છે.
3) કમરના દુઃખાવા માટે બાવળની છાલ, ફલી, અને ગુંદરને બરાબર માત્રામાં મિક્સ કરીને પીસી લો. એક ચમચી દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરવાથી કમરના દુઃખાવામાં આરામ મળે છે.
4) જો માથામાં ખુબ જ દુઃખાવો રહે છે તો પાણીમાં બાવળનો ગુંદરને ઘસીને માથામાં પર લગાવવાથી માથાનો દુઃખાવો તરત ગાયબ થઈ જાય છે. 5) ડાયાબીટીસના દર્દીને બાવળનો ગુંદરનું ચૂર્ણ પાણીની સાથે અથવા ગાયના દૂધ સાથે દિવસમાં દરરોજ ત્રણ વખત લેવાથી ડાયાબિટીસના રોગીને ખુબ જ લાભ થાય છે.
6) પુરુષ અને સ્ત્રી બંનેની કમજોરીમાં બાવળનો ગુંદર ઘીમાં તળીને પાક બનાવીને ખાવાથી પુરુષની તાકાત વધે છે અને સ્ત્રીને પ્રસુતિ દરમિયાન ખાવાથી તેની શક્તિ પણ વધે છે. 7) શરીરમાં કોઈ પણ જગ્યાએ બળી જવાય તો ત્યાં બાવળનો ગુંદરને પાણીમાં પીસીને બળેલા સ્થાન પર લગાવવાથી જલન દુર થાય છે.
8) શક્તિને વધારવા માટે બાવળનો ગુંદરને ઘીમાં તળીને તેમાં બે ગણી માત્રામાં ખાંડ મિક્સ કરી લો. તેને દરરોજ 20 ગ્રામની માત્રામાં લેવાથી શક્તિ વધે છે.
9) બવાસીરમાં બાવળનો ગુંદર, કહરવા સમઈ અને ગેરુ 10-10 ગ્રામની માત્રામાં લઈને પીસી ચૂર્ણ બનાવી લો. તેના 1 થી 2 ગ્રામ ચૂર્ણને ગાયના દુધની છાશમાં મિક્સ કરી દો અને ત્રણ અઠવાડિયા સુધી પીવો. તે બાદી બવાસીર અને બવાસીરમાં આવતું લોહી જેવા રોગોમાં ખુબ જ લાભકારી છે.
10) માસિક ધર્મ અનિયમિત થવા પર સૌ ગ્રામ બબુલનો ગુંદર વાસણમાં તળી લો. તેનું ચૂર્ણ બનાવી લો. પછી તેમાંથી 10 ગ્રામની માત્રામાં ગુંદરને મીશ્રીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી માસિક ધર્મની પીડા દુર થાય છે અને મહાવારી પણ નિયમિત થઈ જાય છે.
11) દસ્ત થવા પર બાવળનો ગુંદરને ત્રણ ગ્રામથી લઈને છ ગ્રામની માત્રામાં સવાર સાંજ પીવાથી દસ્તમાં એક જ દિવસમાં ફાયદો થશે. પેટ અને આંતરડાની ઈજામાં બાવળનો ગુંદર પાણીમાં મિક્સ કરીને પીવાથી અમાશય આંતરડાની ઈજા અને પીડાને ખત્મ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very good article.
I suppose YOU want to spread this health tips to many.
So how do you suppose this can be done?
Please do ignore and disrespect the spread idea if you want your way. !!
https://www.facebook.com/SocialGujarati you can share articles from here
Please leave no link or other media to communicate. Just YOU the GD make things possible. It is bad manners when someone approaches you and you divert the attention.?!?! You are the Gujju so let the changes take place now.