આ છે ગુજરાતના પૂર્વ હેલ્થ મિનિસ્ટરની હોટ ફિગર પુત્રી, જાણો તેના આવા ફિગર પાછળ છુપાયેલું રહસ્ય.

આખી દુનિયામાં સુંદર છોકરીઓની કમી નથી. પરંતુ જો ભારતની વાત કરવામાં આવે તો અહીં ખુબ જ સુંદર છોકરીઓ જોવા મળે છે. એવી જ એક ખુબ સુંદર છોકરી વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ સુંદર છોકરીનું નામ છે સપના વ્યાસ પટેલ.

સપના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. તેના સોશિયલ મીડિયા સાઈટ instagram 15 લાખથી પણ વધુ ફોલોવર્સ છે. સપના એક ફિટનેસ ટ્રેનર છે, તે એટલી સુંદર છે કે, જ્યારે પણ તે પોતાની કોઈ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે તો તે ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે.ભાજપ નેતાના નામથી થઈ હતી વાયરલ : આસામ ચૂંટણીમાં બીજેપીથી જીતનાર મશહુર એક્ટ્રેસ અને મોડલ અંગુરલતા ડેકાના નામ પર પોતાના ફોટો વાયરલ થવાના કારણે સપના વ્યાસ પટેલ ઘણી ચર્ચામાં રહી છે. પોતાનો ફોટોના વાયરલ થવા પર સ્વયં સપના એ જ સામે આવીને જણાવ્યું હતું કે, આ તેની ફોટો છે, નહિ કે અંગુરલતા ડેકાની. તમને સપના વિશે જણાવી દઈએ કે, સપના ગુજરાતના પૂર્વ હેલ્થ મિનિસ્ટર જયનારાયણ વ્યાસની પુત્રી છે, વ્યવસાયે તે એક ફિટનેસ ટ્રેનર છે.

આવા ફિગર પાછળ છુપાયેલી છે કહાની : સપના ગુજરાતના અમદાવાદમાં રહે છે અને પોતાના હોટ ફિગરના કારણે લાખો દિલો પર રાજ કરે છે. પણ તમને જણાવી દઈએ કે, તેના આ હોટ ફિગર પાછળ પણ એક કહાની રહેલી છે. જી હા, સપના પહેલા ખુબ જ જાડી હતી. જેના કારણે લોકો તેને ખુબ જ ચીડવતા હતા. પણ સપના એ પોતાનો વજન ઓછો કરવાનું નક્કી કર્યું. સપનાએ ડાયટમાં કંટ્રોલ કરવાથી સાથે કાર્ડિયો કસરત અને ટેનિસ રમીને પોતાનું વજન ઓછું કર્યું.સપનાએ 86 કિલો વજન ઘટાડીને 53 કિલો સુધી કર્યું : સપના વ્યાસ પટેલ પહેલા ખુબ જ જાડી હતી. વર્ષ 2012 માં તેણે એક વર્ષમાં જ પોતાના શરીરનું વજન 86 કિલોથી ઘટાડીને 53 કિલો સુધી કરી લીધું. તે પણ કોઈ દવા વગર અને જીમ ગયા વિના. એટલે કે સપનાએ એક વર્ષ માં 33 કિલો વજન ઓછું કર્યું. તેણે માત્ર પોતાનું વજન જ ઓછું કર્યું એટલું જ નહિ પણ આજે તે રીબોકની સર્ટીફાઈડ ટ્રેનર પણ છે. એટલું જ નહી, યુ-ટ્યુબ પર ડાઉનલોડ સપનાનો વિડીયો અત્યાર સુધીમાં 29 લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. તેમાંથી ઘણા લોકો તેનો સંપર્ક પણ કરી ચુક્યા છે.

સપના લાઈફ સ્ટાઈલમાં થયેલ છે પીએચડી : સપના એ પોતાનો શરૂઆત અભ્યાસ અમદાવાદમાં કર્યો છે. તેને સેંટ જેવિયર કોલેજથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર પછી તેણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નીરમા યુનિવર્સિટીથી એમબીએ કર્યું. 2010 માં સપના એ રીબોક પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનિંગ કોર્સ કર્યો. સપનાએ અમદાવાદના ઇન્ડિયન મેનેજમેન્ટ એકેડમીથી લાઈફસ્ટાઈલ બ્રાંડ મેનેજમેન્ટમાં પીએચડી પણ કર્યું. સપના instagram, ફેસબુક, સહીત ઘણા સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ્સ પર એક્ટીવ છે. અને પોતાના ફોટો શેર કરે છે.ફિટનેસ ટ્રેનિંગની સાથે મોટીવેટ પણ કરે છે સપના : પોતાના સ્લીમ ફિગરને લઈને સપના કહે છે કે, તમારે વજન ઓછું કરવા માટે જીમ જઈને પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. તમે ડેઈલી એક કલાક વોક અને 45 મિનીટ કસરત કરીને પણ પોતાનું વજન ઓછું કરી શકો છો. પોતાના વજનને ઓછું કરવા માટે ઘણા લોકોને પ્રેરણા આપનાર સપના આજે લોકોને ટ્રેનિંગ આપવાની સાથે મોટીવેટ પણ કરે છે.

સોશિયલ મીડિયાથી આપે છે વજન ઘટાડવાની ટીપ્સ : લગભગ બે વર્ષ પહેલા સપનાનું વજન 85 કિલો હતો. પણ તેણે પોતાનો 33 કિલો વજન ઓછો કર્યો. સપનાએ પોતાનો અનુભવ પોતાના સુધી સીમિત ન રાખ્યો, પણ વજન ઓછું કરવાની ટીપ્સ કોઈ પણ તેની પાસેથી લઈ શકે છે. તેણે યુટ્યુબ પર લગભગ જ્યારે પોતાનો વેટ લોસનો વિડીયો અપલોડ કર્યો તો માત્ર એક જ મહિનામાં 147 દેશોના 27 લાખ લોકોએ તેને પસંદ કર્યો. આ સિવાય સપના ફેસબુક દ્વારા પણ હજારો લોકોને વજન ઓછું કરવાની ટીપ્સ આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment