મિત્રો આજે તમે જાણો છો કે દુનિયા ખુબ જ આધુનિક થઈ રહી છે. અને લોકોની સુવિધાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. અને લોકો આ સુવિધાના ચક્કરમાં એવી વસ્તુઓ ઘરમાં વસાવી રહ્યા છે જેનાથી તમને ઘણી વખત શારીરિક નુકશાન અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવી જ એક વસ્તુ છે સુવા માટેનો બેડ. આજે આ લેખમાં અમે તમને જણાવશું કે બેડ પર સુવું વધુ આરોગ્યપ્રદ છે કે ખાટલા પર સુવું. તો ચાલો જાણીએ વધુ માહિતી.
ખાટલા પર સુવાનું ચલણ જુના જમાનામાં ખુબ જ પ્રચલિત રહ્યું છે. જે ખરી રીતે શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આજે પણ ગ્રામીણ ક્ષેત્રમાં મોટાભાગના લોકો બેડની જગ્યાએ ખાટલા પર સુવાનું વધુ પસંદ કરે છે. શું તમે પણ ખાટલા પર સુવો છો ? જો નહિ, તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.ખાટલા પર સુવાથી આપણી કરોડરજ્જુ મજબુત થવાની સાથે કમરમાં દુઃખાવાની સમસ્યા, એસિડ રિફ્લક્સની સમસ્યાથી પણ રાહત મળે છે. એટલું જ નહિ ખાટલા પર સુવાથી તમારી સ્કીનની સમસ્યા પણ દુર થાય છે.
પાચનતંત્ર : વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ખાટલા પર સૂતા લોકોની પાચન ક્રિયા હંમેશા સારી રહે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ખાટલાને એ રીતે બનાવવામાં આવે છે કે તેમાં સૂતા જ તમારું માથું અને પગ થોડા ઉપર થઈ જાય છે. જ્યારે પેટનો ભાગ થોડો નીચે હોય છે. આ સ્થિતિમાં સુવાથી તમારા પેટનું બ્લડ સર્ક્યુલેશન સારું અને સુચારુ રૂપે કામ કરે છે. જેનાથી શરીરના અંગો સક્રિય રીતે કામ કરે છે. ગ્રામીણ લોકો મોટાભાગે ખાટલા પર જ સુવે છે. આથી જ ગ્રામીણ લોકોની પાચનક્રિયા શહેરી લોકો કરતા વધુ સારી હોય છે.સ્કીન : ખોટી સ્થિતિમાં સુવાથી તમારી ત્વચાને નુકસાન પહોંચી શકે છે, એ તો તમે જાણતા જ હશો. ખાટલા પર સુવું સ્કીન માટે ફાયદાકારક છે. ખાસ કરીને ખાટલા પર બાળકોનું સુવું એ તેમને ત્વચા સંબંધી રોગોથી બચાવે છે. બાળકોને ખાટલા પર સુવાની આદત પાડવાથી તેમને સ્કીન એલર્જી અને બેક્ટેરિયાથી થતા નુકસાનથી બચાવી શકાય છે. ખાટલા પર સુવાથી તમે ખીલ અને સ્કીન ઇન્ફેકશનથી બચી શકો છો. આથી ત્વચાને સારી બનાવવા માટે ખાટલા પર સુવાની આદત રાખો.
કમર અને ખંભાના દુઃખાવા : કમર દર્દથી છુટકારો મેળવવા માટે ખાટલા પર સુવું કોઈ રામબાણથી કમ નથી. કમર દર્દ, ખંભામાં દુઃખાવો અને જકડન અને ગરદનમાં દુઃખાવો થવો તે ખોટી સ્થિતિમાં સુવાનું પરિણામ છે. ખાટલા પર સુવાથી આ પીડાથી મુક્તિ મળી શકે છે. આથી જ અકસર ડોક્ટર પણ ખાટલા સુવાની સલાહ આપે છે. ખરાબ સ્થિતિમાં સુવાથી અથવા એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી સુવાથી સ્પોડીલાઈટીસની સમસ્યા પણ થઈ શકે છે. આ દર્દથી રાહત મેળવવા માટે ખાટલા પર સુવાની ટેવ પાડો.પોશ્ચરને સુધારવા : ખોટી પોઝિશનમાં સુવાથી ઘણા લોકોનું પોશ્ચર ખરાબ થઈ જાય છે. જેનાથી તેમને શરીરના ઘણા ભાગોમાં દુઃખાવો થઈ શકે છે. તમારા પોશ્ચરને સુધારવા માટે ખાટલા પર સુવાથી ઘણો ફાયદો થાય છે. જો કે ખાટલા નરમ નથી હોતા, અને તે એકદમ સપાટ હોય છે, જેનાથી તમારી કરોડરજ્જુ સીધી રહે છે. જેથી અન્ય અંગોને પણ એક સારું પોશ્ચર મળે છે. જ્યારે બેડ સુવાથી આપણા શરીરના અંગમાં દબાણ આવે છે, જેના કારણે શરીરનું પોશ્ચર બગડી જાય છે.
એસિડ રિફ્લક્સથી છુટકારો : એસડી રિફ્લક્સની સ્થિતિમાં પેટમાં રહેલ અમ્લ ઇસોફોગસમાં પાછા જવા લાગે છે. જેના કારણે છાતીમાં જલન થાય છે. ખાટલા પર સુવાથી તમારા શરીરને પોશ્ચર મેન્ટેન કરવામાં મદદ મળે છે. તેનાથી તમારી પાચન ક્રિયા સારી રહે છે. અને એસિડ રિફ્લક્સની સમસ્યાથી છુટકારો મળે છે. જ્યારે બેડ પર યોગ્ય પોશ્ચર મેન્ટેન નથી થતું, જેના કારણે ખોરાક પચવામાં સમસ્યા થાય છે.ગાઢ નિંદર : સારી નિંદર આવવી અને પુરતી નિંદર કરવી શરીર માટે ખુબ જરૂરી છે. જો કે બેડ પર પણ સારી નિંદર આવે છે, પણ જો તંદુરસ્તીની દ્રષ્ટીએ જોવામાં આવે તો ખાટલા પર સુવું વધુ સારું છે. ખાટલાની બનાવટ એવી હોય છે કે, તેમાં તમને આરામ દાયક અવસ્થાનો અનુભવ થાય છે અને ગાઢ નિંદર થાય છે. આથી જ ગ્રામીણ લોકો અનિંદ્રાનો શિકાર નથી બનતા.
સ્પાઈન : સ્પાઈન એટલે કે કરોડરજ્જુ તમારા શરીરનું એક કેન્દ્ર છે જેના પર તમારું આખું શરીર ટકેલું છે. આથી કરોડરજ્જુનું સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી છે. તેમાં સમસ્યા આવવાથી શરીરના અન્ય ભાગ પણ પ્રભાવિત થાય છે. ખાટલા પર સુવાથી સ્પાઈન હંમેશા સ્ટ્રેટ રહે છે. જ્યારે બેડ સુવાથી તમારી કરોડરજ્જુ પર ખોટો પ્રભાવ પડવાથી દુઃખાવો થઈ શકે છે. આથી જો તમે સ્પાઈનને સ્વસ્થ રાખવા માંગો છો તો ખાટલા પર સુવાનું શરૂ કરી દો. તેનાથી તમે લાંબા સમય સુધી સ્પાઈનમાં થતી સમસ્યાથી બચી શકશો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી