26 મેં ના રોજ ચંદ્રગ્રહણ પર બની રહ્યા આ ખાસ અને દુર્લભ સંયોગ, લાલ રંગના ચંદ્ર સાથે ધરતી પર થશે આવી અસર…

26 મેં 2021 ના રોજ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ છે. આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ઘણી રીતે ખુબ જ દુર્લભ છે. પહેલી વાત તો એ છે કે, આ ચંદ્રગ્રહણના દિવસે ચંદ્રને સુપરમુન કહેવામાં આવશે. અને બીજી ખાસ વાત એ છે કે તે ખૂની લાલ રંગનો હશે. આ બંને સંયોગ ઘણા વર્ષોથી પછી એક સાથે આવે છે. વૈજ્ઞાનિક તેને સુપર મૂન ઇવેન્ટ કહે છે. કારણ કે સુપરમુન પણ થશે, ગ્રહણ પણ થશે અને ચંદ્રનો ખૂની લાલ રંગ પણ હશે. હવે આપણને વિચાર આવે કે આ બધી વસ્તુઓનો અર્થ શું છે ? શા માટે આ બધા સંયોગ એક સાથે થઈ રહ્યા છે ? શું તેની અસર ધરતી પર થશે કે નહિ ? તો આજે આ લેખમાં અમે તેના વિશેની સંપૂર્ણ માહિતી જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

શું છે સુપરમુન ? : સૌથી પહેલા તો એ જાણી લઈએ કે, સુપરમુન શું છે. ચંદ્ર જ્યારે ધરતીની નજીક આવે છે ત્યારે તેનો આકાર 12% વધુ દેખાય છે. સામાન્ય રીતે ચંદ્રનું ધરતીથી અંતર 406,300 કિલોમીટર રહે છે, પણ જ્યારે આ અંતર ઘટીને 356,700 કિલોમીટર થઈ જાય છે તો ચંદ્ર મોટો દેખાય છે. તેથી તેને સુપરમુન કહે છે.ચંદ્ર આ સમયે પોતાની કક્ષામાં ચક્કર લગાવતી વખતે ધરતીની નજીક આવે છે. કારણ કે ચંદ્ર ધરતીની ચારેય બાજુ ગોળાકાર રીતે ચક્કર નથી લગાવતો. તે અંડાકાર કક્ષામાં ફરે છે. એવામાં તેનું ધરતીની નજીક આવવું નક્કી હોય છે. નજીક આવવાના કારણે તેની ચમક પણ વધી જાય છે. માટે તેને સુપરમુન કહેવામાં આવે છે.

ચંદ્રગ્રહણ શું છે અને તે કેવી રીતે થાય છે ? : ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ધરતીનો પડછાયો ચંદ્રના આખા અથવા આંશિક ભાગને ઢાંકી દે છે. અથવા એમ માની લો કે જ્યારે ચંદ્ર અને સુરજની વચ્ચે ધરતી આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્ર પોતાની કક્ષામાં 5 ડિગ્રી નમેલો છે. આ કારણે ફૂલ મૂન એટલે કે પૂર્ણ ચંદ્ર ધરતીના પડછાયાથી થોડો ઉપર રહે છે અથવા થોડો નીચે રહે છે. પણ ચંદ્ર પોતાની કક્ષામાં આ રીતે બે વખત આવે છે જ્યારે તે ધરતી અને સુરજની સામે એક જ હોરીજોન્ટલ પ્લેન પર રહે છે, ન ઉપર હોય, કે ન નીચે હોય. એવા સમયે ત્યાં પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે.ચંદ્રનો ખૂની લાલ રંગનો કેમ દેખાશે ? : જ્યારે ચંદ્ર ધરતીના પડછાયા પાછળ સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય ત્યારે તેના પર સુરજની રોશની નથી પડતી. તે અંધારામાં ચાલ્યો જાય છે. પણ ચંદ્ર ક્યારેય પણ પૂરી રીતે કાળો નથી થતો. તે લાલ રંગનો દેખાવા લાગે છે. તેથી ઘણી વખત પૂર્ણ ચંદ્રગ્રહણને લાલ અથવા ખૂની ચંદ્ર પણ કહે છે. હવે તમને જણાવી દઈએ કે, લાલ રંગ શા માટે. સુરજની રોશનીમાં દરેક પ્રકારના વિઝિબલ રંગ હોય છે.

ધરતીના વાયુમંડળમાં રહેલ ગેસ તેને વાદળી રંગનો દેખાડે છે, જ્યારે લાલ રંગની વેવલેન્થ તેને પાર કરી જાય છે, તેને રેલીંગ સ્કેટરિંગ કહે છે. આથી તમને આકાશ વાદળી અને સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે લાલ રંગના દેખાય છે. ચંદ્ર્ગ્રહણના સમયે ધરતીના વાયુમંડળથી લાલ રંગની વેવલેન્થ નીકળે છે, તે વાયુમંડળના કારણે પાછી વળીને ચંદ્ર તરફ જાય છે. આ વાદળી રંગ ફિલ્ટર થઈ જાય છે. તેના કારણે ચંદ્ર લાલ રંગનો દેખાય છે.તમને આ ચંદ્ર કેવી રીતે અને ક્યાં જોવા મળશે ? : જો તમારે ચંદ્રગ્રહણ જોવું છે તો તમારે ધરતીના તે ભાગ પર રહેવું પડશે જ્યાં રાત હોય. જો કે આ પૂર્ણ ચંદ્રગ્રહણ પ્રશાંત મહાસાગરની મધ્ય રેખા, ઓસ્ટ્રેલિયા, એશિયાના પૂર્વ કિનારાના ભાગો અને અમેરિકાના પશ્ચિમી કિનારે જોવા મળશે. આ ગ્રહણ અમેરિકાના પૂર્વીય અડધા ભાગમાં પણ જોવા મળશે. પણ તે એકદમ શરૂઆતના સમયે જ. ત્યાર પછી ત્યાં જોવા લાયક દ્રશ્ય નહિ દેખાય.

ભારતમાં જોવા મળશે કે નહિ ? : 26 મેંના રોજ સાંજ પછી જેમ જેમ અંધારું વધશે આ સુપરમુન પોતાના ગ્રહણ તરફ આગળ વધશે. જ્યારે પૂર્ણ ચંદ્ર થશે તેનો આખો ખૂની લાલ રંગ જોવા મળશે. બસ આ સમયે જ આ દ્રશ્ય જોવા લાયક હશે. ભારતમાં પણ આ જોવા મળશે. દેશના પશ્ચિમી ભાગને મુકીને મોટાભાગના ભાગોમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે. ત્યાર પછી સુપરમુનનું આ દ્રશ્ય 18-19 નવેમ્બરે જોવા મળશે. ભારતમાં 26 મેં ચંદ્રગ્રહણનું આ દ્રશ્ય 2:17 વાગ્યે શરૂ થશે. આ લગભગ 5 કલાક રહેશે. સાંજે 7:07 વાગ્યે ચંદ્રગ્રહણ ભારત માટે પૂરું થઈ જશે. પણ બીજા દેશોમાં આ જોવા મળશે.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment