બદલાય ગયા છે હવે ટ્રાફિકના નિયમો, જાણો જ્યારે પોલીસ પકડે ત્યારે શું કરવું !

પહેલી ઓક્ટોબરથી રોજ કેટલાક મોટા બદલાવ થયા છે, બધા જ બદલાવ થયા તેમાં ખાસ કરીને ટ્રાફિકના નિયમોમાં બદલાવ થયા છે. જેમાં ખાસ કરીને ટ્રાફિક પોલિસ દ્વારા રોકવામાં આવે તો હવે ડ્રાયવિંગ લાયસન્સ અને અન્ય પરિવહન ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર નહિ રહે. કેમ કે ડિજિટલ ડોક્યુમેન્ટ તમે ટ્રાફિક પોલીસને બતાવી શકો છો. હવે વાહનની સાથે ડ્રાયવિંગ લાયસન્સ સહીત બધા પ્રકારના ડોક્યુમેન્ટને સાથે રાખવાની જરૂર નહિ રહે.

કારણ કે સડક, પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે ડિજિટલ ક્ષેત્રને મહત્વ આપવાની દિશામાં કામ કરતા હોય તેવા મોટર વાહન નિયમો, 1989 ના સુધારા પ્રમાણે તેની નીચે હવે મંત્રાલયે 1 ઓક્ટોબર 2020 ના રોજ બદલાવેલા નિયમને લાગુ કરવા જઈ રહ્યા છે. તેવામાં ગુરુવારથી તમારે તમારી કાર, બાઈક અથવા અન્ય કોઈ વાહનની સાથે જરૂરી દસ્તાવેજો સાથે જવાની જરૂર નહિ રહે.

વાહનચાલક હવે તેના વાહન સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ્સ Digi-locker અથવા m-parivahan માં સ્ટોરેજ કરી શકે છે, જરૂરિયાત પડવાને કારણે પણ ડિજિટલ માધ્યમ દ્વારા દસ્તાવેજ બતાવવાની છૂટ રહેશે. તેથી હવે ટ્રાફિક પોલીસકર્મીઓ હાર્ડ કોપીની માંગ નહિ કરે.પરંતુ કોઈ વાહન સંબંધિત ડોક્યુમેન્ટ્સના ડિજિટલ વેલિડેશન પુરા થઈ ગયા હોય તો તેમાં ફિઝિકલ રૂપમાં કોઈ ડોક્યુમેન્ટ્સ બતાવવાની જરૂર નહિ રહે. તેમાં તે કારણો પણ શામિલ રહેશે, જેમાં નિયમોના ઉલ્લંઘન પછી ડોક્યુમેન્ટ્સ જપ્ત કરવાની જરૂર રહેશે. આ સિવાય ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારાઓને સરકારના ડિજિટલ પોર્ટલ દ્વારા ઇ-ચલણ પણ આપશે. એટલું જ નહિ, ડ્રાયવિંગ લાઇસન્સ રદ કર્યા પછી પણ સરકાર ઈચ્છે છે કે, કોઈ પણ વાહન વારંવાર તપાસવું ન જોઈએ, જે માર્ગ પર વાહન ચલાવતા ડ્રાયવરોની પરેશાની ઓછી કરશે.

મંત્રાલયનું કહેવું છે કે, નવા નિયમો પછી ટ્રાફિક ઉલ્લંઘનના મામલાને ઓનલાઈન અપડેટ કરવામાં આવશે. તેમાં ઓથોરીટીઝ અને ડ્રાયવરની વર્ણતુંક પણ રેકોર્ડ પર રાખવામાં આવશે. જેમાં તપાસનું ટાઈમ સ્ટેમ્પ, પોલીસ અધિકારીનો યુનિફોર્મ અને ઓળખકાડનો રેકોર્ડ પણ પોર્ટલ ઉપર અપડેટ કરવામાં આવશે. અધિકૃત અધિકારીઓ પણ નવા ટ્રાફિક નિયમોના ઘેરામ આવશે.આ સિવાય 1 ઓક્ટોબરથી એક વિશેષ નિયમ બદલાઈ રહ્યો છે. મંત્રાલયે વાહન ચલાવતા સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના નિયમોમાં પણ સુધારો કર્યો છે. મોબાઈલ અથવા હેન્ડહેલ્ડ ડિવાઈસનો ઉપયોગ ફક્ત ડ્રાયવિંગ દરમિયાન રૂટ નેવિગેશન માટે કરવામાં આવશે. ઉપરાંત, તે ધ્યાન રાખવું પડશે રૂટ નેવિગેશન સમયે સંપૂર્ણ ધ્યાન ડ્રાયવિંગ પર હોવું જોઈએ.

આ સિવાય પણ ફોનનો ઉપયોગ કરવા બદલ દંડ ભરવો પડી શકે છે. ડ્રાયવિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરતા પકડવામાં આવે તો રૂ.1000 થી 5000 સુધીનો દંડ પણ લાદવામાં આવશે.  હવે લાઇસન્સ, આર.સી. પણ ઘરેથી ઓનલાઈન કરી શકાશે. નવી નોટીફિકેશન મુજબ ઓનલાઈન ડ્રાયવિંગ લાયસન્સ મેળવવા માટે આધાર કાર્ડનો ઉપયોગ, લાયસન્સનું નવીનકરણ, ગાડીનું રજીસ્ટ્રેશન અને સંબધિત સરનામું બદલવા માટે થશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.                                                      ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

 

Leave a Comment