અમેરિકા ટ્રમ્પ કપલને થયો કોરોના, પીએમ મોદીએ ટ્વિટ કરી કહી આ ખાસ વાત.

મિત્રો આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ હવે ખુબ જ ગતિથી વધી રહ્યો છે. તો હાલ ઘણા મોટા સેલિબ્રિટી અને રાજકીય નેતાઓ પણ કોરોનાની લપેટમાં આવી ગયા છે. તો એવા સમાચાર આવ્યા છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના થઈ ગયો છે. તો તેને લઈને પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે, પીએમ મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પને કેવી રીતે થયો કોરોના. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. આ પહેલા ટ્રમ્પની અંગત સલાહકાર હોપ હિક્સનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ ટ્રમ્પ અને મેલાનિયા બંનેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેની પત્નીને કોરોના સંક્રમિત થયાની ખબર મળતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાથી ટ્વિટ કરતા કહ્યું કે, “પોતાના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા ખુબ જ જલ્દી ઠીક થાય અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.”

તમને જણાવી દઈએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ આ વાતની જાણકારી આપતા ટ્વિટ કર્યું હતું કે, આજ રાત, મેલાનિયા અને મને કોરોના વાયરસથી સંક્રમિત થવાની પૃષ્ટિ થઈ છે. અમે વ્હાઈટ હાઉસમાં જ આઈસોલેટ થઈ ગયા છીએ. અમે બંને મળીને એક સાથે કોરોનાનો સામનો કરશું. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ ગુરુવારના રોજ આ વાતની જાણકારી આપી હતી કે, તેની નજીકની સહયોગી હોમ હિક્સ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે, ત્યાર બાદ તેમણે ખુદને જ આઈસોલેટ કરી દીધું છે. રાષ્ટ્રપતિએ જણવ્યું હતું કે, તેમણે અને પ્રથમ મહિલા મેલાનિયાએ પણ કોવિડ-19 ની તપાસ કરાવી છે અને તેના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

31 વર્ષની હોપ હિક્સ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સૌથી નજીક રહેતા ગણતરીના લોકોમાંથી છે જે કોરોના સંક્રમિત મળી આવી. તે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે તેના એરફોર્સ વન વિમાનમાં યાત્રા કરે છે. જો કે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે, ટ્રમ્પ અને મેલાનિયા સુધી આ સંક્રમણ ક્યાં સુધી પહોંચ્યું છે. હોપ હિક્સ અમેરિકાના રાષ્ટ્રપતિની ટીમમાં જોડાયા પહેલા એક પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરી રહી હતી.

Leave a Comment