મિત્રો તમે ગુલકંદ વિશે સાંભળ્યું તો હશે જ, તેમજ તેના અનેક ફાયદાઓ પણ તમે જાણતા હશો. તેમજ તેની લાજવાબ ખુશ્બુ દરેકના મનને મોહી લે છે. અને માણસ સ્વાભાવિક રીતે જ ગુલકંદનું નામ સાંભળીને તેના તરફ આકર્ષાઈ જાય છે. આથી જ જ્યારે આપણે ગુલકંદ એવું નામ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં એક સુગંધીદાર અને મધુર ખાદ્ય પદાર્થનું ચિત્ર બનવા લાગે છે. આમ ગુલાબની પાંખડીઓથી બનેલ ગુલકંદ જોવામાં અને ખાવામાં જેટલો સારો લાગે છે એટલી જ સરસ તેની સુગંધ હોય છે.
ગુલકંદ એક મુરબ્બાની જેમ દેખાય છે. તેનો ઉપયોગ ખોરાકમાં ઘણી રીતે કરી શકાય છે. તેમજ ગુલકંદથી ઘણા સ્વાસ્થ્યને લગતા લાભ પણ થાય છે. આજે અમે તમને આ લેખમાં ગુલકંદના કેટલાક ફાયદાઓ વિશે જણાવશું.શું ગુલકંદ છે ? : ગુલકંદને ગુલાબની પાંખડીઓનો મુરબ્બો પણ કહેવામાં આવે છે. તેને ગુલાબની તાજી પાંખડીઓ માંથી તૈયાર કરવામાં આવે છે. તેને બનાવતી વખતે તેના સ્વાદમાં વધારો કરવા માટે તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે. તેનું સેવન વધુ પડતું ઉનાળામાં કરવામાં આવે છે. કારણ કે તેનાથી શરીરને ઠંડક મળે છે. તેના મીઠા સ્વાદ અને સારી સુગંધના કારણે તેને અનેક ખાદ્ય પદાર્થમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો ચાલો જાણીએ ગુલકંદ ખાવાના ફાયદા.
વજન : જો તમે ગુલકંદનું નિયમિત રીતે સેવન કરો છો તેનાથી તમે વજન ઘટાડી શકો છો. ગુલકંદને તૈયાર કરવા માટે તેમાં ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જ તેમાં ફેટની માત્રા ઓછી હોય છે. જ્યારે વજન ઘટાડવા માટે તમારે લો કેલેરી વાળા ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ, જે ગુલકંદમાં જોવા મળે છે.મોઢામાં પડેલ ચાંદા : જો તમને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો તમે તેના માટે ગુલકંદનું સેવન કરી શકો છો. શોધ અનુસાર જાણવા મળ્યું છે કે વિટામિન બી કોમ્પ્લેક્સની કમીના કારણે મોઢામાં ચાંદા પડે છે. અને ગુલકંદમાં તમને વિટામિન બી કોમ્પ્લેક્સ મળે છે. આમ અન્ય રીતે પણ ગુલકંદ તમને સ્વાસ્થ્યને લગતા ફાયદા કરે છે.
આંખ માટે : જેમ કે તમે જાણો છો તેમ ગુલકંદની તાસીર ઠંડી હોવાથી તે તમારી આંખને ઠંડક આપવાનું કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, ગુલકંદનું સેવન કરવાથી આંખમાં થતો સોજો અને આંખની લાલ થવાની સમસ્યાનો ઈલાજ કરી શકે છે.પેટના ગેસ : ગુલકંદ એ ગુલાબની પાંખડીઓ માંથી બનાવવામાં આવે છે આથી તે ખુબ ગુણકારી માનવામાં આવે છે. તેમજ તેનો ઉપયોગ પેટની સમસ્યાને નિવારવા માટે પણ કરવામાં આવે છે. તે પાચનતંત્ર માટે સારું છે. કબજિયાતની સમસ્યા દુર કરે છે. આથી તમને ગેસની સમસ્યા નથી થતી. કારણ કે ગેસની સમસ્યાનું મુખ્ય કારણ અપચો હોય છે.
થાક અને માનસિક તણાવ : ગુલકંદનો એક ફાયદો થાક અને માનસિક તણાવ દૂર કરવામાં પણ છે. ગુલકંદ એક એન્ટી ઓક્સીડેન્ટ અને શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. તે તંત્રિકા તંત્રને શાંત કરવાનું કામ કરે છે અને તમને તણાવ મુક્ત કરે છે. આ સિવાય ગુલકંદ થાક દૂર કરવામાં પણ મદદ કરે છે.હૃદયનું સ્વાસ્થ્ય : ગુલાબની પાંખડી માંથી બનેલ ગુલકંદમાં મેગ્નેશિયમ મળે છે, જ્યારે મેગ્નેશિયમ બ્લડ પ્રેશર અને બ્લડ ગ્લુકોઝના સ્તરને કંટ્રોલ કરવામાં સક્રિય રીતે કામ કરે છે. તેમજ તે હૃદયને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે, જેના કારણે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
કબજિયાતની સમસ્યા : જો તમને કબજિયાતની સમસ્યાથી પીડિત છો તો તેના ઉપાય માટે તમે ગુલકંદનું સેવન કરી શકો છો. ગુલકંદમાં મેગ્નેશિયમ મળે છે જેનાથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. કારણ કે તે લેક્સેટિવ પ્રભાવને પ્રદર્શિત કરે છે.યાદશક્તિ : એવું માનવામાં આવે છે કે, યાદ શક્તિ વધારવામાં માટે ગુલકંદનું સેવન ફાયદાકારક છે. ગુલકંદમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા હોવાથી તે શીખવાની ક્રિયામાં વધારો કરે છે અને યાદશક્તિ વધારે છે.
ત્વચા માટે લાભકારી : એવું માનવામાં આવે છે ગુલકંદનું સેવન ત્વચા સંબંધી સમસ્યાઓ જેવી કે ખીલ અને વાઈટહેડ્સથી છુટકારો અપાવવામાં તમારી મદદ કરે છે. જો કે આ વિશે હજુ કોઈ પુરાવા સામે આવ્યા નથી.ગુલકંદ ખાવાની રીત : ગુલકંદને બ્રેડની સાથે સેવન કરી શકાય છે. તેને દુધમાં ઉકાળીને પણ ઉપયોગમાં કરી શકાય છે. ગુલકંદને એકલું પણ ખાઈ શકાય છે. ઉનાળામાં ગુલકંદને પાણીની સાથે મિક્સ કરીને પણ પીય શકાય છે. ગુલકંદને લાડવાના રૂપે પણ ખાઈ શકાય છે. ગુલકંદને તમે સવારે અને સાંજે નાસ્તામાં ખાઈ શકો છો. જો તમને કબજિયાતની સમસ્યા છે તો તમે તેનું સેવન રાત્રે સૂતા પહેલા પણ કરી શકો છો. આખા દિવસમાં એકથી બે વખત, 1-2 ચમચી ખાઈ શકાય છે.
ગુલકંદ બનાવવાની રીત : તમે ગુલકંદને ઘરે જ ખુબ જ સરળ રીતે અને ઝડપથી બનાવી શકો છો. આ માટે તમારે નીચે આપેલ વિધિને એક વખત ધ્યાનથી વાંચવા જોઈએ.સામગ્રી : 250 ગ્રામ – ગુલાબની પાંખડીઓ, 250 ગ્રામ – મિશ્રી પીસેલી, એક નાની ચમચી – પીસેલી એલચી, અડધી ચમચી – પીસેલી વરીયાળી.
બનાવવાની રીત : સૌથી પહેલા તો તમારે ગુલાબની પાંખડીઓને એક કપડામાં ફેલાવીને સારી રીતે ધોઈ નાખવાની છે. પાણી સુકાઈ ગયા પછી પાંખડીઓને એક મોટા વાસણમાં નાખી દો. હવે આ વાસણમાં રાખેલ ગુલાબની પાંખડીઓ પર મિશ્રી નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે તમે પીસેલી એલચી, પીસેલી વરીયાળી નાખીને તેને કાંચના વાસણમાં ભરીને બંધ કરી દો. તેને 8 થી 10 દિવસ તડકામાં રાખો અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. મિશ્રીનો રસ નીકળી ગયા પછી ગુલાબની પાંખડીઓ તેમાં ઓગળી જાય છે. આમ હવે તમારો ગુલકંદ તૈયાર થઈ ગયો છે. તેને તમે ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી