હૂંફાળા દૂધમાં નાખીને પીવો આ વસ્તુ, ગાઢ નિંદર આવી જશે અને દૂર કરશે શરીરની આ 8 સમસ્યાઓ….

એવી કેટલીક વસ્તુઓ છે જેને દૂધમાં નાખીને પીવાથી ફાયદો થાય છે. તેમાંથી જ એક છે મિશ્રી. દૂધ પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. મિશ્રીને આપણે પ્રસાદ અથવા તો ખાંડના રૂપમાં વાપરવામાં લઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે મિશ્રીને દૂધમાં નાખીને પીવાથી કેટલા ફાયદાઓ થાય છે ? જો નથી જાણતા તો તમે આ લેખના માધ્યમથી જાણો તેનાથી થતા ફાયદાઓ વિશે.

જો તમે રાતના સમયે દુધમાં મિશ્રી નાખીને પીવો છો તો તમને સારી નીંદર આવશે. અને સાથે જો તમને પેટ સંબંધિત કોઈ પણ સમસ્યા છે તો તે પણ દૂધ સાથે મિશ્રી નાખીને પીવાથી દૂર થશે. એટલું જ નહિ પણ રોક શુગર અને ક્રિસ્ટલ શુગર નામથી જાણવામાં આવતી મિશ્રી જો તમે નવશેકા દૂધ સાથે પીવો તો તમને આંખો સંબંધી જે પણ સમસ્યા હશે તે દૂર થશે. મિશ્રીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન જેવા પોષકતત્વો પણ હોય છે. તો આવો જાણીએ કે દૂધ સાથે મિશ્રી નાખીને પીવાથી સ્વાસ્થ્ય માટે થતાં ફાયદાઓ વિશે.અપચો : જો તમારે અપચાથી છુટકારો મેળવવો છે તો નવશેકા દૂધની સાથે મિશ્રી નાખીને પીવું જોઈએ. લગભગ દરેક બીમારી પેટથી જ શરૂ થાય છે. પેટની સમસ્યાથી મન અશાંત થઈ જાય છે. મિશ્રી વાળા દૂધમાં પાચનતંત્ર સુધારવા માટેની ડાયજેસ્ટિવ પ્રોપર્ટી હોય છે, જે તમારી અપચા અને બદહજમી જેવી સમસ્યાથી છુટકારો આપે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં મિશ્રી નાખીને પીવો. આ પીવાથી પેટમાં એસીડીટી, કબજિયાત અને અપચા જેવી સમસ્યા દૂર થાય છે. આ મિશ્રી વાળું દૂધ પીવાથી પાચનતંત્ર પણ સારું રહે છે.

મગજ : નવશેકા દૂધમાં મિશ્રી નાખીને પીવાથી એ એક એનર્જી બુસ્ટરની જેમ કામ કરે છે. દૂધ અને મિશ્રી મગજ માટે ખુબ જ ફાયદાકારક છે. દરરોજ રાત્રે નવશેકા દૂધમાં મિશ્રિ નાખીને પીવાથી મગજની શક્તિ વધે છે. તેનાથી યાદ રહેવાની શક્તિ એટલે કે મેમરી પાવર પણ વધે છે. સાથે જ આ દૂધ થાક પણ દૂર કરે છે. જો તમારે બાળકોનો મેમરી પાવર વધારવો છે તો ખાસ મિશ્રી વાળું દૂધ તેને પીવડાવો. આ દૂધ તમારા શરીરમાં લોહીની માત્રાને વધારીને એનેમિયાથી બચાવે છે.અનિંદ્રા : નિંદર પૂરી કરવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. જો દિવસભર આપણે કામ કરીએ અને જો પૂરતી નિંદર ન થાય તો તે કેટલીક બીમારીઓને લઈને આવે છે. જો તમારે પૂરતી નિંદર કરવી છે તો રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકા દુધમાં મિશ્રી નાખીને પીવું જોઈએ. જેથી તમને નિંદર ખુબ જ સારી આવશે. જો તમને નિંદર નથી આવતી તો આ ઉપાય રામબાણ ઉપાય છે. મિશ્રી વાળું દૂધ મનને શાંત કરે છે. મનમાં આવતા તમામ વિચારોને તે દૂર કરે છે અને આ દૂધ પીવાથી નિંદર સારી આવે છે. આ તમને મૂડ સ્વિંગ અને ડિપ્રેશનની સમસ્યાથી છુટકારો આપવા માટે ખુબ જ અસરકારક સાબિત થશે.

આંખો માટે : આંખો પર ટીવી, મોબાઈલ, લેપટોપ વગેરેના પ્રકાશના કારણે આંખો પર તેની ખુબ જ ખરાબ અસર થાય છે. તેવામાં ખુબ જ જરૂરી છે કે, આપણે આપણી આંખોનું ધ્યાન રાખવું. આંખોનું હેલ્થ માટે ખુબ જ જરૂરી છે મિશ્રી વાળું દૂધ પીવું તે. જો તમે મિશ્રી યુક્ત દૂધ પીવો છો તો તે તમારી આંખોનો પ્રકાશ વધારે છે. આંખમાં સોજો અને પફીનેસ નહિ રહે. નિંદર પણ સારી આવે છે અને આંખોની નીચે કાળા દાગ પણ નહિ પડે. દૂધ અને મિશ્રીનું જો રોજ સેવન કરવામાં આવે તો આંખોને થાક પણ નહિ લાગે અને આંખોને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકશો. જો તમે મિશ્રી વાળું દૂધ પીશો તો તમને આંખોમાં મોતિયો પણ નહિ આવે.શરદી : લગભગ ખુબ જ જુના સમયમાં જ શરદીની દવા માટે આયુર્વેદમાં મિશ્રીને ખાવાની સલાહ દેવામાં આવી હતી. મિશ્રીમાં રહેલા મેડિસિનલ ગુણ એ શરદીને ઓછી કરવામાં મદદ કરે છે. આ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે. મિશ્રીને દૂધની સાથે પીવાથી થોડા સમયમાં જ શરદી ઢીલી પડવા લાગે છે. મિશ્રી વાળું દૂધ પીવાથી તમારો કફ દૂર થાય છે અને ઉધરસથી પણ રાહત આપે છે. મિશ્રી વાળું દૂધ પીવાથી માથાના દુઃખાવામાં પણ રાહત મળે છે અને શરદીના લીધે નિંદર ન આવવાની સમસ્યાને પણ દૂર કરે છે.

બ્લડ સર્ક્યુલેશન : બ્લડ સર્ક્યુલેશન સારું ન રહેવું એ પણ એક બીમારીનો સંકેત છે. મિશ્રીમાં હિમોગ્લોબિન વધારવાની શક્તિ હોય છે. મિશ્રી વાળા દૂધનું સેવન કરવાથી તમારા શરીરમાં લોહીની માત્રા વધે છે જે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. આ માટે જ જેને એનેમિયા છે તેના માટે મિશ્રી લાભકારી માનવામાં આવી છે. જો તમારે પણ તમારા રક્ત સંચારને સારું કરવું છે તો દૂધમાં મિશ્રી નાખીને જરૂરથી પીવો. તેનાથી નિશ્ચિત રીતે તમને લાભ મળશે.તણાવ : નવશેકા દૂધ સાથે મિશ્રીને નાખીને પીવાથી તો લાભ થાય છે સાથે જ જો તમને માનસિક થાકથી છુટકારો મેળવવા માટે પણ એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. તેના સેવનથી તમને ભરપૂર માત્રામાં ઊર્જા મળશે. જો તમે દૂધ સાથે મિશ્રી નાખીને રાત્રે સૂતા પહેલા પીવો તો તમને માનસિક રીતે પણ ખુબ જ સ્વસ્થતાનો અનુભવ લાગશે. તણાવથી મુક્તિ મેળવવા માટે લોકો પ્રાચીન કાળથી જ દૂધમાં મિશ્રી નાખીને પીવાનું પસંદ કરે છે. એટલા માટે તમે પણ તમારા મૂડને સ્વીગ કરવા માટે અને ટેન્શન ફ્રી થવા માટે મિશ્રી વાળા દૂધનું દરરોજ સેવન કરો.

ઇન્સ્ટન્ટ એનર્જી : મિશ્રીને એક રિફ્રેશિંગ ડ્રિંક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે કેટલાક લોકો તો ગરમીની ઋતુમાં પણ દૂધમાં મિશ્રી નાખીને પીવાનું પસંદ કરે છે. આ દૂધ તમને ઇન્સ્ટન્ટ એનર્જી દેવાનું કામ કરે છે. સ્ત્રીઓમાં મેનોપોઝ દરમિયાન મૂડ સ્વિંગ થવાથી આ ડ્રિંકથી તરત જ એનર્જી આવે છે. ઇન્સ્ટન્ટ એનર્જી મેળવવા માટે દૂધની અંદર મિશ્રીને મેળવો. તેનાથી દૂધમાં મિશ્રીના પોષકતત્વો સારી રીતે અવશોષિત થઈ જાય છે.દૂધમાં મિશ્રિ નાખીને પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દૂધની સાથે મિશ્રીનું સેવન કરવાથી તમને આ લેખમાં આપવામાં આવેલી દરેક સમસ્યાથી રાહત અપાવશે. જો તમે કોઈ ગંભીર સમસ્યામાં તેનો ઉપયોગ કરો છો તો એક વાર નિષ્ણાંતની સલાહ જરૂરથી લો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment