કોરોનાકાળમાં ગુજરાતીઓના ખિસ્સા થઈ ગયા ખાલી. લોકો પાસેથી વસુલાયો કરોડો દંડ, રકમ જાણીને આંખ ફાટી જશે….

મિત્રો તમે જાણો  જ છો કે કોરોનાના આ સમયમાં માસ્ક પહેરવું ખુબ જરૂરી છે. તેમજ એકબીજાથી અંતર રાખવું તે પણ ખુબ જરૂરી છે. પણ લોકો કદાચ હજી સુધી આ વાત સમજી નથી રહ્યા. તેથી જ લોકો પાસેથી પોલીસ દ્વારા દંડ વસુલવામાં આવી રહ્યો છે. ચાલો તો આ દંડ દ્વારા રાજ્ય સરકારને કેટલી આવક થઈ છે તે વિશે જાણી લઈએ.

કોરોના મહામારીના આ સમયમાં માસ્ક તેમજ એકબીજાથી અંતર આ બે વાત જ રક્ષણ આપી રહી છે. આથી જાહેરમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જરૂરી છે. પણ આ નિયમો ભંગ થતા લોકો પાસેથી મોટો દંડ વસુલવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે હાલ ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો દંડ ભેગો કરી લીધો છે અને ગુજરત સરકારે માત્ર એક દિવસમાં એક કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો હોય એ વાત પણ સામે આવી છે. આમ માસ્ક ન પહેરવાથી તેઓ પોતાને મુશ્કેલીમાં મુકે છે અને બીજાને પણ મુશ્કેલીમાં મૂકી દે છે. ત્યારે શહેરમાં એક દિવસમાં ગુજરાત સરકારે 12, 896 લોકોને દંડ ફટકાર્યો છે. જેમાંથી પોલીસને 1 કરોડ 28 લાખ રૂપિયાની કિંમત વસુલી છે અને ગુજરાત સરકારે 475 ગુનાહો પણ દાખલ કર્યા છે.

આમ કોરોનાના કારણે હાલ ગુજરાતીઓના ખિસ્સા ખાલી થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. કોરોના દરમિયાન અત્યાર સુધીમાં લોકો પાસેથી 1.16 અબજનો દંડ વસુલવામાં આવ્યો છે. આમ કોવિડ ગાઈડલાઈનનો ભંગ થવાથી દંડ વસુલવામાં આવે છે. ત્યાર બાદ 100૦ રૂપિયાના દંડ મામલે ગુજરાત હાઇકોર્ટે સોગંદનામું તૈયાર કર્યું છે. આમ પોલીસે માસ્ક ન પહેરનાર કુલ 23,64,420 લોકોને દંડ થયો છે.

આમ કોરોના વાયરસને અટકાવવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલા અંગે હાઇકોર્ટમાં એક સોગંદનામું કરવામાં આવ્યું છે. આ સિવાય આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું છે. જે અનુસાર કોરોના વાયરસને લગતી માહિતી સીમિત હોવાનું સામે આવ્યું છે. એક જુનો વાયરસ હોવાથી સીમિત માહિતી મળી રહી છે. આમ સવાચેતીમાં સલામતીનું સૂત્ર અપનાવવું પડશે.આમ માસ્ક પહેરવા અને એકબીજાથી અંતર જાળવવા માટે સરકાર તરફથી ઘણા કાર્યક્રમ થાય છે. અને જે લોકો નિયમનું પાલન નથી કરતા તેમને સરકાર દંડ આપી રહી છે. માસ્ક નહિ પહેરનારની કુલ 23,64,420 લોકોએ દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે અત્યાર સુધી લગભગ 116 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

આ ઉપરાંત સરકારી મેડિકલ કોલેજમાં ભણેલા 900 MBBS ડોક્ટર અને ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષ માટે સેવાના હુકમો કરવામાં આવ્યા છે. ત્રીજા અને ચૌથા વર્ષમાં ભણતા 6597 વિદ્યાર્થીઓને કોવિડ સર્વેલન્સ અને ટેસ્ટીંગની કામગીરી સોંપવામાં આવી છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, રાજ્યમાં હાલ કુલ 11397 એક્ટીવ કોવિડ હોસ્પિટલ છે. જેમાંથી અત્યાર સુધીમાં 2,37,247 કુલ દર્દીઓએ સારવાર લીધી છે.

આ સિવાય અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 265 દિવસમાં માસ્ક પહેર્યા વગર ફરતા 4 લાખ લોકોને પોલીસે રૂપિયા 22 કરોડનો દંડ વસુલ્યો છે. તે છતાં હજી પણ 3500 થી 4000 જેટલા લોકો માસ્ક પહેર્યા વગર ફરે છે. માસ્કના બદલે રૂમાલ બંધાવાની છૂટ હોવા છતાં પણ સાબરમતી વિસ્તારમાં એક વ્યક્તિ પાસે પોલીસે 1000 રૂપિયાનો દંડ વસુલ્યો છે.આ ઉપરાંત ગુજરાત પોલીસે એક દિવસમાં 3979 માસ્ક વગરના લોકોને પકડીને રૂપિયા 39.79 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે. જ્યારે બીજી બાજુ 21 અને 22 ડિસેમ્બરે જાહેરનામાં ભંગ બદલ 835 ગુનાહ દાખલ કરવામાં આવ્યા છે અને જાહેરમાં થુકવા બદલ 24,773 લોકો પાસેથી 2.46 કરોડનો દંડ વસુલ્યો હતો.

અહીં અમે તમને જણાવી દઈએ કે, પોલીસે 24 માર્ચ થી 14 એપ્રિલ સુધીમાં અમદાવાદીઓ પાસેથી 18 કરોડ રૂપિયા વસુલ્યા છે. છેલ્લા 9 મહિનામાં પોલીસે જાહેરનામાં ભંગના 35 હજાર 745 કેસ કર્યા છે. જ્યારે 44 હજાર 667 લોકોને પકડ્યા છે. આમ આ 9 મહિનામાં પોલીસે માસ્ક ન પહેરતા એવા કુલ 3.13 કેસ કરીને 18.41 લખ રૂપિયાનો દંડ વસુલ્યો છે. તે છતાં પણ લોકો માસ્ક વગર ફરે છે. હવે પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment