“તમે મને તમારી વ્યથા કહો હું તમને પૈસા આપીશ…” 22 વર્ષના યુવાને કરી એક એવી પહેલ કે, લોકો કરી રહ્યા છે વાહ વાહ….

લોકોને ડિપ્રેશન મુક્ત કરી આપે છે 10  રૂપિયા, સાંભળે છે તમારા દુઃખ, દર્દની બધી જ કહાની.

મિત્રો તમે ઘણી વખત સાંભળતાં હશો કે, કોઈ વ્યક્તિ ખુબ જ ડિપ્રેશનમાં છે. તેથી કોઈ પણ જગ્યાએ તેને ગમતું નથી, તેના વિચારોમાં સતત એવું આવે છે કે, તેની વાત કોઈ સાંભળતું નથી. તેને કોઈ સમ્માન નથી આપતું. તેની વાતને હસીમાં કાઢી નાખવામાં આવે છે અને આવા તે ઘણા વિચારો ડિપ્રેશનમાં આવેલ વ્યક્તિ કરે છે. અંતે આ ડિપ્રેશન ખુબ જ ઘાતક રૂપ લઈ લે છે. માણસ અંતે કંટાળીને આત્મહત્યાના પ્રયાસ પણ કરે છે. તેથી એક ખુબ પોઝીટીવ વિચાર સાથે ઘણા માનવતાવાદી લોકોએ એક પહેલ કરી છે. જ્યાં માત્ર 10 રૂપિયા આપીને એ લોકો તમારી કહાની સાંભળે છે. ચાલો તો આ અંગે વિસ્તારથી માહિતી જાણી લઈએ.

જાણવા મળતી વિગત મુજબ પુનામાં એક 22 વર્ષનો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એક પ્લેકાર્ડ લઈને ઉભો રહે છે. આ કાર્ડ પર એમ લખેલું છે કે, ‘તમે મને તમારી સ્ટોરી જણાવો, હું તમને 10 રૂપિયા આપીશ.’ આ વાંચીને ઘણા લોકોની નજર ત્યાં અટકાઈ જાય છે. અને લોકો ત્યાં ઉભા રહી જાય છે. જ્યારે લોકો પાસે જાય છે ત્યારે લોકોને આખી વાત સમજાય છે.

આ કાર્ડ લઈને ઉભા રહેનાર આ વ્યક્તિનું નામ છે રાજ ડાગવાર. જે પુનાની PRCT કોલેજમાં કોમ્યુટર એન્જિનિયરિંગના ફાઈનલ યરમાં ભણે છે. તેની ફેમીલી દુબઈમાં રહે છે, જ્યારે તે મૂળ નાગપુરનો રહેવાસી છે. તે અહીં રહીને ભણે છે. સોશિયલ મીડિયા પર લોકોને આ પહેલ ખુબ જ પસંદ આવી છે. આ ઉપરાંત રાજ એમ પણ જણાવે છે કે, ‘આપણી આસપાસ એવા ઘણા લોકો છે જે એકલા પડી ગયા છે. ઘરમાં રહીને તે પોતાની વાત કોઈ સાથે શેર નથી કરી શકતા. તેઓ અંદરને અંદર મુંજાઈ રહ્યા છે. લોકડાઉનમાં હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. ઘણા લોકો એકલા પડી જવાથી ડિપ્રેશનમાં આવી ગયા હતા.’આ સિવાય રાજ એમ પણ કહે છે કે, ‘દરેક માણસ પોતાની વાત કહેવા માટે કોઈ ખાસ વ્યક્તિની તલાશ કરે છે. જેની સાથે તે બધું જ શેર કરી શકે. જેથી કરીને મનનો ભાર હળવો થઈ જાય. અને તેને સાચી સલાહ મળી શકે. જરૂરી નથી કે બધાની પાસે એક એવો મિત્ર કે કોઈ ખાસ વ્યક્તિ હોય જેની સામે તે દિલ ખોલીને વાત કરી શકે.’ આ ઉપરાંત રાજ જણાવે છે કે, હું 4 ડિસેમ્બરે રાત્રે ઇન્સટાગ્રામ પર સ્કોલ કરી રહ્યો હતો. તો મેં એક પેઈજ પર એક પોસ્ટ વાંચી. જ્યાં લખેલું હતું કે, ‘ટેલ મી યોર સ્ટોરી, એન્ડ આઈ વિલ ગીવ યુ વન ડોલર.’ મને આ વાત ખુબ ગમી ગઈ. અને મેં શેર કરતા એવું નક્કી કર્યું કે આવતી કાલે હું પણ આવું જ કરીશ. મિક પ્લેકાર્ડ તૈયાર કર્યું અને સાંજે સ્ટ્રીટ પર જઈ ઉભો રહી ગયો. હું સાંજે 6 થી રાત્રે 10-11 વાગ્યા સુધી ત્યાં ઉભો રહું છું અને લોકોની સ્ટોરી સાંભળું છું.’

રાજ કહે છે કે, ‘આજે લગભગ 15 થી 20 જેટલા લોકો પોતાની સ્ટોરી કહેવા માટે ત્યાં ઉભા રહે છે. ઘણા લોકો એ જાણવા માટે ઉભા રહે છે કે હું ત્યાં કેમ ઉભો છું. ઘણા લોકોને તો એમ લાગે છે કે હું ત્યાં 10 રૂપિયા માંગવા માટે ઉભો છું. તેઓ મને પૈસા આપીને ચાલ્યા જાય છે. ત્યારે હું તેમને આરામથી સમજવું છું કે, હું શું કહેવા માંગું છું.’ આ સિવાય રાજ એમ પણ જણાવે છે કે, ‘હું પણ મારા જીવનમાં ડિપ્રેશનથી પસાર થઈ ચુક્યો છું. વર્ષ 2019 માં મારી હાલત એવી જ હતી જ્યારે હું કોઈ સાથે મારી વાત શેર કરી શકતો ન હતો. મારા કોલેજની એક ટીચર સમજી ગયા કે હું ડિપ્રેશનમાં છું. અને તેમણે મારી મદદ કરી. તેમણે મને એક મનોચિકિત્સક પાસે મોકલ્યો. મેં તેમને મારી આખી વાત કહી અને મને ખુબ સારું મહેસુસ થયું.’રાજ કહે છે કે, ‘જ્યારે મેં સડક પર જઈને લોકોની કહાની સાંભળવાનું શરૂ કર્યું ત્યારે, મેં મારા પેરેન્ટસને આ વિશે કશું કહ્યું ન હતું, પણ થોડા સમય પછી તેમને સોશિયલ મીડિયા અને આર્ટિકલ દ્વારા તેમને જાણ થઈ ગઈ. ત્યારે તેમનો ખુબ સારો પ્રતિભાવ રહ્યો.’ ‘હાલ તો ડિપ્રેશન લીવ ચાલી રહી છે. આથી દરરોજ 5 કલાક લોકોની મદદ કરવા માટે તેમની કહાની સાંભળું છું. આગળ જઈને હું દરેક વિકેન્ડ કરીશ અને મારી સાથે વધુ લોકો જોડાશે.’

રાજનું એમ કહેવું છે કે, ‘આ ઇનીશીએટીવ ખુબ આગળ જશે. હજી તો મેં આ પુનામાં જ શરૂ કર્યું છે. પણ મને આખા દેશમાંથી લોકો મેસેજ કરી રહ્યા છે કે તેઓ પણ પોતાના શહેરમાં આ શરૂ કરવા માંગે છે. મને એ જાણીને ખુબ આનંદ થયો કે ઇનીશીએટીવના ચાલતા ઘણા લોકોમાં પણ મેન્ટલ હેલ્થને લઈને અવેયરનેસ આવી રહી છે અને તેઓ લોકોની મદદ કરવા માંગે છે.’ આ સિવાય અંતમાં રાજે કહ્યું કે, ‘હું લોકોને એટલું જ કહેવા માંગું છું કે આપણી આસપાસ ઘણા એવા લોકો છે જેને વાસ્તવમાં મદદની જરૂર છે. જો તમને એવો કોઈ પણ માણસ દેખાય છે જે મેન્ટલ સ્ટ્રેસ અથવા ડિપ્રેશનથી પસાર થઈ રહ્યા છે, તો પ્લીઝ તેની સાથે વાત કરો. તમે માત્ર પોતાની લાઈફની 5 મિનીટ તેને આપો. અને જુઓ તમે કેવી રીતે એક માણસની લાઈફ બદલી શકો છો. આ કરીને જુઓ, ખુબ સારું લાગશે.’

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment