દ્રાક્ષના રસનું સેવન કરો આવી રીતે, હાડકા સબંધી બિમારી ક્યારેય નહિ રહે…. ઉપયોગી લાગે તો શેર જરૂર કરજો.

🍇  દ્રાક્ષ  🍇

🍇 સ્વાદિષ્ટ ફળ દ્રાક્ષ લગભગ દરેકનું મનપસંદ ફળ છે. ઠંડી તેમજ ગરમી બંને ઋતુમાં ખવાતું ફળ છે. દ્રાક્ષ ઘણા પ્રકારની હોય છે. જેમ કે લાલદ્રાક્ષ, લીલીદ્રાક્ષ, કાળીદ્રાક્ષ વગેરે.

🍇એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર ફળ દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. કારણ કે, દ્રાક્ષમાં વિટામીન A,K,C ની સાથે વિટામીન B6 પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત દ્રાક્ષમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડીયમ અને મીનીરલ્સ જેવા પદાર્થો રહેલા હોય છે. માટે દ્રાક્ષ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. આવો જાણીએ દ્રાક્ષના ફાયદા.

🍇 દ્રાક્ષ હાડકા મજબુત બનાવે છે કેમ કે, દ્રાક્ષમાં આર્યન ,કોપર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વ રહેલા છે. અને આ બધા પોષક તત્વો હાડકાને મજબૂતી પ્રદાન કરે છે. રોજ દ્રાક્ષનું સેવન કરવાથી હાડકા સંબંધિત સમસ્યાનો ઉકેલ આવે છે.

🍇માઈગ્રેનના ઉપચાર માટે દ્રાક્ષનું સેવન લાભદાયી નીવડે છે. તેના ઉપચાર માટે દર્દીને રોજ દ્રાક્ષનું જ્યુસ ઓછું પાણી નાખીને પીવું જોઈએ. દ્રાક્ષનું જ્યુસ પીવાથી કેમીકલની અસંતુલનતા, અનિન્દ્રા અથવા ઓછી ઊંઘ, પાચન વગેરે જેવી તમામ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે.

🍇સુંદરતા વધારવા માટે પણ દ્રાક્ષ ખુબ લાભ્ડાઈ છે. દ્રાક્ષમાં રહેલા વિટામીનના અને એન્ટી ઓક્સીડન્ટથીસાથે રહેલા એન્ટી એજીંગ ગુણ પણ રહેલો છે. માટે દ્રાક્ષના સેવનથી સમયથી પહેલા ચહેરા પર કરચલી નથી પડતી . તેમજ ત્વચાની ખુબસુરતી જળવાય રહે છે. આ સાથે દ્રાક્ષમાં રેસ્વેરાટ્રોલ ગુણ રહેલો છે. જે ત્વચા માટે લાભદાયી છે.

🍇પાચનતંત્ર માટે દ્રાક્ષ ખુબ જ અકસીર છે કેમ કે, દ્રાક્ષમાં પર્યાપ્ત માત્રામાં ફાયબર હોય છે, આથી દ્રાક્ષના સેવનથી કબજિયાત જેવી બીમારી નથી થતી પેટની અન્ય સમસ્યાઓમાં પણ દ્રાક્ષ ફાયદાકારક છે.

🍇હાઈ બ્લડપ્રેશર માટે દ્રાક્ષ ઉપયોગી છે. શરીર માટે પોટેશિયમ ઉપયોગી તત્વ છે. પોટેશિયમની ઉણપથી હાઈ બ્લડપ્રેશર જેવી બીમારી થઇ શકે છે. દ્રાક્ષમાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ હોય છે. જે શરીરમાં બ્લડપ્રેશર નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તેથી દ્રાક્ષ ખાવી જોઈએ.

🍇સનબર્નથી રક્ષણ મેળવવા દ્રાક્ષ ઉપયોગી છે. દ્રાક્ષમાં રહેલ એન્ટી ઓક્સીડન્ટ સૂર્યના યુવી કિરણોથી આપણી ત્વચાને રક્ષણ પૂરું પાડે છે. માટે દ્રાક્ષ ખાવાથી તેમજ દ્રાક્ષનું માસ્ક ત્વચા પર લાગવાવથી તમારી ત્વચા સનબર્નના શિકારથી બચી જાય છે.

🍇દ્રાક્ષ એન્ટી ઓક્સીડન્ટનો સારો સ્ત્રોત છે. દ્રાક્ષથી તમારા શરીરને જરૂરી એન્ટી ઓક્સીડન્ટ મળે છે. તે તમારે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ શરીરમાં રહેલ કોશીકાઓને ઓક્સીડેટીવ ડેમેઝથી બચાવે છે. દ્રાક્ષમાં રહેલું એન્ટી ઓક્સીડન્ટ ગુણના કારણે તેનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

🍇દ્રાક્ષ ફળ તેમજ ઔષધી આપણા સ્વાસ્થ્ય માટે કોઈની કોઈ રીતે લાભદાયી હોય છે. પરંતુ તેનું યોગ્ય માત્રામાં જ સેવન કરવું હિતાવહ છે. જો તેવું ના કરવામાં આવે તો તે કોઈને કોઈ રીતે તમારા સ્વાસ્થ્ય પર આડઅસર થવાની સંભાવના વાધરી શકે છે. માટે તેનું સેવન એક ચોક્કસ માત્રામાં કરવું જોઈએ . જેથી તેના દ્વારા થતા નુકશાનથી બચીને તેનું ભરપુર લાભ ઉઠાવી શકીએ.

જેવી રીતે તમે જાણી ગયા હશો કે દ્રાક્ષ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ જો તેને વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો નીચે જણાવ્યા પ્રમાણે નુકશાનની સંભાવના વધે છે.

🍇  દ્રાક્ષમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેથી ડાયેરિયા જેવી સમસ્યા તેના વધારે સેવન કરવાથી ઉદ્દભવી શકે છે.

🍇વધારે માત્રામાં દ્રાક્ષનું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે.

🍇 વધારે માત્રામાં દ્રાક્ષ ખાવાથી ગેસની સમસ્યા થવાની સંભાવના વધી શકે છે.

🍇 જો તમે લાલદ્રાક્ષમાંથી બનેલું વાઇનનું સેવન કરી રહ્યા હોવ તો ધ્યાન રાખવું અને વધારે દ્રાક્ષનું સેવન ન કરવું. દ્રાક્ષનું વધારે સેવન કરવાથી ઉબકા અને ઉલ્ટી જેવી સામાન્ય સમસ્યા પણ થાય છે.

આમ, મિત્રો દ્રાક્ષનું સેવન કરવું હિતાવહ છે પણ તેને યોગ્ય માત્રામાં કરવું. જેથીં વધારે સ્વાસ્થ્ય લાભ આપણા શરીરને મળી રહે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

 

 

Leave a Comment