🔬 આલ્બર્ટ આઇન્સ્ટાઇનના અમુલ્ય વિચારો. 🔬
આજે આલ્બર્ટ આઇન્સ્ટાઇનને કોણ નથી જાણતું. તેમની બુદ્ધીમતા તેમજ તેમણે વિજ્ઞાન પાછળ આપેલ યોગદાન જગવિખ્યાત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન વિજ્ઞાન તેમજ ગાણિતિક શોધખોળમાં અર્પણ કરી દીધું હતું.
તેમના સંશોધને જીવનને સરળ બનાવવામાં મદદ કરી છે. તેમની બુદ્ધિનો કોઈ છેડો નહોતો એટલા મહાન અને બુદ્ધિશાળી હતા. એક સર્વેક્ષણ અનુસાર તે સર્વકાલીન મહાન વૈજ્ઞાનિક માનવામાં આવે છે. “આલ્બર્ટ આઇન્સ્ટાઇનન” શબ્દ બુદ્ધિમાનનો પર્યાય શબ્દ કહો તો પણ કઈ ખોટું નથી.
મિત્રો આલ્બર્ટ આઇન્સ્ટાઇનની મહાનતા પાછળ પણ ક્યાય ને ક્યાય તેમના મહાન વિચારો અને સિદ્ધાંતો રહેલા છે. તો તે જ મહાન વિચારોથી આજે અમે તેમને પરિચિત કરવા જઈ રહ્યા છીએ. આશા છે કે આ વિચારોથી તમારી ધારેલી સફળતાના સફરને વેગ આપશે.🔬
🔬 (1) જે વ્યક્તિ ક્યારેય ભૂલ નથી કરતો તે ક્યારેય નવું શીખવાની કોશિશ નથી કરતો.
મિત્રો જીવનમાં ભૂલ થવી તે તો સ્વાભાવિક છે. માટે ભૂલ થવાની બીકથી જ કઈ નવું ન કરવું તે યોગ્ય નથી. કારણ કે, દરેક ભૂલમાંથી કંઇક નવું શીખવા અવશ્ય મળે છે. માટે ભૂલ થવાનો ભય ન રાખવો જોઈએ અને નવું નવું શીખવાની ધગશ સાથે આગળ વધતા રહેવું જોઈએ. કેમ કે સફળ થવા માટે આગળ વધવું ખુબ જ જરૂરી છે. અને આગળ વધો એમાં ભૂલ પણ થઇ શકે છે તો તમે તે ભૂલથી કૈક શીખો અને આગળ વધો અને હા, ફરી વાર એ ભૂલ ના થવા દેવી એજ સફળ માણસની નિશાની છે.
🔬 (2)બુદ્ધિનો સાચો સંકેત જ્ઞાન નહિ પરંતુ કલ્પનાશક્તિ છે
મિત્રો સફળતા પ્રાપ્ત કરવા માટે મજબુત કલ્પનાશક્તિ જરૂરી છે. માત્ર શક્તિ જ માણસને મહાન બનવી શકે છે. આ કલ્પનાશક્તિને હંમેશા વિકસાવ્યા જ કરો. અને એ વસ્તુ પણ ખાસ કે, જો તમે એક વડીલ છો અને તમારા નાના બાળકો હોય તો એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે, જો તમને તમારું બાળક કૈક પૂછે તો તેને હંમેશા સાચો જવાબ જ આપો કોઈ દિવસ ગમે તેવા જવાબ આપીને વાતને ટાળો નહિ કેમ કે, બાળકની એ જ ઉંમર હોય છે કે જયારે તેની કલ્પના શક્તિ વિકસતી હોય છે.
ત્યારે તમે તેમને કઈ ખોટી વાત ના કહો કેમ કે, એ બાળક તમારી ખોટી વાતને પણ સાચી માની લેશે અને જીવનમાં એ કલ્પના શક્તિ મુજબ આગળ વધશે. એટલે હવે ક્યારેય તે બાળકની કલ્પના શક્તિને ઠેસ અહોચે એવી વાત ના કરતા. કલ્પના શક્તી જ આ આધુનિક શોધની પ્રથમ કડી છે.. માટે એ જરૂરી છે કે કલ્પનાશક્તિને હંમેશા વિકસાવો..
🔬 (3) મુશ્કેલીઓના મધ્યમાં જ તક છુપાયેલી હોય છે.
મિત્રો, મુશ્કેલીઓથી ગભરાઈને માર્ગ બદલવો ન જોઈએ કારણકે તે મુશ્કેલીઓમાં જ સફળ થવાની તક છુપાયેલી હોય છે. આખરે મુશ્કેલીઓની પેલે પાર જીત રહેલી હોય છે. બસ જરૂર હોય છે તો એ કે મુશ્કેલીઓમાં ટકી રહેવું અને આત્મવિશ્વાસ રાખવો.
🔬 (4) પરિસ્થિતિ મનુષ્યથી પણ વધારે મજબુત હોય છે.
પરિસ્થિતિ મનુષ્યને ક્યાંયથી ક્યાંય પહોંચાડી દે છે. ઘણી વખત પરિસ્થિતિ જ મનુષ્યને બધું શીખવી જતી હોય છે. અને આપણે ગમે પરિસ્થિતિમાં હોઈએ અને ગમે તેવો કપરો સમય હોય તો પણ આપણે તેને યોગ્ય બનાવવા માટે સ્થિર રહેવું જ જોઈએ.
🔬 (5) આપને કંઇક કરવું હોય તો તે અત્યારથી જ શરૂ કરી દેવું જોઈએ.
મિત્રો આપણી પાસે સમય ઓછો છે માટે આપને કઈ કરવા માંગતા હોય તો તેની શરૂઆત અત્યારથી જ કરવી પડશે. કહેવાય છે ને કે, ” कल करे सो आज करे, आज करे सो अब.” આ વિધાનને માનીને શરૂઆત કરી દેવી જોઈએ. કારણ કે, વીતેલો સમય કોઈને પણ ફરી પાછો મળતો નથી.
🔬 (6) ક્રોધ મુર્ખ લોકોની છાતીમાં વસે છે.
મિત્રો ક્રોધ સમસ્યાનું નિવારણ નથી પણ મૂર્ખતાની નિશાની છે. માણસે ક્રોધ છોડીને ધેર્યથી કામ લેવું જોઈએ. માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ.
🔬 (7) દરેક માણસ જીનીયસ છે, પણ જો તમે માછલીને તેની વૃક્ષ પર ચડવાની યોગયતાથી જજ કરવાનું કહેશો તો તે પોતાની આખી જીંદગી એવું વિચારીને ગાળશે કે તે મુર્ખ છે.
અર્થાત દરેક માણસની ખૂબીઓ અલગ અલગ હોય છે. માટે આપણે તેની ખૂબીઓના હિસાબથી જજ કરવું જોઈએ તેમજ આપને જોઈએ પણ આપણી ખૂબીઓ પર ધ્યાન આપવું જોઈએ. તેને વિકસાવવાના પ્રયત્નો કરવા જોઈએ નહિ કે બીજાની ખૂબીઓ જોઇને આપણી ખાસિયતો પડતી મુકીને મુર્ખનું જીવન ગાળવું.
🔬(8) જો તમે પ્રસન્નતાપૂર્વક જીવવા માંગો છો તો તેને એક વ્યક્તિ કે વસ્તુના બદલે લક્ષ્ય સાથે બાંધો.
મિત્રો લક્ષ્ય પર અડગતા રાખવાથી પ્રસન્નતાપૂર્વક જીવન જીવી શકીએ છીએ. જો આપને આપણી પ્રસન્નતાનો આધાર કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે જોડશું તો તે દુઃખનું મૂળ કારણ પણ બની શકે છે. માટે તમારા ધ્યેય પર કાયમ રહો.
🔬 (9) અસલી જોખમોથી વિશ્વાસની ઓળખ થાય છે.
જે માણસ જોખમ નથી લેતા તેની જીંદગીપણ જોખમ થઇ જાય છે. માણસો જોખમ લેવું જ જોઈએ તેનાથી આત્મબળ વધે છે. અને તમારા ખરાબ સમયમાં જ તમે તમારા સાચા સાથીની કે મિત્રની ઓળખ કરી શકો છો.
🔬(10) once you stop learning, start dying. એક વાર તમે શીખવાનું બંધ કર્યું, એટલે માંની લ્યો કે મરવાનું ચાલુ કર્યું.
દરેક માણસે જીવનમાં શીખતા રહેવું જોઈએ. જે માણસ કાંઇક જ શીખવાની ઈચ્છા નથી ધરાવતા તે હકીકતમાં જીવતા નથી તેમ જ કહેવાય. “જેણે શીખવાનું બંધ કર્યું છે,તેણે મરવાનું ચાલુ કર્યું છે.” તેવું આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું માનવું છે.
🔬 (11) નકારાત્મક માણસથી દુર રહો , તે લોકો જ દરેક વસ્તુની સમસ્યા છે.
મિત્રો જીંદગીમાં નકારાત્મક અભિગમ ધરાવતા માણસોથી દુર રહેવું જોઈએ. કારણ કે, તેવા લોકોને નિવારણમાં પણ સમસ્યા જ દેખાય છે. માટે હકારાત્મક બનો. અને હકારાત્મક માણસો જોડે જ રહેવાનું પસંદ કરો.
🔬મિત્રો, તમને આ સુવિચારો ગમ્યા હોય તો અવશ્ય તમે બીજા લોકોની સાથે શેર કરી શકો છો. અને તેમના પણ સારા વિચાર આપી તેમના ઘડતરમાં કૈક મદદ કરી શકો છો….. તેથી આ સુવિચારો તમારા બાળકો, મિત્રો તેમજ આસપાસના લોકો સાથે શેર કરવાનું ના ભૂલતા…..🔬
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ