ભારતમાં આજના સમયમાં સામાન્ય પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી રહી છે. અને ઘણા લોકો તો એવા છે જેમને બે ટંક પૂરતું ભોજન પણ નથી મળતું. આવી સ્થિતિને ધ્યાનમાં લઈને સૂત્રોનું કહેવું છે કે, દરેક ફેક્ટર એવા છે જે આવનાર સમયમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવ ઓછા કરવામાં મદદરૂપ સાબિત થશે. હાલમાં એવી આશંકાઓ વર્તાઈ રહી છે કે, તેલના ભાવમાં ઘટાડો જોવા મળશે.
1) આટલી ઓછી થઈ જશે મોંઘવારી : સરકારી સૂત્રોનું માનીએ તો ચોમાસુ અનુકૂળ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. સાથે જ ક્રૂડ ઓઈલ અને ખાવા-પીવાની વસ્તુઓના ભાવ ઓછા થવાના છે. તેમણે જણાવ્યું કે, હાલમાં જ નાણાકીય મંત્રાલયે ખાદ્ય તેલ સેક્ટરના સંગઠનો સાથે બેઠક કરી હતી.
સરકારને એવો ભરોસો છે કે, ખાસ કરીને ખાવા-પીવાની વસ્તુઓના ભાવ જલ્દી જ નિયંત્રણમાં આવશે. ઈન્ડોનેશિયા પામોલીન ઓઈલના નિકાસથી પ્રતિબંધ હટાવી રહ્યું છે. તેની સાથે ખાવાના તેલની વૈશ્વિક કિંમતો નરમ થઈ રહી છે. હજી ખાવાના તેલોના ભાવમાં વધારે ઘટવાની આશંકા જણાઈ રહી છે. તેમને જણાવ્યું કે જલદી જ મોંઘવારી નો દર 6% ની નીચે આવવાની આશા છે.
2) ક્રિપ્ટો કરન્સી પર જલ્દી કાનૂન બનશે : સરકારી સૂત્રોએ ક્રિપ્ટોથી જોડાયેલી કંપનીઓ પર સરકારી કાર્યવાહી પર પણ વાત કરી. તેમને જણાવ્યું કે ક્રિપ્ટો કરન્સી એજન્સીઓ પર ઇડીની હાલિયા કાર્યવાહી સાથે જ આ સેક્ટરને લઈને કનુન બનાવવાની અટકળો પહેલાથી જ ચાલી રહી હતી. તેમને જણાવ્યું કે, ક્રિપ્ટો કરન્સીથી સંબંધિત કાર્યવાહીને લઈને સાવધાન રહેવું મહત્વપૂર્ણ છે. તમને જણાવીએ કે ભારતમાં પાછલા કેટલાક દિવસો દરમિયાન બે ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ સરકારી કેફૉર કે જેદમાં આવે છે. વજીરએક્સ અને બાયનેંસ વિવાદે પણ ક્રિપ્ટો સેક્ટરને ઘણી નકારાત્મકતા પ્રદાન કરી છે.
3) સ્ટીલ ઉત્પાદનો પર નહીં ઘટે એક્સપોર્ટ ડ્યુટી : સરકારે બે મહિના દરમિયાન અનેક સ્ટીલ ઉત્પાદનો પર એક્સપોર્ટ ડ્યુટી વધારી દીધી હતી. સરકારનો તે નિર્ણય વધતી મોંઘવારી વચ્ચે ઘરેલુ ઉત્પાદનને વધારો આપવાનો હતો. આ વિશે સૂત્રોનું કહેવું છે કે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને વારંવાર અનુરોધ કર્યા બાદ પણ સરકાર હાલમાં સ્ટીલ ઉત્પાદનો પર એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવા માટે કોઈ વિચાર કરી રહી નથી.
4) આ મહિને થશે જીએસટી કાઉન્સિલની બેઠક : આ સમય દરમિયાન મંત્રીઓનું એક જૂથ જલ્દી જ પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. આ રિપોર્ટ ઓનલાઇન ગેમિંગ પર ટેક્સને લઈને છે. ઓનલાઇન ગેમિંગને લઈને બનેલા આ જૂથના રિપોર્ટ પર જીએસટી કાઉન્સિલની આગલી બેઠક આજ મહિનાના છેલ્લા અઠવાડિયામાં મદુરાઈમાં થશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી