માસિક ધર્મ એ એક કુદરતી પ્રક્રિયા છે, જે સામાન્ય રીતે 15 થી 50 વર્ષની મહિલાઓને દર મહિને થાય છે. ભારતમાં અનેક જગ્યા પર મહિલાઓ માસિક ધર્મ દરમ્યાન ધાર્મિક કાર્યોમાં ભાગ નથી લઈ શકતી. તેથી મહિલાઓ માસિક ધર્મને લંબાવવા માટેની ટેબલેટ વિશે જાણવાની ઈચ્છા રાખે છે. આજે અમે તમને આ લેખ દ્વારા પિરિયડ્સ લેટ કરવા માટેની ટેબલેટ વિશે સંપૂર્ણ માહિતી જણાવીશું.
દરેક વખતે છોકરીઓ પોતાના પિરિયડ્સને આગળ લંબાવવા નથી ઈચ્છતી પરંતુ માસિક ધર્મ તે વખતે એક સમસ્યા બની જાય છે જ્યારે ક્યાંક બહાર જવાનું હોય કે કોઈ ઉત્સવ હોય અથવા ઘરમાં પૂજા પાઠનું આયોજન કરવામાં આવ્યું હોય એવામાં મહિલાઓને અસુવિધા ઉભી થાય છે. તેથી તેઓ પોતાના પિરિયડ્સને એક બે દિવસ લેટ કરવાનું વિચારે છે, આજના આ લેખમાં અમે તમને માસિક ધર્મ લંબાવવાની ટેબ્લેટનું નામ, માસિક ધર્મ રોકવાની દવા કેવી રીતે કામ કરે છે અને તેની આડ અસર થાય છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી જાણીશું.1) માસિક ધર્મ લંબાવવાની ટેબ્લેટ શું છે?:- માસિક ધર્મ લંબાવવાની ટેબ્લેટમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન હોય છે જે માસિક ધર્મની તારીખ ને આગળ વધારવામાં સહાયક થાય છે. તમે આ ટેબલેટને પિરિયડ્સના શરૂઆતના ત્રણ ચાર દિવસ પહેલા ખાવ.
2) માસિક ધર્મ લંબાવવાની ગોળીઓ કેટલા પ્રકારની હોય છે:- મેડિકલ સ્ટોર પર અનેક પ્રકારની પિરિયડ્સ લંબાવવાની ટેબલેટ ઉપલબ્ધ હોય છે. આ ટેબલેટ માં હોર્મોન પ્રોજેસ્ટ્રોન હોય છે જે આપણા શરીર માટે કોઈપણ પ્રકારે નુકસાનકારક નથી હોતી. કંબાઇન કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, નોરથિસ્ટેરોન અને ફેસિક પીલ્સ વગેરે ટેબલેટ તમને બજારમાં સરળતાથી મળી જશે.3) માસિક ધર્મ લંબાવવાની ટેબલેટ કેવી રીતે કામ કરે છે?:- માસિક ધર્મ આવવાના 15 દિવસ પહેલા મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન નું નિર્માણ થાય છે જે યુટેરિન લર્નિંગ ને વધવા નથી દેતું. જ્યારે પ્રોજેસ્ટ્રોન હોર્મોન અંતિમ 15 દિવસમાં બને છે,જે યુટેરીન લર્નિંગ ને વધારવાનું કામ કરે છે. જ્યારે એસ્ટ્રોજન હોર્મોન વધારે હોય છે તો યુટેરિન લર્નિંગ ઘટવા લાગે છે અને પિરિયડ્સ શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે તમે પિરિયડ્સ લંબાવવાની ગોળી લો છો તો પ્રોજેસ્ટ્રોન હોર્મોનનું સ્તર વધી જાય છે જે યુટરસ ને રક્તનો વહાવ કરતા રોકે છે અને આ રીતે પિરિયડ્સ રોકાઈ જાય છે.
4) માસિક ધર્મ લંબાવવાની ગોળી ક્યારે ખાવી જોઈએ:- જો તમે થોડા દિવસને લંબાવવા ઇચ્છતા હોવ તો પિરિયડ્સ લેટ કરવાની ગોળી ખાઈ શકો છો.આ ટેબલેટને તમે પિરિયડ આવવાના ત્રણથી ચાર દિવસ પહેલા ખાવ અને ત્યાં સુધી ખાતા રહો જ્યાં સુધી તમે પીરિયસ આવવાનું ન ઈચ્છતા હોવ. પરંતુ તમારે આ ટેબલેટનું સેવન કરતાં પહેલાં ગાયનેકોલોજિસ્ટની સલાહ જરૂર લેવી જોઈએ.5) શું ટેબલેટ ખાવાની બંધ કરતા જ પિરિયડ શરૂ થઈ જાય છે:- જે દિવસથી તમે પિરિયડ લંબાવવાની ટેબલેટ ખાવાનું બંધ કરી દો છો તો તમારો શરીરની અંદર હોર્મોન્સ ક્રિયા બદલાઈ જાય છે જેના કારણે તમારા શરીર માં રક્તનો પ્રવાહ થવા લાગે છે. પરંતુ દરેક મહિલાનું શરીર અલગ અલગ હોય છે જેના કારણે કોઈને પિરિયડ્સ કેટલાક કલાકો બાદ તો કોઈને દસ થી પંદર દિવસ બાદ શરૂ થાય છે. એ વાતનું ધ્યાન રાખવું કે પંદર દિવસની અંદર તમારા પિરિયડ્સ શરૂ ન થાય તો તુરંત જ ડોક્ટર નો સંપર્ક કરવો.
6) શું માસિક ધર્મ લંબાવવાની ગોળી સુરક્ષિત છે?:- એક કે બે વાર પિરિયડ્સ લેટ કરવાની ટેબલેટ ખાવી કોઈ પણ પ્રકારે નુકસાનદાયક નથી હોતી પરંતુ વારંવાર આ દવાઓનું સેવન કરવાથી નુકસાનદાયક બની શકે છે. આ ગોળીઓ તમારા શરીરમાં કુદરતી હોર્મોન્સ સાયકલને અસર કરે છે. જેથી અત્યંત વધારે જરૂર હોય તો જ આનુ સેવન કરવું જોઈએ. તમારા પિરિયડ્સ ને વધારે દિવસ સુધી ના રોકવા કારણ કે વધારે લેટ આવતા પિરિયડમાં દુખાવો વધારે થાય છે.
7) શું પિરિયડ્સ લંબાવવાની અને બર્થ કંટ્રોલિંગ પિલ્સ સમાન છે?:- કેટલાક લોકોનું માનવું છે કે પિરિયડ્સ લેટ કરવાની ગોળી અને બર્થ કંટ્રોલિંગ ગોળી એક જ છે પરંતુ એવું નથી આ બંનેનું કામ અલગ અલગ હોય છે. બર્થ કંટ્રોલિંગ ગોળી ઓવ્યુલેશન નથી થવા દેતી અને અનિચ્છીત ગર્ભને રોકે છે, જ્યારે પિરિયડ્સ લેટ કરવાની ગોળી યુટેરીન લર્નિંગ પર કામ કરે છે, અને ઓવ્યુલેશન ને કોઈ પણ રીતે પ્રભાવિત નથી કરતી. તેથી આનો ઉપયોગ યોગ્ય જગ્યા પર જ કરવો.8) શું પિરિયડ્સ રોકવાની દવા ના કોઈ સાઈડ ઈફેક્ટ છે?:- પિરિયડ્સ લંબાવવાની ટેબ્લેટમાં પ્રોજેસ્ટેરોન હોય છે. વધુ માત્રામાં પ્રોજેસ્ટેરોનનું સેવન કરવાથી હોર્મોન્સનું અસંતુલન થઈ જાય છે. હોર્મોન અસંતુલિત થવાથી ભારેપણું, મૂડ સ્વિંગ અને ખીલ વગેરેની સમસ્યાઓ થઈ શકે છે.
9) શું પિરિયડ્સ લંબાવાની ગોળી હંમેશા કામ કરે છે:- મોટાભાગની મહિલાઓનું માનવું છે કે આ ટેબલેટનું સેવન કરવાથી તેમના પિરિયડ્સ સરળતાથી કેટલાક દિવસો સુધી લેટ થઈ જાય છે. હજુ સુધી આ દવાઓની આડઅસરના કોઈ કિસ્સા નથી આવ્યા. પરંતુ છોકરીઓએ આ ટેબલેટ્સ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
10) ગાયનેકોલોજિસ્ટ નો સંપર્ક કરવો:- જો તમે તમારા પિરિયડ્સ ને રોકવા ઇચ્છતા હોવ તો પિરિયડ આવવાના એક સપ્તાહ પહેલા સ્ત્રી રોગ નિષ્ણાત થી વાત કરવી. ડોક્ટરની સલાહ વગર જ તમારે જાતે જ આ ટેબલેટનું સેવન કરવાથી બચવું જોઈએ. તેના સિવાય જો પિરિયડ્સ લંબાવવાની ગોળી ખાવાનું બંધ કરો છો અને ત્યારબાદ પણ બે અઠવાડિયા સુધી પિરિયડ્સ ન આવે તો ડોક્ટર નો સંપર્ક અવશ્ય કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી