આપણા જીવનમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. યોગથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. આથી જ જો તમે માત્ર દરરોજ 10 મિનીટ પણ યોગ કરો છો તો તેનાથી તમારુ સ્વાસ્થ્ય સારું રહે છે અને તમને અનેક ફાયદાઓ પણ થાય છે. ચાલો તો આપણે આજે આ લેખમાં દરરોજ માત્ર 10 મિનીટ યોગ કરવાથી થતા ફાયદા વિશે જાણી લઈએ. સમયે-સમયે અમે તમને એવા યોગાસન વિશે જણાવીએ છીએ, જે માત્ર તમને ફિટ જ નથી રાખતા પરંતુ સાથે સાથે ઘણા પ્રકારની બીમારીઓથી પણ બચાવે છે. તે સિવાય, તેને કરવાથી તમને ત્વચા અને વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળે છે.
આજે અમે તમને એવાજ યોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. અને ગૌમુખાસન વિશે વાત કરી રહ્યા છીએ. તેને કાઉ ફેસ પોઝના નામથી પણ ઓળખવામાં આવે છે. તેના વિશે અમે યોગા માસ્ટર, ફિલાંથ્રોપિસ્ટ, ધાર્મિક ગુરુ અને લાઇફસ્ટાઇલ કોચ સાથે વાત કરી છે.
ગૌમુખાસન કે કાઉ ફેસ પોઝ:- એક સંસ્કૃત શબ્દ ગૌમુખાસનને શાબ્દિક રૂપથી એક ગાયના ચહેરાની મુદ્રામાં અનુવાદ થાય છે. ગૌમુખાસન આપના આખા શરીર, ખભા અને હાથ, હિપ્સ, થાઈસ અને પીઠને ફેલાવે છે. આસનમાં વળેલા પગને ગાયના મોં જેવા કહેવામા આવે છે. કોણી ગાયના કાનનો આકાર બનાવે છે.આ એક આસન છે જે આપણને આપણા શરીરની સમરૂપતાથી અવગત કરાવે છે. જ્યારે આપણે એક ઘૂંટણને બીજા ઘૂંટણ પર રાખીએ છીએ તો એ વાતનું ધ્યાન રાખવું કે ડાબેથી જમણે અને જમણેથી ડાબે કેવું અનુભવાય છે. તે જ રીતે હાથની સ્થિતિ તરત જણાવે છે કે શું એક ખભો બીજાની તુલનાએ કેમ છે. ગૌમુખાસનને અલગ અલગ બેઠા આસનોની સાથે સેટ કરી શકાય છે. તે હાથ, ટ્રાઈસેપ્સ, ખભા અને ચેસ્ટને ફેલાવવામાં મદદ કરે છે. અભ્યાસીએ સીધા બેસવાની જરૂર હોય છે.
આ આસનને હજુ વધારે સુલભ બનાવવા માટે પ્રોપ્સનો ઉપયોગ કરવો. જો ખભા કડક હોય તો ગૌમુખાસનમાં પીઠની પાછળ આંગળીઓને અરસપરસ જોડવામાં મુશ્કેલી થાય છે, તો એક પટ્ટાનો ઉપયોગ કરવો. પગને આસનમાં જવા માટે વધારે જગ્યા દેવા માટે બ્લોક કે કંબલ પર બેસી શકો છો.
ગૌમુખાસન કઈ રીતે કરવું?:-
સ્ટેપ્સ:- યોગા મેટ પર પીઠ સીધી અને પગ સામેની બાજુ ફેલાવીને બેસી જાઓ. પગને એકસાથે રાખો અને હથેળીને હિપ્સની બાજુમાં રાખો. જમણા પગને વાળો અને ડાબા નિતંબ નીચે રાખો. ડાબા ગોઠણને જમણા ગોઠણ પર રાખો. ડાબા હાથને માથા પર ઉઠાવો અને કોણી વાળો. સાથે જ જમણા હાથને પીઠ પાછળ લઈ જાઓ અને બંને હાથને પરસ્પર જોડી લો. ઊંડા શ્વાસ લો અને જ્યાં સુધી આરામથી બેસી શકો ત્યાં સુધી બેસો. હવે જ્યારે તમે શ્વાસ છોડો ત્યારે હાથને પણ છોડી દો. પગ ખોલી નાખો અને બીજા પગ માટે ફરીથી કરો.ગૌમુખાસનના લાભ:- સાઈટિકાને મટાડે છે. હાઇ બ્લડ પ્રેશરમાં મદદ કરે છે. રિઢને લાંબુ કરે છે. તણાવ અને ચિંતા મટાડે છે. પીઠના મસલ્સ મજબૂત બનાવે છે. કિડનીને ઉત્તેજિત કરે છે. ખભાની જકડન મટાડે છે.
સાવધાની:- ખભામાં દુખાવો કે વાગેલું હોય- જો ખભામાં વધારે દુખાવો થઈ રહ્યો હોય તો, ગૌમુખાસન ન કરવું. શરીરના કોઈ પણ મુખ્ય ભાગમાં દુખાવો- આસન કરતાં સમયે શરીરના કોઈ ભાગમાં ખેંચ થાય અને દુખાવો થાય તો આસન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
પગમાં સોફ્ટ ટીશ્યુ ઈંજરી:- સોફ્ટ ટીશ્યુ ઈંજરીનો મતલબ છે મસલ્સ, લીગામેંટ્સ અને ટેંડ્સને નુકસાન. તે સામાન્ય રીતે તણાવ કે મચકોડથી થાય છે. થાઈસના મસલ્સમાં દુખાવો થવો ખૂની બવાસીર. ઉપરોક્ત સમસ્યાઓમાં ગૌમુખાસન કરવાથી સમસ્યા વધી શકે છે. માટે આ સમસ્યાઓમાં આસન ન કરવું મહત્વપૂર્ણ છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી