શિયાળામાં ગોળ ખાતા પહેલા જાણી લ્યો તેના વિશેની આ 3 વાત, જેનાથી 99% લોકો છે અજાણ…. જાણો ખાવાની રીતથી લઈને તેની સંપુર્ણ માહિતી…

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ શિયાળાના દિવસો શરુ છે એટલે સ્વાભાવિક છે કે આપણને ગરમ વસ્તુઓ ખાવાનું મન થાય છે. જો કે શિયાળાનો ખાસ ખોરાક ગોળ છે. અને આપણે ગોળની અનેક વાનગીઓ બનાવીએ છીએ. ગોળની તાસીર ગરમ હોવાથી ગોળનું સેવન શિયાળામાં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પણ જો તમે ગોળનું સેવન શિયાળામાં કરતા હો તો તમારે ગોળને લગતી કેટલીક વાતોને જાણવી ખુબ જ જરૂરી છે. 

જે લોકોને મીઠી વસ્તુઓ ખાવાનો શોખ હોય તેમણે ગોળ જરૂરથી ટ્રાઇ કર્યો હશે. ગોલ્ડન બ્રાઉન કલરનો ગોળ મોંમાં રાખતા જ ઓગળતો હોય એવું લાગે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ટેસ્ટી હોવા સિવાય ગોળના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. અને તે રિફાઈન્ડ ખાંડનો પણ એક સારો એવો વિકલ્પ છે. 

ગોળના અગણિત લાભોને કારણે વર્ષોથી મોટા પાયે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં ગોળના વ્યાપક ઉપયોગના કારણે તેને ‘ઔષધિય શુગર’ પણ કહેવામા આવે છે. તેને શેરડીના છોડમાંથી પ્રાપ્ત શેરડીના રસને સંસાધિત કરીને કે ઉકાળીને તૈયાર કરવામાં આવે છે.ગોળમાં વિભિન્ન પોષકતત્વો હોય છે. તેમાં વિટામીન્સ, મિનરલ્સ, પ્રોટીન અને એંટીઓક્સિડેંટ જેવા સેલેનિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ વગેરે સમાવિષ્ટ હોય છે. શિયાળામાં ઇમ્યુન સિસ્ટમને મજબૂતી આપવાને કારણે ગોળના ફાયદા ઘણા વધી જાય છે. વાસ્તવમાં શુદ્ધ ગોળ દરેક ઘરમાં જરૂરથી હોવો જોઈએ. જોકે, ગોળ સફેદ ખાંડનો એક સારો વિકલ્પ છે પરંતુ ગોળના ગુણોને સમજવા મહત્વપૂર્ણ છે. આ જાણકારી આયુર્વેદિક એક્સપર્ટ દ્વારા છે. જો તમે પણ ગોળનું સેવન કરતાં હોય તો આ 3 વાતો વિશે જરૂરથી જાણી લો.

હંમેશા એક વર્ષ જૂના ગોળનો ઉપયોગ કરવો:- જૂના ગોળના નવા ગોળની તુલનાએ ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ હોય છે. તે હળવો હોય છે, નાડીઓને અવરુદ્ધ કરતો નથી અને બ્લડને શુદ્ધ કરે છે. જ્યારે નવા ગોળમાં વિપરીત ગુણ હોય છે અને તે કૃમિ સંક્રમણ કે આંતરડાના ડીસ્બિઓસિસ અને કફ અસંતુલન જેવા શરદી, ઉધરસનું કારણ બને છે. જૂના ગોળનો ઉપયોગ ઘણી આયુર્વેદિક ઔષધીઓને બનાવવામાં કરવામાં આવે છે. તે લીવર અને સ્પ્લીન કંડિશન્સમાં પણ લાભદાયી છે. તે હ્રદય માટે સારું છે અને વાતને સંતુલિત કરે છે. જૂના ગોળનો સ્વાદ થોડો નમકીન અને રંગ થોડો ઘટ્ટ હોય છે. વધારે નમકીન ન હોવાનો મતલબ એ હોય છે કે તે ભેળસેળ વાળો છે.

ગોળ અને દૂધને સાથે ન લેવું જોઈએ:- હા, દૂધ સાથે ગોળ સારો લાગતો નથી. દૂધ અને ગોળમાં વિપરીત ગુણ હોય છે કારણ કે, ગોળ ગરમ હોય છે, જ્યારે દૂધ ઠંડુ હોય છે. જ્યારે ગોળ લાભોથી ભરેલો હોય છે અને તેમાં વિટામિન, ફૉસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, દૂધ સાથે તેનું કોંબીનેશન હાનિકારક થઈ શકે છે. 

ગોળની શુદ્ધતા:- એ સમજવું જરૂરી છે કે બજારમાં મળતા હળવા રંગનો ગોળ સામાન્ય રીતે શુદ્ધ હોતો નથી. સોડિયમ બાઈકાર્બોનેટ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા યૌગિક ગોળમાં હલકો કલર લાવે છે ગોલ્ડન બ્રાઉન કે ડાર્ક બ્રાઉન કલરનો ગોળ શુદ્ધ ગણવામાં આવે છે.પ્યોરિટી ટેસ્ટ:- ગોળનો એક નાનો ટુકડો લો અને એક ગ્લાસ પાણીમાં નાખો. જો ગોળની અંદર ચોક પાવડર હશે તો તે ગ્લાસના તળિયે બેસી જાય છે. આમ ગોળનું સેવન શિયાળામાં ખુબ જ લાભકારી છે પણ શુદ્ધ ગોળનું સેવન કરવું જોઈએ. 

ગોળના ગુણ:- તે એક વિશ-રોધી એજન્ટના રૂપમાં કામ કરી શકે છે. તેમાં એન્ટિ-નિયોપ્લાસ્ટિક ગુણ હોય છે. તેમાં એન્ટિઓક્સિડેંટ ગુણ હોય શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment