મિત્રો આપણે એમ માનીએ છીએ કે જો વહેલા સુઈએ તો વહેલા ઉઠી શકાય છે. અને જો વહેલા ઉઠશું તો તમારા શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. કેમ કે તમે વહેલા ઉઠો છો ત્યારે તમારામાં એક તાજગીનો અનુભવ થાય છે. જે તમને આખો દિવસ એનર્જી આપે છે. અને તમે સદા સ્ફૂર્તિનો અનુભવ કરો છો. પણ જો અતિશય વહેલું સુવામાં આવે તો કહેવાય છે કે, હાર્ટને લગતી તકલીફ વધી શકે છે. અને હાર્ટએટેક પણ આવી શકે છે. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઈએ.
આપણે બાળપણથી એક કવિતા સાંભળતા આવ્યા છીએ કે, ‘અરલી ટુ બેડ એન્ડ અરલી ટુ રાઈજ, મેક્સ એ મેન હેલ્દી, વેલ્થી એન્ડ વાઇજ’ એટલે કે વહેલું સુવું અને વહેલું ઉઠવું, માણસને સ્વસ્થ, ધનવાન અને બુદ્ધિમાન બનાવે છે.’ આ લાઈન જલ્દી સુવા અને જલ્દી ઉઠવા માટે બાળકોને પ્રેરિત કરવાનું એક સૂત્ર બની ગયું છે. જેના પણ માતા-પિતા જ નહિ પણ ડોક્ટર પણ અમલ કરવાનું કહે છે. પણ એક ખબર અનુસાર મેડિકલ જર્નલ સ્લીપ મેડીસીનમાં પ્રકાશિત લેખ અનુસાર રાત્રે 10 વાગ્યા પહેલા સુવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.આ સ્ટડી અનુસાર રાતે 10 વાગ્યા પહેલા સુવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો વધી શકે છે. જે મનુષ્ય મૃત્યુને આમંત્રણ આપે છે. જ્યારે મોડું સુવામાં આવે તો મેટાબોલીઝ્મથી જોડાયેલ બીમારીઓ અને જીવનશૈલી સંબંધી વિકાર થવાનો ખતરો વધી શકે છે. રાત્રે 10 વાગ્યા પહેલા સુવાની આદતથી હાર્ટએટેક અને સ્ટ્રોકથી મૃત્યુનો ખતરો 9% જેટલો વધી જાય છે. સ્ટડી કરનાર વૈજ્ઞાનિકના કહ્યા અનુસાર 21 થી વધુ દેશોમાં રાતે 10 વાગ્યા પહેલા મરણ પામનાર લકોની સંખ્યા 5,633 ની તપાસ કરવામાં આવી. ત્યારે એ સામે આવ્યું કે, તેમાં 4,346 લોકોની મોતનું કારણ હાર્ટએટેક અને સ્ટ્રોક છે.
અહીં સ્ટડીમાં એ વાત પણ સામે આવી છે કે, અડધી રાત્રે સૂતા લોકોમાં બીમારી અને મોતનો ખતરો અન્ય લોકોની અપેક્ષા 10% વધી જાય છે. આ વિશે ડોક્ટરના કહ્યા અનુસાર ‘આપણે બધા જાણીએ છીએ કે, દરેક માટે 6 થી 8 કલાક સુવું ખુબ જ જરૂરી છે. પણ વહેલા અને મોડું સુવા કરતા યોગ્ય સમયે સુવું વધુ મહત્વનું છે.સ્ટડી દરમિયાન સુવા અને ઘટનાઓના જોખમ વચ્ચે યુ શેપ નો તાલમેલ જોયો અને જોયું કે જે લોકોના સુવાનો સમય રાત 10 વાગ્યાથી મધ્ય રાત્રીની વચ્ચે હતો, તેમના માટે હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો ઘણો ઓછો હતો. સાથે જ આ ખતરો તે લોકો માટે પણ ઓછો હતો, જે લોકો રાત 9 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે સૂતા હતા. પણ ગ્રાફમાં એ વાત સામે આવી કે મૃત્યુને આમંત્રિત કરનાર હાર્ટએટેક એન સ્ટ્રોકનો ખતરો સૌથી વધુ એ લોકોને છે જે સાંજે, અથવા સાંજે 7 વાગ્યા પહેલા સુઈ જાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.