તહેવારોમાં ચટપટું અને મીઠાઈઓ ખાઈને ખરાબ થઈ ગયેલા પેટ અને શરીરને સાફ કરવાના દેશી નુસ્ખા, મફતમાં પેટ અને શરીર બની જશે એકદમ તંદુરસ્ત…

તહેવારોની સીઝન પૂરી થવા પર જ છે, પણ તહેવારો દરિમયાન આપણે ખાવા-પીવા પર કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. આ સિવાય બહાર પણ મીઠાઈ અને અન્ય ચીજો ખાવામાં આવે છે, આ વસ્તુઓ ખાવામાં તો ખૂબ સ્વાદિષ્ટ હોય છે પણ પચાવવામાં મુશ્કેલ થઈ જાય છે. ઘણા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે જેના કારણે એસીડીટી, કબજિયાત અને પેટમાં દુખવું વગેરે જેવી સમસ્યાઓ તહેવારો પુરા થવાની સાથે વધવા લાગે છે.

આ તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા તમારે પાચનશકિતને કાબુમાં લાવવી જરૂરી છે, તેના માટે તમારે ખોરાકમાં એવી વસ્તુ લેવી જેમાં ફાઈબરની માત્રા વધુ હોય અને જે તમારા શરીરમાં રહેલા ટોકસીક દ્રવ્યોને દૂર કરી શકે. ઘણા એવા ફૂડ અને ડ્રિક્સ છે જેની મદદથી તમે આસાનીથી આ સમસ્યામાં રાહત મેળવી શકો. આ આર્ટીકલમાં અમે તમને એવા ફૂડ અને ડ્રિક્સ વિશે જણાવીશું જે તમને પેટની સમસ્યામાં રાહટ આપી શકે.

ડીટોકસ ડ્રીંક્સ : ડીટોકસ ડ્રીંક્સ તમારા શરીરમાં રહેલા ટોકસીક દ્રવ્યોને દૂર કરે છે, ડીટોકસ ડ્રીંક્સ તરીકે તમે  સવારે ગરમ પાણી સાથે લીંબુનું સેવન કરી શકો છો જે ખૂબ ઉપયોગી થશે. લીંબુ પાચનતંત્રને ડીટોકસ કરવાની સાથે તેમાં રહેલા વિટામીન અને મિનરલ્સ પણ ફાયદો આપશે.

લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામીન સી, કેલ્શિયમ અને પોટેશિયમ આવેલું છે તેનું ગરમ પાણી સાથે સવારમાં સેવન કરવાથી શરીરમાં રહેલા ઘણા ટોકસીક દ્રવ્યો દૂર થાય છે. આ સિવાય ગરમ પાણી અને લીંબુ પેટની ચરબી ઘટાડવામાં પણ અસરકારક છે. તમે નોર્મલ પાણીમાં લીંબુ અને ફૂદીનો મેળવીને પણ પી શકો છો. જો તમને લીંબુનો સ્વાદ પસંદ નથી તો તમે તરબૂચમાં ફૂદીનો મેળવીને પણ ડીટોકસ ડ્રીંક્સ તૈયાર કરી શકો છો, આ ડ્રીંક પેટ ફૂલવાની સમસ્યાથી છુટકારો આપશે.

સાદો ખોરાક લેવો, જંક ફૂડનું સેવન ટાળો : તહેવારો પછી જંક ફૂડ ખાવાનું ટાળવું અને સાદો ખોરાક જ લેવો. બટેટાની બદલે શક્કરિયાંને બાફીને ભોજનમાં લેવું જેના કારણે પેટની ઘણી સમસ્યાથી છુટકારો મળશે. આ સિવાય જો તમે બ્રાઉન રાઈસને ભોજનમાં લ્યો છો તો તેના બદલે સફેદ ભાતનું સેવન કરવાનું શરૂ કરવું જોઈએ. તીખું અને તળેલું તેમજ સોડા અને કોલ્ડ્રીક્સને લેવાનું બંધ કરવું. જેટલું બને તેટલું વધુ પાણી લેવું.

અનાનસ અને પપૈયું : તહેવારો પછી પાચનસબંધી તકલીફો દૂર કરવા અનાનસ અને પપૈયાનું સેવન કરવું જોઈએ. અનાનસ અને પપૈયામાં રહેલા બ્રોમેલેન અને પાપેન જેવા ઉત્સેચકોના કારણે પેટ ફૂલવાની સમસ્યાથી છુટકારો મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment