વગર ખર્ચે માખીઓ થી છૂટકારો મેળવો અપનાવો આ દેશી ઉપાયો .

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

🐝 માખીથી છૂટકારો મેળવો આ રીતે 🐝

🐝  માખી વરસાદની ઋતુમાં ખૂબ જ પરેશાન કરે છે. માખીઓને ઘરમાં કે ઘરની આસપાસ બણબણતી હોય ત્યારે આપણને ચીડ ચડતી હોય છે. ઘરમાં થોડી જગ્યા મળી નથી કે તરત જ ઘરમાં ઘૂસી જતી હોય છે. ઘરમાં ખાવાપીવાની ચીઝવસ્તુઓ પર બેસીને બીમારી ફેલાવતી હોય છે. જો કોઈ મીઠી વસ્તુ હોય તો તેને તો છોડતી જ નથી. માખીઓ તરત જ તેના પર હુમલો કરી દે છે. મિત્રો આવા સમયમાં તેને ઉડાડી ઉડાડીને હાથ દુઃખી જતા હોય છે. પરંતુ જીદ્દી માખીઓ પીછો છોડતી નથી. તો આવો આજે આ લેખ દ્વારા જાણો કે કઈ રીતે મેળવવો છૂટકારો આ માખીઓના ત્રાસથી.

🐝 મિત્રો ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે માખીઓને પસંદ નથી હોતી. તેનો ઉપયોગ આપણે માખીને ભગાવવામાં કરી શકીએ છીએ. આ ઉપરાંત થોડી બુદ્ધિ લગાવીને તેના માટે ટીપ્સ બનાવી શકીએ છીએ. અને મિત્રો એ ટીપ્સ ઘરે જ બનાવી શકાય છે. તો મિત્રો અહીં આપેલી ટીપ્સને અપનાવીને માખીઓને અલવિદા કહી શકીએ છીએ.

🐝 મિત્રો ટીપ્સ જાણતા પેહલા આપને માખી વિશે થોડી રસપ્રદ વાતો જાણી લઈએ.

 Image Source :

🐝 માખીનું જીવન 🐝

માદા માખી નર માખી કરતા થોડી મોટી હોય છે. મિત્રો માખીઓ આટલી બધી માત્ર માં શા માટે દેખાય છે. કારણ કે માખી એક વારમાં લગભગ 100 થી 125  ઈંડા મૂકી દે છે. ઈંડા સફેદ રંગના હોય છે. માખીના ઈંડા સડી ગયેલી વસ્તુ, કચરો, માલ વગેરે જેવી જગ્યાએ મૂકે છે. આ ઈંડા 24 કલાકની અંદર જ પગ વગરના રૂપાંતરિત થઇ જાય છે. ત્યારબાદ તે સડેલી વસ્તુને ખાઈને ખોરાક પ્રાપ્ત કરે છે. પછી ત્રણથી ચાર દિવસ લાલ ભૂરા રંગના પ્યુપમાં બદલી જાય છે. દરે પ્યુપમાંથી સંપૂર્ણ રીતે વિકસિત માખી નીકળે છે. પ્યુપમાંથી બહાર નીકળ્યા બાદ માખીના આકારમાં પરિવર્તન પામે છે.

 Image Source :

🐝 જો તમે કોઈ નાની માખીને જૂઓ તો તેને સામાન્ય ન સમજવી એક માખી પંદરથી ત્રીસ દિવસ સૂધી જીવતી રહે છે. માખીઓને કારણે ઘણી બધી બીમારીઓ ફેલાય છે. ફૂડ પોઈઝનીંગ, ટાઈફોઇડ, ટીબી, ડાયરિયા વગેરે જેવી ખતરનાક બીમારીનું કારણ બની શકે છે. માખીઓ હંમેશા સતત કંઈક  ખાતી રહે છે અને આમ તેમ મળ ત્યાગ કરતી રહે છે.

 Image Source :

👩‍⚕️ મિત્રો માખીઓને આ રીતે દૂર કરો: 👩‍⚕️

ઘરમાં વિખરાયેલા નાના ખાવા પીવાના ટૂકડા માખીને આમંત્રણ આપે છે. તો તરત જ તેને હટાવી દો. ચાસણી જેવી કોઈ મીઠી વસ્તું ઢોળાય જાય તો તેને તરત જ સાફ કરી લેવી. કચરાના ડબ્બાને સાફ કરતા રહો અને હંમેશા કચરના ડબ્બાને ઢાંકણું ઢાંકીને રાખવું. એવી જગ્યા જ્યાંથી માખી ઘરની અંદર આવી શકે તેને બંધ કરી દો. નળીઓ સૂકી અને સાફ રાખવી .

🐝 જેવી રીતે ઉંદરડા પકડવાના પિંજરામાં ઉંદર પકડીએ એજ રીતે ખાંડની મદદથી માખીઓને પકડી શકાય છે. તેને જાળી કહે છે. તેના માટે એક ગ્લાલમાં અડધો કપ પાણી લો તેમાં ત્રણ ચમચી ખાંડ ઉમેરી દો. હવે એક કડક કાગળનો કોણ બનાવી તેની અણીને એટલી કાપો કે તેમાંથી માખી અંદર ઘૂસી શકે. હવે ખાંડ વાળા ગ્લાસ પર આ કોણ ઢાંકી દો. અણી વાળો ભાગ અને તે પાણીથી થોડો ઉપર રહે તે રીતે રાખો. માખી ખાંડની સુગંધ સાંભળી કોણના કાણામાં ઘૂસી જશે પરંતુ બહાર નીકળી નહિ શકે.

 Image Source :

🐝 જો કોઈ દરવાજાના રસ્તાથી માખીઓ ઘૂસી જતી હોય તો તેનો એક અનોખો ઉપાય છે. એક પારદર્શી પોલીથીનને અડધા પાણીથી ભરી દો. હવે તેના મોં ને સાવધાનીથી બંધ કરી દો. હવે તેને દરવાજા ઉપર લટકાવી દો. તેમાંથી રીફ્લેક્ટ થતી રોશનીથી માખીઓ ભ્રમિત થઇ જાય છે. તેથી તે દરવાજેથી અંદર નહિ આવે. પરંતુ આ ઉપાય માત્ર દિવસે જ કામ કરશે રાતના સમયે કામ નહિ કરે.

 Image Source :

🐝 ફળ પર આવનારી માખીઓ માટે કાળામરી વાળું દૂધ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેને બનાવવા માટે એક કપ દૂધમાં ત્રણ ચમચી ખાંડ અને એક ચમચી કાળામરીને પીસીને તેમાં નાખી તેને પાંચથી સાત મિનીટ સૂધી ઉકાળો. હવે તે દૂધને પ્લેટમાં રાખી જ્યાં માખીઓ આવતી હોય તે જગ્યાએ રાખી દો તેનાથી માખી જો તે દૂધ પર બેસશે તો તે તેમાં ડૂબી જશે.

🐝 નીલગીરીના તેલની સુગંધથી માખીઓ દૂર રહે છે. જ્યાં માખીઓ વધારે આવતી હોય તે જગ્યાએ નીલગીરીના તેલ વાળું કપડું કરી રાખી દો તો ત્યાં માખીઓ નહિ આવે.

 Image Source :

🐝 માખીઓ ને જો તમારા ઘરથી બે મીટર દૂર રાખવી હોય તો આ ઉપાય અપનાવો.તેના માટે લીંબુને બે  ટૂકડામાં કાપી લો. એક ટૂકડામાં છ થી સાત લવિંગ ઘુસાડી દો અને ફૂલ જેવો ભાગ ઉપર રાખવો. હવે જ્યાંથી માખીઓ ભગાડવી હોય ત્યાં રાખી દો એટલે માખીઓ ત્યાંથી લગભગ બે મીટર દૂર રહેશે.

🐝 જ્યાં તુલસી, ફુદીનો વગેરે જેવા છોડ હોય ત્યાં માખીઓ આવતી નથી. માટે તેને કૂંડામાં વાવી રાખો અને જો છોડ ના હોય તો તેના સૂકાયેલા પાંદડાને પીસી મલમલના કપડાની પોટલીમાં રાખી દો અને માખી આવતી હોય તે જગ્યા પર રાખી દો. માખીઓ ભાગી જશે.

 Image Source :

🐝 આ ઉપરાંત ઘરમાં કપૂરનો ધૂપ કરો તેની સુગંધથી માખીઓ ગાયબ થઇ જશે.

🐝 તો મિત્રો આ રીતે તમે ઉપર આપેલા ઉપાયોનો પ્રયોગ કરી માખીઓને દૂર કરી શકો છો અને બચી શકો છો ગંભીર વાયરસથી તેમજ રોગોથી.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment