અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🎑 એક એવો કુંડ જ્યાં બને છે અદભૂત ઘટના… 🎑
🎑 આમ તો ભારતમાં ઘણા બધા તીર્થ સ્થાનો રહસ્યમય છે કે તેની પાછળનું કારણ હજુ પણ નથી મળ્યું તેવા જ એક તીર્થ સ્થાનની વાત અમે આજે કરવા જઇ રહ્યા છીએ જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે.
🎑 હા મિત્રો, એક એવો કુંડ છે જેમાં બને છે એકદમ અદ્દભુત ઘટના. જ્યાં તમે બીલીપત્ર નાખશો તો તે પાણીમાં તરવાને બદલે સમાવિત થઇ જાય છે. અને આ એવો કુંડ છે જ્યાં તમે ઓમ નમઃ શિવાય બોલો તો નીચે ડૂબેલ ફળ ઉપર આવશે અને લોકો તેને પ્રસાદ સમજી ગ્રહણ કરે છે. એક એવો કુંડ કે જેના પાણીમાં જો તમે દૂધ નાખશો તો તે પાણીમાં મળી જવાને બદલે પાતળી ધાર બનીને પાણીની અંદર જતું દેખાશે. છે ને એકદમ અનોખી અને અદ્ભુત ઘટના હવે તમને અમારી આ વાત સાંભળી એવું આશ્ચર્ય થશે કે આખરે આ કુંડમાં એવું શું છે કે તેમાં આવી ઘટના બને છે. પરંતુ મિત્રો આ વાતથી પણ અદ્દભુત વાત તો એ છે કે આ કુંડમાં બીલી પત્ર સિવાય એક પણ પાંદ નથી ડૂબતા. માત્ર બીલી પત્રના પાંદ જ ડૂબે છે. આ સાથે દૂધવાળી ઘટના પણ ખૂબ જ હેરાન કરી દે તેવી છે.Image Source :
🎑 મિત્રો આ અદભૂત ચમત્કારિક કુંડે દેશના અલગ અલગ વિસ્તારના લોકો ત્યાં આવે છે અને બીલી પત્ર અને દૂધનો પ્રયોગ કરે છે અને વિચારે છે કે આ ચમત્કાર કંઈ રીતે થાય છે. શા માટે આવી વિચિત્ર ઘટના સર્જાય છે, એકદમ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ. તો ચાલો જાણીએ આ કુંડ વિશેની બધી માહિતી કે ક્યાં સ્થિત છે આ કુંડ.આં તો ભગવાન શિવના ઘણા બધા તીર્થસ્થાનો છે પરંતુ કદાચ ભાગ્યે જ તમે ભગવાન શિવના આ ચમત્કારિક કુંડ વિશે સાંભળ્યું હશે. અહિયાં શિવલિંગ તો કોઈને દેખાતી જ નથી. હા મિત્રો આ કુંડની અંદર એક શિવલિંગ પણ સ્થિત છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ કોઈને પણ દેખાતી નથી.
🎑 પૌરાણિક માન્યતાને માનીએ તો સીતાપૂરના નૈમીશમાં રુદ્રાવત નામના સ્થળ પર ગોમતી નદીના કિનારે સ્થિત બનાવેલ એક કુંડની અંદર રહેલી શિવલીંગને પાવારુદ્રવત નામે ઓળખવામાં આવે છે ત્યાં જ કુંડથી થોડે દૂર એક મંદિર પણ આવેલું છે જેમાં ભગવાન શિવનું રુદ્રાવતારમાં સ્થાપિત શિવલિંગ છે.Image Source :
🎑 એવું કહેવામાં આવે છે કે કુંડની અંદર ભગવાન શિવની શિવલિંગ સ્થિત છે જેના કારણે માત્ર બીલી પત્ર જ તેમાં ડૂબે છે. ત્યાં રહેતા જૂના પૂજારીનું તેવું માનવું છે કે કોઈ વ્યક્તિને અંદાજો નથી કે તે શિવલિંગ કેટલું ઊંડું છે. જો તે પૂજરીજીનું માનીએ તો તેમનું કહેવું છે કે નાનપણથી જ તે કુંડની સેવા કરે છે અને નાનપણથી જ તે આ કુંડના ચમત્કારને જોતા આવ્યા છે. પૂજારી મહારાજનું કેહવું છે કે જે વ્યક્તિએ અહીંથી સાચા દિલથી કંઈક માગ્યું હોય તે તેને પ્રાપ્ત થાય છે.
🎑 પરંતુ મિત્રો એક વિચિત્ર વાત એ છે કે જો કોઈ ખંડિત બીલી પત્ર આ કુંડમાં નાખે તો તે ડૂબશે નહિ પરંતુ ખંડિત ન હોય તેવું બીલી પત્ર નાખવામાં આવશે તો તે અન્ય પાંદડાની જેમ તરવાની બદલે ડૂબી જશે. આ ઉપરાંત લોકો કુંડમાં જે ફળ નાખે છે તે ડૂબી જાય છે અને ત્યાર બાદ ઓમ નમઃ શિવાય બોલવાથી તે થોડા ફળ ઉપર આવે છે અને લોકો તેનો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે.
🎑 મિત્રો તમને પણ જો તેવું માનવામાં નથી આવતું કે આ કુંડમાં માત્ર બીલી પત્ર જ ડૂબે છે બીજા પાંદડા નહિ તેમજ ફળ નાખ્યા હોય તે ઓમ નમઃ શિવાય બોલવાથી ઉપર આવે છે અને દૂધ પાણીમાં મિક્સ થવાને બદલે તેની પાતળી ધાર નીચે જતી હોય તેવું દેખાય છે આ બધી વાત જો તમારા માનવામાં આવતી નથી તો તમે આ કુંડે જરૂર જજો અને આ કુંડના ચમત્કાર જોજો. પછી તમને વિશ્વાસ આવી જશે.
🎑 આ જગ્યાએ જવા માટે દેશના પ્રાચીન તીર્થ સ્થાન નૈમીશ આવવાનું રહેશે. ત્યાંથી લગભગ દસ કિલોમીટર દૂર રુદ્રાવત બાબાનું તીર્થ સ્થળ આવેલું છે. આ તીર્થ સ્થળે આવવા માટે નૈમીશથી સીતાપુર હરદોઇ મુખ્ય માર્ગ પર લગભગ પાંચ કિલોમીટર ચાલવાનું રહેશે. આ જ રસ્તે જ ગામમાં આ રુદ્રાવત કુંડ આવેલો છે.
🎑 આશા છે કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. રુદ્રાવતાર ભગવાન શિવની કૃપા તમારા પર હંમેશા રહે અને તમારી બધી મનોકામના પૂર્ણ કરે.
🎑 હર હર મહાદેવ… 🎑
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
Very helpful
1 VERY HUGEFULL