સ્વાદ અને સૂંઘવાની ક્ષમતાને પછી લાવે છે આ ઘરેલુ અસરકારક ઉપચાર.. ઇન્દ્રિયોને બનાવી દેશે પાછી સક્રિય

કેટલીક વાર શરદી અથવા તાવ અથવા તો ઉમર વધવાથી વ્યક્તિને સ્વાદ લાગતો નથી અથવા તો સુંઘવાની ક્ષમતામાં ખામી આવી જાય છે. વાયરલ થવાથી આપણને સુગંધ અથવા તો ગંધનો ઓછો અનુભવ થતો હોય છે. લગભગ એક વરસ પહેલા આ લક્ષણને તાવ અને શરદીના એક સામાન્ય લક્ષણ માનવામાં આવતા હતા, પરતું અત્યારે કોરોના મહામારીએ દુનિયામાં દસ્તક આપી છે, ત્યારથી આ લક્ષણને કોરોનાના વાયરસના લક્ષણમાં ગણવામાં આવ્યા છે. ખરેખર, કોરોનાના દર્દીઓમાં પણ સ્વાદ અને સુંઘવાની ક્ષમતા જવાની સમસ્યા રહે છે. આ જ કારણ છે કે હવે આ લક્ષણોની ગણતરી કોરોનાનાં લક્ષણોમાં થાય છે. જો કે, ગંધ એ ઇન્દ્રિયોથી જોડાયેલી જ હોય છે અને જેમ-જેમ ઉમર વધે છે, તેમ-તેમ કેટલાક લોકોમાં ગંધ અને સ્વાદમાં ફેરફાર અથવા તો ખામી આવી જવી એ એક સામાન્ય વાત છે.

એટલે કે એ જરૂરી નથી, કે જો તમને ગંધ અને સ્વાદમાં ખામીની સમસ્યા જોવા મળે છે તો તેનો એ અર્થ નથી કે તમને કોરોનાનો ચેપ લાગુ પડી ગયો છે. પરતું આ સંકટ કાળમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડિસ્જેસિયા, ઇનોસ્મિયા અને સાઇનસ આ પ્રકારની એવી કેટલીક બીમારી છે જે તમારા સ્વાદ અને સુઘવાની ક્ષમતાને ઘટાડી શકે છે. આ બધી બીમારી માનવીની ઇન્દ્રિયોથી જ સંબંધ રાખે છે. એટલા માટે આ રીતની સમસ્યા થવાથી વધારે દવાઓ લેતા પહેલા કુદરતી રીતે દવા કરવાની કોશિસ કરવી જોઇયે. જો તમારી પણ સુંઘવાની ક્ષમતા ઘટી ગઈ છે, તો તમારી માટે જણાવીએ છી કેટલાક પ્રકૃતિક ઉપાય, જેનાથી તમે તમારી ખોવાયેલી સુઘવાની શક્તિને પાછી લાવી શકો છે.

અજમા: અજમાનાં કેટલાક ફાયદાઓ છે, જેમાંની એક સુઘવાની ક્ષમતાને વધારવાની પણ છે. અજમા પાચનશક્તિને તો વધારે જ છે પણ સાથે એલર્જીથી બચાવે છે, શરદી-તાવથી છૂટકારો અપાવે છે, અને સુંઘવાની શક્તિને પણ વધારે છે. સુગંધને વધારવા માટે તેનો ઉપયોગ કરવાની શ્રેષ્ટ રીત એ છે કે તેને એક રૂમાલમાં લપેટી અને પાછો ઊંડો શ્વાસ લો અને પછી શ્વાસ ને પાછો છોડો. આમાં એક ખાસ વાત એ છે કે તમે દિવસમાં ઘણીવાર આ રીતે તેનો ઉપયોગ કરી શકો છો.

એપ્પલ સાઇડર વિનેગર

વજનને ઓછું કરવા માટે અને પાચનશક્તિને વધારવાની સાથે જ એપ્પલ સાઇડર વિનેગર(સફરજનની છાલ) ખોવાયેલી સુઘવાની ક્ષમતાને વધારે છે. ખરેખર, સુઘવાની શક્તિમાં ખામી આવવાનું મુખ્ય કારણ નાક બંધ થવું તે છે. એપ્પલ સાઇડર વિનેગરમાં એંટીફ્લેમેટરી તત્વ હાજર હોય છે, જે બંધ નાકને સાફ કરે છે અને સુઘવાની શક્તિને વધારે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી એપ્પલ સાઇડર વિનેગરને મેળવો અને આનું સેવન કરો. ધ્યાન રાખો, આનો વધારે ઉપયોગ પાચન સબંધી સમસ્યાને ઊભી કરી શકે છે. આવામાં એક નિશ્ચિત માત્રામાં જ આનું સેવન કરવું જોઇયે.

લાલ મરચું

લાલ મરચું પણ તમારી ખોવાયેલી સ્વાદની શક્તિને અને ગંધને પાછી લાવવામાં મદદ કરી શકે છે. ખરેખર, તો કેટલાક કિસ્સાઓમાં ગંધ ન આવવાનું મુખ્ય કારણ નાકનું બંધ થવું તે જ હોય છે, જેના પર આપણું ધ્યાન જતું નથી. લાલ મરચામાં કૈપ્સાઇસીન હોય છે, જે બંધ નાકને સાફ અને ઇન્દ્રિયને એક્ટિવ રાખે છે. જેનાથી સુંઘવાની ક્ષમતામાં વૃધ્ધિ થાય છે. સીધું લાલ મરચાંનો ઉપયોગ નુકસાન પહોચાડી શકે છે. આવામાં તમે મધ અને પાણીની સાથે આનો ઉપયોગ કરી શકો છો. એક કપ ગરમ પાણીમાં એક ચમચી લાલ મરચાંનો પાવડર અને એક ચમચી મધ ઉમેરો અને આને ધીરે-ધીરે પીવો.

લસણનો ઉપયોગ કરો

શરદી અને તાવ માટે લસણ સૌથી બેસ્ટ ઘરેલું ઉપાયોમાં ગણવામાં આવ્યું છે. આદુની જેમ જ લસણ પણ દરેકનાં રસોડામાં જોવા મળે છે. લસણમાં એંટીફ્લેમેટરી આને એંટીમાઈક્રોબીલિયલ પ્રોપર્ટીજ હોય છે, જે બંધ નાક ખોલવાની સાથે બીમારીઓને પણ દૂર કરે છે. લસણને તમે શેકીને ખાય શકો છો. આ સિવાય લસણને નાના ટુકડામાં કાપીને પાણીમાં ઉકાળીને પછી તેને ઠંડુ થવા માટે રાખી દો. પાણી ઠંડુ થયા બાદ આને પીય લો. રોજ દિવસમાં એકવાર લસનને પાણીમાં ઉકાળીને ઠંડુ થવા દો અને પછી તેને પીય લો. આ સુગંધ આને સ્વાદ લેવાની ક્ષમતાને વધારશે.

એરેડિયાનું તેલ

જો તમારામાં સુઘવાની ક્ષમતા ઓછી થઈ રહી છે તો એરેડિયાનું તેલ આ સમસ્યાથી છૂટકારો દેવા માટે એક રામબાણ ઉપાય છે. એરેડિયાનું તેલ સુગંધ આને સ્વાદ લાવવામાં તો મદદ કરે જ છે પણ સાથે જ શરદી, સોજો અને ઉધરસમાં પણ રાહત આપે છે. એરેડિયાના તેલમાં એન્ટિ-ફ્લેમેટરી ગુણની સાથેરિકીનોઈલિક એસિડ પણ હોય છે, જે મૌસમી બીમારીને દૂર કરે છે. સુગંધ આને સ્વાદને પાછી લાવવા માટે તમારે કોલ્ડ-પ્રેસ્ટ કૈસ્ટર ઓઇલને ગરમ કરો અને ઠંડુ થયા બાદ નોજલ ડ્રૉપનાં ઉપયોગથી તેને નાકમાં નાખો. આના ઉપયોગથી ઇન્દ્રિયો સક્રિય થવા લાગશે અને સુંઘવાની ક્ષમતા પણ વધવા લાગશે.

આદું

આદુંનાં ઔષધિય ગુણો વિષે તો દરેક લોકો જાણતા જ હશે. શરદી અને ઉધરસથી છૂટકારો મેળવવા માટે દરેક ભારતીય ઘરોમાં આદુનો ઉપયોગ થતો હોય છે. ફ્ક્ત શરદી જ નહિ પણ ગંધ અને સ્વાદને પાછી લાવવા માટે પણ આદું વધારે ઉપયોગી થાય છે. આદુંમાં હાજર એન્ટિ-વાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ શરદી અને તાવની સમસ્યાથી દૂર કરે છે. રોજ આદુંનો ઉપયોગ કરવાથી તેજ સ્વાદની સાથે જ સુગંધ પણ પાછી આવી જાય છે. તેજ સુગંધ અને તે તીખ્ખું હોવાનાં કારણે બંધ નસોને સક્રિય કરે છે, જે સુગંધ અને સ્વાદને પાછું લાવે છે. રોજ દિવસમાં બે વાર ચા સાથે આદુનો ઉપયોગ કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “સ્વાદ અને સૂંઘવાની ક્ષમતાને પછી લાવે છે આ ઘરેલુ અસરકારક ઉપચાર.. ઇન્દ્રિયોને બનાવી દેશે પાછી સક્રિય”

Leave a Comment