ઘરમાં રહેલા આ સામાન્ય અને ચમત્કારિક દાણા, ગમે તેવા સફેદ વાળ થઈ જશે કાળા ભમ્મર જેવા… જાણો ઉપયોગની રીત વાળથઈ જશે એકદમ લાંબા અને મજબુત….

મિત્રો તમે જોયું હશે કે લોકોના વાળ નાની ઉંમરે જ સફેદ થવા લાગે છે અને તેઓ સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો તો તમારે મેથીના દાણાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારા વાળ કાળા થવાની સાથે મજબુત, ચમકદાર અને મુલાયમ બને છે. તમારે ખરતા વાળની સમસ્યા પણ ઓછી થઇ જાય છે. ખોડાની પરેશાની દુર થાય છે. આ પ્રકારે મેથીના દાણા તમારા વાળને લગતી બધી સમસ્યાઓને દુર કરવામાં તમારી મદદ કરે છે.  

મેથી વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તે વાળના મૂળને મજબૂત બનાવવાની સાથે સાથે સફેદ વાળની સમસ્યાને મટાડે છે. વાસ્તવમાં મેથીના અર્કમાં ફાઇટોએસ્ટ્રોજન જોવા મળે છે, જે એસ્ટ્રોજન હાર્મોન વધારવામાં તમારી મદદ કરી શકે છે. આ હાર્મોનથી વાળના વિકાસને વધારો મળે છે. સાથે જ તે વાળના ગ્રોથ, વોલ્યુમ અને રંગતને પણ સારી બનાવે છે. વાળમાં તમે મેથીનો ઉપયોગ ઘણા પ્રકારે કરી શકો છો. આજે આપણે આ લેખમાં વાળમાં મેથીના દાણાને ઉપયોગ કરવાની રીત વિશે જાણીશું. 1) મેથી અને નારિયેળ તેલ:- નારિયેળ તેલ સાથે તમે મેથીના દાણાનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા નારિયેળ તેલને ગરમ કરો. તેમાં થોડા મેથીના દાણા નાખો. જ્યારે મેથીના દાણાનો રંગ લાલ થઈ જાય, તો ગેસ બંધ કરી લો. જ્યારે તેલ હળવું ઠંડુ થઈ જાય તો તેનાથી સ્કેલ્પ પર મસાજ કરવી. તેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે. સાથે જ સમય પહેલા સફેદ વાળની સમસ્યા દૂર કરવામાં પણ અસરકારક બને છે. 2) મેથી અને મધથી વધારો વાળનો ગ્રોથ:- જો તમે વાળનો ગ્રોથ સારો કરવા માંગતા હોય તો, મેથી અને મધનો ઉપયોગ કરવો. મેથી અને મધના ઉપયોગથી વાળનો ગ્રોથ સારો કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે મેથીના દાણાને પાણીમાં નાખીને રાત્રે પલાળવા મૂકી દો. સવારે આ દાણાને વાટીને પેસ્ટ તૈયાર કરી લો. હવે તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. ત્યાર બાદ તમારા વાળના મૂળમાં લગાડો. 30-40 મિનિટ સુધી આ પેસ્ટ વાળમાં લગાડેલી રાખવી. ત્યાર બાદ શેમ્પુથી તમારા વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વખત તેનો ઉપયોગ કરવો.

3) મેથી અને દહીંથી વાળની સમસ્યા થશે દૂર:- મેથી અને દહીંના ઉપયોગથી ડેંડ્રફ, શુષ્ક વાળ અને ખરતા વાળની સમસ્યા દૂર થઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે 2 ચમચી મેથીના દાણા આખી રાત પાણીમાં પલાળીને રાખો. સવારે તેને વાટીને પેસ્ટ બનાવી લો. તેમાં દહીં મિક્સ કરીને તમારા વાળમાં લગાડો. 30 મિનિટ પછી વાળ ધોઈ લો. તેનાથી ડેંડ્રફની સમસ્યા દુર થઈ શકે છે. અઠડિયામાં બે વખત આ મિશ્રણનો ઉપયોગ કરવો. 

4) મેથી અને દૂધ વાળ માટે હેલ્થી:- વાળથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવા માટે મેથી અને દૂધનો ઉપયોગ કરવો. તેનો ઉપયોગ કરવા માટે 1 ચમચી મેથીના દાણાને પાણીમાં રાખીને આખી રાત પલળવા દો. સવારે તેની પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટમાં થોડું દૂધ મિક્સ કરીને વાળમાં લગાડો. 20 મિનિટ સુધી પેસ્ટ માથામાં રહેવા દો અને ત્યાર બાદ ધોઈ લો. તેનાથી તમારા વાળનો ગ્રોથ સારો થાય છે. તેમજ ખરતા વાળથી પણ છુટકારો મળે છે.

આમ મેથીના દાણા તમારા વાળની સમસ્યાને દુર કરવામાં તમારી મદદ કરે છે. સાથે વાળની મજબૂતી પણ જાળવી રાખે છે. મેથીના ઉપયોગથી તમે વાળની સુંદરતા વધારી શકો છો. જોકે, ધ્યાન રહે કે, જો વાળથી જોડાયેલ સમસ્યા ખૂબ વધારે વધી રહી હોય તો, આ સ્થિતિમાં એક્સપર્ટની સલાહ જરૂર લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment