આ 4 માંથી કોઈ પણ 1 વસ્તુને પિય લ્યો, જૂની કબજિયાત દુર કરી રોજ સવારે પેટ આવશે એકદમ સાફ, પેટ અને આંતરડાની ગંદકી નીકળી જશે બહાર…

પેટમાં જ્યારે ખરાબી હોય ત્યારે તમને અનેક રોગોનો સામનો કરવો પડે છે. આથી તમારે પેટની ગંદકી બહાર કાઢવી જરૂરી બની જાય છે. પરંતુ પેટની ગંદકી કંઈ રીતે બહાર કાઢવી ? જો તમને આ સવાલ મૂંઝવતો હોય તો આ લેખમાં જણાવેલી થોડી ટીપ્સ અપનાવીને તમે પેટની ગંદકી દુર કરી શકો છો.

સ્વસ્થ રહેવા માટે પાચનતંત્રને મજબૂત બનાવી રાખવું ખુબ જરૂરી હોય છે. પાચનતંત્ર ત્યારે મજબૂત બને છે જ્યારે, પેટ અને આંતરડા સાફ અને સુરક્ષિત રહે. માટે દરરોજ પેટનું સાફ થવું ખૂબ જરૂરી છે. પરંતુ ઘણા લોકોને કબજિયાત રહેતી હોય છે, તેના કારણે ઘણા દિવસો સુધી તેમનું પેટ સાફ થઈ શકતું નથી. તેવામાં જ્યારે ખરાબ પદાર્થ લાંબા સમય સુધી પેટમાં રહે છે, તો ટોક્સિન્સનું સ્વરૂપ લઈ લે છે. ટોક્સિન્સ આપના સંપૂર્ણ સ્વાસ્થ્ય અને ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે. જો તમારું પેટ પણ સરખી રીતે સાફ ન થઈ શકતું હોય, તો તમે કેટલાક ઉપાયો અજમાવી શકો છો.

પેટની ગંદકી કંઈ રીતે બહાર કાઢવી ? : ઘણા લોકોનું પેટ દરરોજ સવારે સાફ થાય છે. પરંતુ અમુક લોકોનું પેટ ઘણા દિવસો સુધી સાફ થઈ શકતું નથી. એવામાં શરીરમાં ટોક્સિન્સ જમા થઈ જાય છે. જો તમારું પેટ પણ સાફ ન થતું હોય, તો એવામાં અમુક ઉપાય તમારી મદદ કરી શકે છે. આ ઉપાયોની મદદથી તમારા પેટમાં જમા થયેલ બધી જ ગંદકી અને ટોક્સિન્સ સરળતાથી નીકળી જાય છે.

સફરજનનું જ્યુસ : પેટ સાફ કરવા માટે તમે સફરજનનું જ્યુસ પિય શકો છો. વાસ્તવમાં, સફરજનના જ્યુસમાં ફાઈબર વધુ માત્રામાં જોવા મળે છે. ફાઈબર ભોજનને પચાવવામાં આંતરડાની મદદ કરે છે. સાથે જ મળને નરમ અને મુલાયમ બનાવે છે, તેનાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે. તે માટે તમે એક સફરજન લો અને એક ગ્લાસ પાણી સાથે બ્લેન્ડ કરી લો. હવે આ પાણી ગળીને પિય લો. દરરોજ સફરજનનું જ્યુસ પીવાથી પેટ હંમેશા ક્લીન રહે છે.

શાકભાજીનું જ્યુસ : ફળોના જ્યુસથી વધારે ફાયદાકારક શાકભાજીઓનું જ્યુસ હોય છે. દરરોજ શાકભાજીનું જ્યુસ પીવાથી પેટમાં જામેલ બધા જ ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. તે માટે તમે પાલક, બીટ, ટામેટાં, કાકડી, દૂધી અથવા ગાજરનું જ્યુસ બનાવીને સવારે ખાલી પેટ પિય શકો છો. શાકભાજીનું જ્યુસ પેટને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

લીંબુ પાણી : લીંબુ પાણી પણ તમારું પેટ સાફ કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. લીંબુમાં વિટામિન સી હોય છે તે, મેટાબોલીઝ્મ વધારે છે અને શરીરમાં જામેલ બધી જ ગંદકીને મળ સાથે બહાર કાઢવામાં મદદ કરે છે. તે માટે એક ગ્લાસ નવશેકું પાણી લઈ તેમાં લીંબુ નીચોવી લો અને ચપટી સંચળ મિક્સ કરી લો. લીંબુ પાણીને ડિટોક્સ વોટર પણ કહેવામાં આવે છે.

છાશ : છાશ પણ પેટ સાફ કરવામાં મદદ કરે છે. છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે, સાથે જ તે પેટને પણ ક્લીન કરે છે. તમે દરરોજ લંચમાં છાશનું સેવન કરી શકો છો. લંચના અડધા કલાક પછી છાશ પીવાથી જમવાનું સરખી રીતે ડાયઝેસ્ટ થાય છે. છાશ મળને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે.

પેટની ગંદકી બહાર કાઢવાના ઉપાયો : 1 ) આલ્કોહોલ, કેફીન અને ધૂમ્રપાનથી બચવું.
2 ) પાણી વધુ માત્રામાં પીવું, તેનાથી બોડી હાઈડ્રેડ રહે છે અને પેટ પણ સરળતાથી સાફ થાય છે.
3 ) જમ્યા પછી વોક જરૂરથી કરવું જોઈએ. તેનાથી ભોજન સરળતાથી પચે છે.
4 ) દરરોજ સવારે ખાલી પેટ નવશેકું પાણી પીવાથી ગંદકી સાફ કરી શકાય છે.

જો તમે પણ તમારું પેટ સાફ કરવા માંગતા હોય તો, આ ઉપાયો અજમાવી શકો છો. આ ઉપાયો તમારા પેટને એકદમ સ્વસ્થ બનાવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment