અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🥘 મિત્રો તમને ઢોસા અને ઉત્તપમનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જતું હોય છે. પરંતુ ક્યારેય કોઈ ઢોસા અને ઉત્તપમનું નામ આપણે ઉપવાસ હોય ત્યારે લે તો મનને પાછુ વાળી લેવું પડે છે. પરંતુ હવે મન થાય તો ઢોસા અવશ્ય ખાઈ લેવા પણ ફરાળી…….
🥘 – જોઈતી સામગ્રી :
> ૨૦૦ ગ્રામ રાજગરાનો લોટ,
> ૪૦૦ ગ્રામ સાબુદાણા,
🥘 > ૫૦૦ ગ્રામ બટેટા બાફેલા,
> મીઠું સ્વાદ અનુસાર,
> મરીનો ભૂકો એક ચપટી,
> ધાણાભાજી જીણી સમારેલી,
> લીલા મરચા જીણા સમારેલા,
🥘 બનાવવાની રીત :
> સાબુદાણા રાત્રે પલાળી દો.
> સવારે સાબુદાણામાં દહીં નાખી તેને મિક્સરમાં પીસી લો.
> ત્યાર બાદ રાજગરાના લોટને પણ તેમાં ઉમેરો.
> મીઠું સ્વાદ અનુસાર નાખી તેને બરાબર હલાવી બેટરને તૈયાર કરી લો.
> હવે બાફેલા બટેટાની છાલ ઉતારી તેને ક્રશ કરી લો.
> કડાઈમાં થોડું તેલ ગરમ કરો તેમાં જીરું મીઠું અને મરચા નાખી વઘાર કરો.
> ત્યાર બાદ તેમાં ક્રશ કરેલો બટેટાનો માવો નાખી મિશ્રણ તૈયાર કરી લો અને ઉપરથી લીંબુનો રસ અને જીણી સમારેલી ધાણાભાજી ઉમેરી હલાવી લો.
> હવે ઢોસા બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ નાખો. હવે તેમાં બેટરને નાખી તેને ગોળ ફેલાવી લો.
> હવે ઢોસાને બરાબર પાકવા દો જેથી તે ક્રિસ્પી બને.
> હવે તેના પર બટેટાનો માવો રાખો અને ઢોસાને વાળી સર્વ કરો.
🍪 ખુબ જ સરળતાથી માત્ર 20 મિનીટમાં બનાવો ફરાળી ઉત્તપમ.
* જોઈતી સામગ્રી :
> બે કપ મોરય્યો[સાંબો] – ૩ કલાક પાણીમાં પલાળેલ,
> બે નાના ટમેટા,
> બે લીલા મરચા,
🍪 > એક ચમચી કોથમીર જીણી સમારેલી,
> તેલ જરૂરિયાત મુજબ,
> ખાવાના સોડા એક ચપટી [ નાખતા હોવ તો ]
🍪 બનાવવાની રીત :
– ટમેટાને નાના ટુકડામાં કાપી લો અને તેના બી કાઢી નાખો.
– લીલા મરચા અને કોથમીર પણ જીણી સમારી લો.
– પલાળેલા મોરય્યાને પીસીને મિશ્રણ બનાવી લો. તેમાં સોડા પણ ઉમેરો.
– બેટરમાં જરૂરિયાત મુજબ મીઠું ઉમેરો.
🍪 – હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરો.
– ત્યાર બાદ તેમાં મોરય્યાનું બેટર નાખી તેને ગોળ ગોળ હલાવો.
– હવે સાઇડમાં થોડું તેલ નાખો જેથીઓ તે ચિપકે નહિ.
– હવે તવાને થોડી વાર ઢાંકી દો જેથી બધી સબ્જી પાકી જાય.
🍪 – જ્યારે ઉત્તપમ બ્રાઉન જેવો દેખાય ત્યારે આરામથી પલટાવી દો.
– તેને થોડી વાર પાકવા દો.
– હવે બેરરમાંથી આ રીતે બીજા ઉત્તપમ પણ તૈયાર કરી લો.
– આ ઉત્તપમને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. Image Source :
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ